ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: શિક્ષણ જગત પર લાંછનની વધુ એક ઘટના, દુનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ

આચાર્ય પ્રવિણ પટેલ પર બાળકીઓને અડપલાં કરવાનો આરોપ ધોરણ 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો આચાર્ય પર આરોપ દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો Patan: રાજ્યમાં શિક્ષણ જગતને શરમાવે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. બાળકો શિક્ષકને પોતાના માતા-પિતા...
12:07 PM Oct 22, 2024 IST | VIMAL PRAJAPATI
આચાર્ય પ્રવિણ પટેલ પર બાળકીઓને અડપલાં કરવાનો આરોપ ધોરણ 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો આચાર્ય પર આરોપ દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો Patan: રાજ્યમાં શિક્ષણ જગતને શરમાવે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. બાળકો શિક્ષકને પોતાના માતા-પિતા...
patan
  1. આચાર્ય પ્રવિણ પટેલ પર બાળકીઓને અડપલાં કરવાનો આરોપ
  2. ધોરણ 6ની વિદ્યાર્થિનીઓની છેડતી કરવાનો આચાર્ય પર આરોપ
  3. દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો

Patan: રાજ્યમાં શિક્ષણ જગતને શરમાવે તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. બાળકો શિક્ષકને પોતાના માતા-પિતા માને છે. પરંતુ શિક્ષકોની કરતુત અત્યારે આ સંબંધને શરમાવે તેવી સામે આવી રહીં છે. ફરી એકવાર રાજ્યમાં શિક્ષણ જગત પર લાંછનરૂપ ઘટના સામે આવી છે. પાટણ (Patan)ના હારીજમાં શાળાના આચાર્યએ હલકા પ્રકારની કરતૂત કરી છે. વિદ્યાર્થિનીઓએ શાળાના આચાર્ય પર શારિરીક છેડતી કર્યાનો આક્ષેપ કર્યો છે. જે મામલે વાલીઓમાં અત્યારે અત્યંત રોષ જોવા મળી રહ્યો છે.

આચાર્ય પર વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ

હારીજ તાલુકાના દુનાવાડા ગામમાં શિક્ષણ જગતને કલંકિત કરતી એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર શાળાની વિદ્યાર્થિનીઓ સાથે શારીરિક અડપલાં કરવાનો આરોપ છે. ધોરણ 6 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આચાર્ય પ્રવીણ ભલાભાઈ પટેલ પર છેડતી કરવાનો આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થિનીઓ જ્યારે ઘરે પહોંચી ત્યારે પરિવારજનોને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. આ અંગેની માહિતી મળ્યા બાદ વિદ્યાર્થીઓના પરિવારજનો ગઈકાલે રાતે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા.

આ પણ વાંચો: ક્ષત્રિય યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ, પદ્મિનીબાના ત્રાસથી ઝેરી દવા પીધી હોવાનો આક્ષેપ

દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ફૂટ્યો ભાંડો

નોંધનીય છે કે, આ બાબતે દીકરીઓએ પરિવારને જાણ કરતા લંપટ આચાર્યનો ભાંડો ફૂટ્યો છે. વિદ્યાર્થિનીના પરિવારે મોડી રાત્રે હંગામો મચાવ્યો અને રોષ વ્યક્ત કર્યો હતો. વાલીઓએ હારીજ પોલીસ સ્ટેશનમાં જઈને મોડી રાત્રે હોબાળો મચાવ્યો હતો. રોષે ભરાયેલા એક વાલીએ તો આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. જો કે, કોઈ પણ દીકરીનો પિતા આ સહન ના કરે. જેથી પિતાએ આચાર્યને થપ્પડ પણ ઝીંકી દીધી હતી. વાલીઓએ અત્યારે આચાર્ય પ્રવિણ પટેલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ પણ વાંચો: Surendranagar: મોડી રાત્રે Hospital ના Lighting Board પર પડી વીજળી, જુઓ Video

આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી

આ ઘટનાને લઈને વાલીઓને ભારે રોષમાં ભર્યો હતો. વાલીઓએ આચાર્યને સામે રોષ વ્યક્ત કર્યો. જ્યારે એક વાલી એટલો રોષે ભરાઈ ગયો કે તેણે આચાર્યને થપ્પડ પણ મારી દીધો. જો કે, આચાર્યએ પોતાની ભૂલ સ્વીકારી અને માફી માંગી હતી. પરંતુ વાલીઓએ શાળામાં કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આ ઘટના શૈક્ષણિક ક્ષેત્રમાં ગંભીર મુદ્દાઓને ઉદભવાવી રહી છે અને આચાર્ય વિરુદ્ધ તપાસને લઇને કડક પગલાં ભરવાની જરૂર છે. શિક્ષણની સંસ્થાઓમાં આવા નરાધમી શિક્ષકો સામે કાર્યવાહી થવી જ જોઈએ. આવા શિક્ષકોના કારણે અન્ય સારા શિક્ષકો પણ બદનામ થતા હોય છે.

આ પણ વાંચો: દિવાળી પર્વને લઇને પોલીસ એક્શન મોડમાં, પાંડેસરા પોલીસે ખરીદી બજારમાં હાથ ધર્યું ફૂટ પેટ્રોલિંગ

Tags :
Acharya accused of molestationAcharya Praveen PatelDunavada Primary SchoolDunavada Primary School Principaleducation fraternity accused of molestationGujaratGujarati NewsHarijPatanVimal Prajapati
Next Article