પંચમહાલ, જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો, કાયમી નોકરી આપવા ઉઠી માંગ
ગોધરા નજીક આવેલા ભામૈયા ત્રિમંદિર ખાતે પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નોકરીવાંચ્છુકો માટે મેગા જોબ ફેર યોજવામાં આવ્યો હતો. આ ભરતીમેળામાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. 20 ઉપરાંત નોકરીદાતા આ મેગાજોબ ફેરમાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કાયમી નોકરી આપવામાં આવે તેવી માંગ નોકરીવાછુંકો દ્વારા કરવામાં આવી.
રાજ્યના આદિવાસી બાહુલ્ય ધરાવતા પંચમહાલ અને મહીસાગર જિલ્લાના આઇટીઆઇ જેવી સંસ્થાઓમાં ટેકનિકલ તેમજ નોનટેકનિકલ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થીઓને નોકરી મળી રહે તે માટે પંચમહાલ જિલ્લા અને મહીસાગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા મેગા જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લામાં આવેલી વિવિધ ઓટોમોબાઇલ્સ કંપનીઓ તેમજ અન્ય ખાનગી કંપનીઓ દ્વારા ટેકનિકલ અને નોન ટેકનિકલ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોધરા નજીક આવેલા ભામૈયા ગામના ત્રિમંદિર ખાતે આયોજિત મેગા જોબ જોબ ફેરમાં 1200 જેટલી જગ્યાઓ માટે 20 ઉપરાંત નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ રોજગારભરતી મેળામાં પંચમહાલ અને મહીસાગર ઉપરાંત દાહોદ, છોટાઉદેપુર, તેમજ રાજસ્થાનના સરહદી વિસ્તારમાંથી પણ 1500 ઉપરાંત નોકરીવાંચ્છુકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં નોકરી મેળવવામાં માટે આવેલા ઉમેદવારો એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા બેરોજગારો માટે નોકરી ભરતી મેળાનો આયોજન કરવામાં તો આવે છે અને તેઓને ખાનગી કંપનીઓમાં જોબ પણ આપવામાં આવે છે. પરંતુ આ જોબ ત્રણ થી ચાર વર્ષ માટે જ આપવામાં આવતો હોય છે અને આગળ જતા તેઓને જોબ માંથી કાઢી મુકવામા આવતું હોય છે ત્યારે તેઓને ભારે મુશ્કેલી પડતી હોય છે, અને અન્ય જગ્યાએ તેઓને જોબ મળતી નથી જેથી નોકરીવાછુંકો ના ભવિષ્ય બગડી જાય છે, ત્યારે સરકાર દ્વારા જરૂરિયાત બેરોજગારો માટે કાયમી નોકરી મળી રહે તે માટે આયોજન કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad: જગન્નાથ મંદિરનું રી-ડેવલપમેન્ટ થશે, 50 હજાર ભક્તો એક સાથે દર્શન કરી શકશે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
અહેવાલ - નામદેવ પાટીલ