Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal : વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કર્મની કઠિનાઈ

Panchmahal જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાળી ની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે 200 હેકટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન...
panchmahal   વરિયાળીની ખેતી કરતા ખેડૂતોની કર્મની કઠિનાઈ
Advertisement

Panchmahal જિલ્લાના ગોધરા અને હાલોલ તાલુકાના પાવાગઢના આજુબાજુના કેટલાક ગામોના ખેડૂતો વરિયાળી ની ખેતી કરી રહ્યા છે. આ વર્ષે અહીંના ખેડૂતોએ આશરે 200 હેકટર ઉપરાંત વરિયાળીની ખેતી કરી મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે. પરંતુ પંચમહાલ જિલ્લામાં વરિયાળીનું ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી વેઠવી આ વરિયાળી વેચવા માટે ગોધરાથી 300 કિમી દૂર આવેલ ઊંઝા ખરીદ કેન્દ્ર સુઘી લંબાવવાની ફરજ પડી રહી છે. જેમાં ખેડુતોને બે થી ત્રણ દીવસના સમયના સાથે ભાડા ખર્ચ પણ કરવો પડી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ અહીંના ખેડૂતો કરી રહ્યા છે.

વરિયાળીની ખેતી તરફ ખેડૂતો

ભારત પ્રાચીન સમયથી મસાલાની ભૂમિ માટે જાણીતું છે. મુખ્ય બીજ મસાલા પાકોમાં જીરું, ધાણા, મેથી અને વરિયાળી વગેરે મુખ્ય છે. જેમાંથી ઓછા ખર્ચે અને ઓછા પાણીમાં આવતો વરિયાળીના ખેતી તરફ હાલ ખેડૂતો આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં ચાલું શિયાળા સિઝનમાં 63 હેકટરમાં વિવિધ પ્રકારના પાકનું વાવેતર કરવામાં આવે છે. જેમાં મકાઈ, ઘઉં ચણા, શાકભાજી, ઘાસ ચારા સહિતના મુખ્ય પાક લેવામા આવે છે. આ સિવાય જિલ્લાના હાલોલ અને ગોધરા વિસ્તારના ખેડૂતોએ 200 હેકટર ઉપરાંતમાં વરિયારીનો પાક લઈ રહ્યાં છે. જોકે વરિયાળી પાકનું ઉત્પાદન કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે, તેઓ વરિયાળીની ખેતી તો કરી રહ્યા છે.

Advertisement

જંગલી ભૂંડનો ત્રાસ

પરંતુ વરિયાળીનું ખરીદ કેન્દ્ર પંચમહાલ જિલ્લામાં ન હોવાના કારણે ઊંઝા ખાતે લાબું થવું પડી રહ્યો છે. સાથે જ આ વરિયાળી વેચવા માટે ખેડૂતને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે સાથે અહીંના ખેડૂતોની હાલત જંગલી ભૂંડને લઈ ખૂબ જ કફોડી બની ગઈ છે. અહીં આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં જંગલી ભૂંડ રાત્રી દરમિયાન ખેતરમાં ઘુસી જાય પાકને ભારે નુકસાન કરી રહ્યા છે. ત્યારે ખેડૂતો પોતાના મહામૂલા પાકનું રક્ષણ કરવા માટે તમામ ઋતુમાં રાત્રી દરમિયાન ખેતરમાં જ ઉંચાઈ ઉપર ઝૂંપડું બનાવી સુઈ જવાની ફરજ પડી રહી છે. અને બીજી તરફ જે મહામુલા પાકનું રક્ષણ કરી પાક તૈયાર થાય છે. ત્યારે તેને વેચવા માટે દૂર સુધી લાબું થઉં પડી રહ્યો છે. પંચમહાલ સહિત આસપાસના જિલ્લામાં વરિયાળીનીના ખરીદ કેન્દ્ર ન હોવાના કારણે ખેડૂતને વરિયાળી પાક વેચવા માટે 300 કિલો મીટર દૂર ઊંઝા સુધી લંબાવવું પડે છે.

Advertisement

જિલ્લામાં વરિયાળી પાકનું વાવેતર વધ્યું

વરિયાળીની ખેતી કરતા ખેડૂતો જણાવી રહ્યા છે કે, વરિયાળીનો પાક લેવા માટે હેક્ટર દીઠ 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. અને ચાર મહીના સુધી વરિયાળી પાકની માવજત કરવી પડે છે. ત્યારબાદ વરિયાળીના પાક વેચવા માટે ખેડૂત ભાડાના વાહનની વ્યવસ્થા કરી ગોધરાથી 300 કિમી દૂર ઊંઝા માર્કેટ યાર્ડ પહોંચે છે. જ્યાં ત્રણથી ચાર દિવસનો સમય લાગે છે. પાક સારો થયો હોય તો ઊંઝા માર્કેટમાં 4 થી 5 હજાર રૂ. મણના ભાવ મળી રહે છે અને જો પાકની ગુણવત્તા ન હોય તો 2 થી 3 હજાર પ્રતિ મણના ભાવ મળી રહે છે. પાક વેચી પરત ફરતા સમયે રોકડ રકમનું પણ ખેડૂતોને જોખમ રહે છે. હાલ પંચમહાલ જિલ્લામાં વરિયાળી પાકનું વાવેતર દિવસે દિવસે વધી રહ્યું છે. ત્યારે જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં જ વરિયાળી ખરીદ કેન્દ્રની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી ખેડૂત માંગ કરી રહ્યા છે.

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ

આ પણ વાંચો - Vibrant Gujarat Global Summit : આ વખતની સમિટ ઐતિહાસિક બની રહેશે, વાંચો શું કહ્યું ઉદ્યોગ મંત્રીએ

આ પણ વાંચો - Urban development-રાજ્યની ૮ નગરપાલિકાઓને એક સાથે ૨૦૮૪ કરોડ રૂપિયાના ચેક વિકાસ કામો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×