Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Panchmahal: રિક્ષાચાલકે રીલ બનાવવા રિક્ષા પર ચઢી કર્યો ડાન્સ, યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

રિલ દાહોદ જિલ્લાના અસાયડી હાઈવે પર બનાવી હોવાની યુવકની કબુલાત રિલ બનાવ્યા બાદ યુવકને પોલીસે કરાવ્યું ભાન યુવકે સમગ્ર મામલે માફી માંગી કહ્યું હવે રિલ નહીં બનાવું Panchmahal: અત્યારે સોશિયલ મીડિયાનું વલણ ખુબ જ વધી રહ્યું છે. લોકો અત્યારે...
panchmahal  રિક્ષાચાલકે રીલ બનાવવા રિક્ષા પર ચઢી કર્યો ડાન્સ  યુવકને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
  1. રિલ દાહોદ જિલ્લાના અસાયડી હાઈવે પર બનાવી હોવાની યુવકની કબુલાત
  2. રિલ બનાવ્યા બાદ યુવકને પોલીસે કરાવ્યું ભાન
  3. યુવકે સમગ્ર મામલે માફી માંગી કહ્યું હવે રિલ નહીં બનાવું

Panchmahal: અત્યારે સોશિયલ મીડિયાનું વલણ ખુબ જ વધી રહ્યું છે. લોકો અત્યારે રીલ બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. થોડીક લાઈક્સ અને ફોલો માટે ગમે તેવી સ્થિતિમાં પણ રીલના ઘેલાઓ રીલ બનાવતા હોય છે. આવી જ એક ઘટના પંચમહાલ (Panchmahal)માં પણ બની છે. પંચમહાલ પેસેન્જર રિક્ષા ઉપર ચઢીને ચાલક દ્વારા રીલ બનાવી છે. રીલ બનાવવાનો વીડિયો ગોધરાના પરવડી બાયપાસનો નહીં પરંતુ દાહોદ જિલ્લાનો હોવાનું સામે આવ્યું આવ્યું છે. જો કે, તેની સામે અત્યારે પોલીસે કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.

Advertisement

આ પણ વાંચો: Amreli : BJP મહામંત્રી પર હિચકારો હુમલો થતાં ચકચાર! LCB, SOG, ગ્રામ્ય પોલીસે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો

Advertisement

દાહોદ જિલ્લાના અસાયડી હાઇવે ઉપર બનાવી હતી રીલ

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોના આધારે પંચમહાલ પોલીસે ગણતરીના કલાકોમાં જ રિક્ષા અને રિલ્સ બનાવનાર ચાલકને શોધવામાં સફળતા મેળવી લીધી છે. ગોધરા તાલુકા પોલીસે રિક્ષાચાલકની પૂછપરછ કરતાં સામે આવ્યું કે તેણે દાહોદ જિલ્લાના અસાયડી હાઇવે ઉપર આ રીલ બનાવી હતી. દાહોદ (Dahod) જિલ્લાની હદમાં રીલ બનાવી હોવાનું બહાર આવતાં ચાલકને પીપલોદ પોલીસ (Piplod police) મથકે કાર્યવાહી માટે સુપરત કરાયો હતો.

આ પણ વાંચો: Vadodara : અધિકારીઓ, આ રોડ પર સાચવીને નીકળજો, નહીંતર...! : જશપાલસિંહ

Advertisement

પોલીસના જાપ્તામાં આવ્યા બાદ તેને કાયદાનું ભાન થયું

વધારે વિગતે વાત કરવામાં આવે તો, ચાલક વિના રિક્ષા દોડતી રહી અને મોજથી ચાલક અન્ય વાહન ચાલકો માટે જોખમ ઉભું કરી રિક્ષા ઉપર ચઢી નાચતો હતો. પરંતુ પોલીસના જાપ્તામાં આવ્યા બાદ તેને કાયદાનું ભાન થયું છે. પોલીસે એવો પાઠ ભણાવ્યો, કે રીલ બનાવનાર ચાલકે હવે કયારેય રીલ નહી બનાવું એવી માફી માંગી હતી. સ્વાભાવિક છે કે, અન્ય લોકોના જીવ જોખમામાં મુકીને આવું કામ ના કરવું જોઈએ. જો કે, આવું કામ તમે કઈ રહી રહ્યાં છે તો પોલીસને પોતાની રીતે કાર્યવાહી કરવાની જ છે.

આ પણ વાંચો: Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ! પ્રોફેસરોની ભરતીને લઈ થયા ગંભીર આક્ષેપ

Tags :
Advertisement

.