ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: બાળકના સોદાગર સુરેશ ઠાકોરની રાજનેતાઓ સાથેની તસવીરો વાયરલ, શંકાના ઘેરામાં આવ્યા...

Patan: સુરેશ ઠાકોરના અનેક રાજનેતાઓ સાથેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહીં છે. તો પ્રશ્ન એ થાય છે કે, શું આ નેતાઓ સાથે આનો કોઈ સંબંધ છે?
11:56 AM Nov 26, 2024 IST | VIMAL PRAJAPATI
Patan: સુરેશ ઠાકોરના અનેક રાજનેતાઓ સાથેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહીં છે. તો પ્રશ્ન એ થાય છે કે, શું આ નેતાઓ સાથે આનો કોઈ સંબંધ છે?
Patan Bogus Doctor Suresh Thakor
  1. સુરેશ ઠોકારના રાજનેતાઓ સાથેના ફોટા વાયરલ થયા
  2. સભામાં રાજનેતાઓ સાથેના ફોટા પડાવતો હતો સુરેશ ઠાકોર
  3. બાળકનો સોદાગર છે આરોપી બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર

Patan: ગુજરાતમાં નકલી નકલીનો જે રાફડો ફાટ્યો છે તે અત્યારે ચરમસીમાએ છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાટણમાં પણ માત્ર 10 છે એવા સુરેશ ઠાકોર (Suresh Thakor) હોસ્પિટલ ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ તેના પર બાળકને વેચવાનો પણ આરોપ લાગ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે, સુરેશ ઠાકોરના અનેક રાજનેતાઓ સાથેની તસવીરો અત્યારે વાયરલ થઈ રહીં છે. તો પ્રશ્ન એ થાય છે કે, શું આ નેતાઓ સાથે આનો કોઈ સંબંધ છે? જો કે, દત્તક બાળકને વેચવાના આ કારસ્તાનમાં અનેક મોટા નામો સામે આવી શકે તેવી સંભાવનાઓ છે.

તસવીરોને લઈને અનેક પ્રકારની શંકાઓ અને સવાલો!

બોગસ તબીર સુરેશ ઠાકોરના શંકર ચૌધરી (Shankar Chaudhary)લવિંગજી ઠાકોર, પાટણના સાંસદ ભરતસિંહ ડાભી, પછી પૂર્વ સાંસદ જુગલજી ઠાકોર સહિત અનેક રાજનેતાઓ સાથેના ફોટા વાયરલ થયા છે. આ રાજનેતાઓ સાથેના ફોટા એવું પણ સંભવિત કરે છે કે, પોતાના કામ માટે નેતાઓનો આશરો લીધો હોચ? જો કે, આ વાત પ્રમાણ સાથે તો ના કહીં શકાય, પરંતુ હા શંકાના દાયરામાં તો આવી જ શકે છે. કારણે કે, 10 પાસ વ્યક્તિ ડૉક્ટર કેવી રીતે બની ગયો? ડૉક્ટર પણ બન્યો અને પોતાની હોસ્પિટલ પણ ખોલી નાખી. અત્યારે સુરેશ ઠાકોર પર બોગસ ડૉક્ટર, બોગસ હોસ્પિટલ અને દત્તક બાળકને વેચવાનો પણ આરોપ લાગેલો છે. જેથી અનેક પ્રકારની શંકાઓ અને સવાલો થઈ રહ્યા છે.

આ પણ વાંચો: Patan : નકલી હોસ્પિટલ ખોલી બાળક વેચવાનાં કૌભાંડમાં બોગસ ડોક્ટર પર કોર્ટનો કોરડો!

સુરેશ ઠાકોરના રાજનેતાઓ સાથે શું સંબંધ હશે?

આખરે આ નેતાઓ સાથે આરોપી સુરેશ ઠાકોરના શું સંબંધ હશે? બોગસ ડૉક્ટર, બોગસ હોસ્પિટલ અને બાળકને વેચવાના આરોપમાં અત્યારે સુરેશ ઠાકોર પોલીસ કસ્ટડીમાં છે. નોંધનીય છે કે, ગઈ કાલે નકલી તબીબ સુરેશ ઠાકોરના (Suresh Thakor) 3 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં આરોપીના જામીન ફરી એકવાર કોર્ટે નામંજૂર કર્યા તા. આરોપીને હવે સુજનીપુર જેલ ખાતે મોકલવામાં આવ્યો હતો. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અત્યારે આ મામલે ગાંધીનગર (Gandhinagar) બાળઆયોગ પણ એક્શનમાં આવ્યું છે અને પાટણ કલેકટર સાથે સંપર્ક સાધ્યો છે.

આ પણ વાંચો: દત્તક બાળકને વેચવાના ષડયંત્રમાં રાધનપુર નગરપાલિકાની કામગીરી શંકાના ઘેરામાં! વાંચો અહેવાલ

આ મામલે યોગ્ય તપાસ થવી ખુબ જ જરૂરી

આ મામલે કડક કાર્યવાહી એટલા માટે થવી જોઈએ કેમ કે, આરોપી પર બાળકને વેચી દેવાનો આરોપ છે. શંકા એવી પણ થઈ રહીં છે કે, શું આ પહેલા કોઈ બાળકનો સોદો આરોપીએ કર્યો હશે? જેથી આ પહેલા કોઈ બાળકોનો સોદો થયો છે કે, કેમ? તે દિશામાં પણ તપાસ થવી ખુબ જ જરૂરી છે. નોંધનીય છે કે, અત્યારે પોલીસ પોતાની તપાસ કરી રહીં છે પરંતુ આ દરમિયાન આરોપી સુરેશ ઠાકોરના રાજનેતાઓ સાથેના ફોટા વાયરલ થયા છે,જેથી અનેક પ્રશ્ને સર્જાઈ રહ્યાં છે.

આ પણ વાંચો: Patan: 10 પાસ શખ્સે શરૂ કરી હોસ્પિટલ, દત્તક બાળક વેચી દેવાની પણ ફરિયાદ નોંધાઈ

Tags :
bogus doctor Suresh ThakorGujarati NewsLatest Gujarati NewsPatan bogus doctorPatan Bogus Doctor Suresh ThakorPatan NewsSuresh Thakor with politicianswho is Suresh Thakor
Next Article