Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal: ગોધરા-અમદાવાદ હાઇવે પર આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

Panchmahal: પ્લાયવુડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ગોધરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
panchmahal  ગોધરા અમદાવાદ હાઇવે પર આવેલા પ્લાયવુડના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
Advertisement
  1. 5 જેટલા ફાયર ફાઇટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી
  2. ગોડાઉનમાં પ્લાયવુડનો જથ્થો હોવાથી આગ વધુ વિકરાળ બની
  3. સદનસીબે ભીષણ આગમાં કોઈ જાનહાની ના થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

Panchmahal: રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં આગ લાગ્યાની અનેક ઘટનાઓ બની છે. ત્યારે ફરી બીજી ઘટના પંચમહાલમાં બની છે, ગોધરા - અમદાવાદ હાઇવે માર્ગ પર આવેલ પ્લાયવુડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. મળતી વિગતો પ્રમાણે ગોધરાના ભામૈયા પાસે પ્લાયવુડના ગોડાઉનમાં આગ છે. આગને કાબુમાં લેવાની તજવીજ હાથ ધરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:  દહેગામ જતાં વાહનચાલકો સાચવજો! નર્મદા કેનાલનો એક છેડો ફૂટપાથ સહિત ધરાશાયી

Advertisement

આગ વિકરાળ બનતા ગોધરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી

નોંધનીય છે કે, પ્લાયવુડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ગોધરા ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરી દેવામાં આવ્યાં છે. પ્લાયવુડના ગોડાઉમમાં લાગેલી આગ પર કાબુ મેળવવા માટે 5 જેટલા ફાયર ફાઇટરોની ટીમે કામગીરી શરૂ કરી દીધી. આગ લાગતા ગોડાઉનમાં રહેલો લાખોનો સામાન બની ગયો હોવાનું પણ અનુમાન છે.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad બન્યું ભૂવાનગરી! રિપેરિંગનાં એક મહિના પછી ફરી પડ્યો ભૂવો!

આખરે કેવી લાગી આગ? કારણ હજી પ અકબંધ

ગોડાઉનમાં પ્લાયવુડનો જથ્થો વધુ હોવાથી આગ વધુ વિકરાળ બની હોવાનું સામે આવ્યું છે. જો કે, સદનસીબે ભીષણ આગમાં કોઈ જાનહાની નથી પરંતુ આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. આ સાથે સાથે આગમાં લાખોનો સમાન પણ બળી ગયો હોવાનું અનુમાન છે. અત્યારે તો ફાયર ફાયટરોની ટીમે આગ પર કાબુ લેવાની તજવીજ હાથ ધરી દીધી છે.

આ પણ વાંચો: Gujarat: રેઈનકોટ પહેરવો કે સ્વેટર? વાતાવરણમાં પલટાની સાથે માવઠાની આગાહી થતા લોકો મૂંઝવણમાં

Tags :
Advertisement

.

×