Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PANCHMAHAL : જાણો શા માટે 25 ગામના લોકો જળમાર્ગનો સહારો લેવા મજબુર બન્યા, વાંચો અહેવાલ

અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જૂના વલ્લવપુર ગામેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે પંચમહાલ ,મહીસાગર અને ખેડા જિલ્લાના 25 થી વધુ ગામો આવેલા છે, ત્યારે આ ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગના લોકો હોડીનો...
panchmahal   જાણો શા માટે 25 ગામના લોકો જળમાર્ગનો સહારો લેવા મજબુર બન્યા  વાંચો અહેવાલ
Advertisement
અહેવાલ : નામદેવ પાટીલ, પંચમહાલ
શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જૂના વલ્લવપુર ગામેથી પસાર થતી મહીસાગર નદીના કિનારે પંચમહાલ ,મહીસાગર અને ખેડા જિલ્લાના 25 થી વધુ ગામો આવેલા છે, ત્યારે આ ગામના ગ્રામજનો અને વિદ્યાર્થીઓ સહિત નોકરિયાત વર્ગના લોકો હોડીનો સહારો લઈ અવર જવર કરી રહ્યા છે. હાલ રોજીંદા ૬૦૦ થી વધુ લોકોને હોડી દ્વારા મુસાફરી કરવી પડે છે. જો અહીં પુલ બનાવવામાં આવે તો જરૂરિયાતમંદોને હોડી મારફતે અવર જવરનો અંત આવે એના માટે અહીંના નદી ઉપર નાનો પુલ કે બ્રિઝનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા જુના વલ્લવપુર ગામેથી પસાર થતી  મહીસાગર નદી માં થઇ આજુબાજુના  ગામના નોકરિયાત વર્ગ, વિદ્યાર્થી વર્ગ અને ધંધાર્થીઓ સહિતના લોકો સમય અને પૈસાની બચત કરવા માટે જળમાર્ગનો સહારો લેવા મજબુર બન્યા છે. અહીં મહીસાગર નદીના એક કાંઠે શહેરા તાલુકાનું જુના વલ્લવપુર ગામ આવેલું છે. જ્યારે સામે કાંઠે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનું વનોડા ગામ આવેલું છે.
Image preview
જ્યાં બંને કાંઠાના આસપાસના ગામોના જરૂરીયાતમંદો આ કાંઠેથી સામે કાંઠે હોડી મારફતે રોજિંદી અવર જવર કરતા હોય છે. જેમાં તેઓને વ્યક્તિ દીઠ હોડી મારફતે જવામાં ૧૦ રૂપિયા જેવું ભાડું ચુકવીને નજીવા સમયમાં આ કાંઠે થી સામે કાંઠે અવર જવર કરી રહ્યા છે, એટલું જ નહિ અહીંથી અવર જવર કરતા લોકો પોતાની બાઈકો પણ હોડીમાં મૂકીને એક કાંઠે થી બીજા કાંઠે જતા હોય છે. આ લોકોનું મહીસાગર નદી ઓળંગીને જવાનું મુખ્ય કારણ એ છે કે જુના વલ્લવપુર થી મુખ્ય મથક શહેરા 25 કિલોમીટર જેટલું દૂર છે, જ્યારે જુના વલ્લવપૂર થી હોડી મારફતે વનોડા જઈ મહીસાગર જીલ્લાનું બાલાસિનોર નજીક પડતું હોવાથી અહીંના લોકોનો વધુ પડતો વ્યવહાર બાલાસિનોર હોવાથી અહીંના લોકો હોડીમાં બેસીને નદી પસાર કરતા હોય છે.
Image preview
જોકે હોડી માં અવરજવર કરવાની અહીંના રહીશોને આદત થઈ ગઈ છે જેથી તેઓ સરળતા પૂર્વક અને નીડરતા પૂર્વક આવતાં જતાં જોવા મળે છે. બીજી તરફ અહીં હોડી ના ચાલકોને આવક પણ મળી રહે છે તેમ છતાં અહીં ગળતેશ્વર જેવો પુલ બનાવવામાં આવે તો સુવિદ્યા વધુ સરળ બને એમ છે. ત્યારે હાલ ગ્રામજનો આ નદી ઉપર બ્રિઝ બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
આ જળમાર્ગ પરથી સ્થાનિકો જ નહિ પરંતુ નોકરીયાત વર્ગ,વેપારીઓ પણ હોડીમાં બેસીને જતા હોય છે. સાથેસાથે આ વિસ્તારના વિદ્યાર્થીઓ સામે કાંઠે આવેલ શાળા-કોલેજોમાં અભ્યાસ કરતા હોવાથી વિદ્યાર્થી વર્ગ પણ આ જળમાર્ગનો સહારો લઈ રહ્યા છે. માત્ર જુના વલ્લવપુર અને વનોડા જ નહીં પરંતુ નવા વલ્લવપૂર,નવી વાડી, જૂની વાડી, તરસંગ, પોયડા, મોરવા, નાથુજીના મુવાડા, ગોકળપુરા, નદીસર, વેલોના મુવાડા, ઈંટાડી, હાંડીયા તેમજ બાલાસિનોર એમ પંચમહાલ, મહીસાગર અને ખેડા આ ત્રણેય જિલ્લાના આશરે ૨૫ જેટલા આસપાસના ગામોના ૬૦૦ થી વધુ લોકો હોડીમાં બેસીને આ જળમાર્ગ પરથી માત્ર ૧ કિલો મીટર જેટલું અંતર કાપીને રોજીંદી અવર જવર કરી રહ્યા છે.
Image preview
એવું નથી કે અહીંથી બાલાસિનોર  જવા માટે રસ્તો નથી  પણ થોડું લાંબુ અંતર કાપીને જવું પડે છે જે જરૂરીયાતમંદોને મોંઘુ પડતું હોવાની સાથે સમય પણ વેડફાતો હોય છે . એક તબક્કે સ્થાનિકોનું માનીએ તો રોજીંદા કામ માટે રોડ માર્ગ દ્વારા જવું મુશ્કેલ પડતું હોવાથી આ જળમાર્ગ અપનાવતા હોય છે. જો આ જળમાર્ગ સિવાય રોડ માર્ગ પરથી જવાનું પસંદ કરે તો બાલાસિનોર તેમજ આસપાસના ગામોમાં જવા માટે ૪૫ કિલો મીટર જેટલા લાંબા અંતર સાથે એક કલાકથી વધુ સમય જતો હોય છે,જેથી સમય અને પૈસાની બચત કરવા માટે વલ્લવપુર તેમજ સામા કાંઠાના વનોડા સહીત આસપાસના ગામોના લોકો આ જળમાર્ગે જવાનું પસંદ કરે છે.
Image preview
જોકે ચોમાસાના સમયે તો મહીસાગર નદીમાં પાણી વધુ હોય તો હોડીમાં અવર જવર કરવું મુશ્કેલી બને છે. જેથી આ જળમાર્ગ પરથી અવર જવર થઈ શકતી નથી. ઉલ્લેખનીય છેકે છેલ્લા કેટલાય વર્ષોથી બાલાસિનોર તેમજ તેની આસપાસના ગામોમાં પોતાના સગાસંબંધીઓને ત્યાં જવા માટે પણ હોડીમાં બેસીને મુસાફરી કરતા હોય છે. વધુમાં વનોડાથી બાલાસિનોર માત્ર ૧૦ કિલો મીટરના અંતરે આવેલું હોવાથી વલ્લવપુરના સ્થાનિક લોકો ખરીદી કરવા અથવા ધંધો રોજગાર મેળવવા માટે પણ આ જળમાર્ગ પસંદ કરતા હોય છે. જો શહેરા તાલુકાના વલ્લવપુર ગામના કાંઠા થી સામેના વનોડા ગામના કાંઠા સુધી મહીસાગર નદી ઉપર પુલ બનાવવામાં આવે તો જે રોજીંદા ૬૦૦ થી વધુ લોકોને હોડી દ્વારા કરવી પડતી અવર જવરનો અંત આવે અને પંચમહાલ, મહીસાગર અને ખેડા જિલ્લાના આસપાસના ગામોના લોકો માટે વાહન લઈને અવર જવર કરવા માટેનો એક ટૂંકો માર્ગ બની શકે અને સાથે જ વાહન લઈને રોડ માર્ગે જવામાં લાબું અંતર કાપવું પડે છે તેનાથી પણ રાહત મળી શકે તેમ છે.
Tags :
Advertisement

.

×