Patan : રાધનપુરમાં 'બુલડોઝર' કાર્યવાહી, 5734 ચો. મી. સરકારી જમીન દબાણમુક્ત
- Patan ના રાધનપુરમાં સરકારી જમીન પર ચાલ્યું બુલડોઝર
- કુલ 5734 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ
- વર્ષો જૂના ગેરકાયદે બાંધકામો પર તંત્રની કાર્યવાહી
- 40 વર્ષથી રહેતા હોવાનું સ્થાનિકોએ નિવેદન આપ્યું
- જાણ કર્યા વિના મકાન તોડ્યાનો સ્થાનિકોનો આક્ષે
- સ્થાનિકોને અગાઉથી નોટિસ અપાઈ હોવાનો તંત્રનો દાવો
Patan : રાજ્યમાં ગેરકાયદેસરના બાંધકામ સામે રાજ્ય સરકારે લાલ આંખ કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગેરકાયદેસરના બાંધકામ પર તંત્રનું બુલડોઝર (Bulldozing Action) ફરી રહ્યું છે. ત્યારે પાટણમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લાના રાધનપુરમાં (Radhanpur) સરકારી જમીન પર રહેલા બિનઅધિકૃત દબાણો દૂર કરાયા છે. વર્ષો જૂના આ બાંધકામો સામે તંત્રે કડક કાર્યવાહી કરી છે. સ્થાનિકોને અગાઉથી નોટિસ અપાઈ હોવાનો તંત્રનો દાવો છે, જ્યારે બીજી તરફ જાણ કર્યા વગર મકાનો તોડી પડાયા હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
Patan ના રાધનપુરમાં બુલડોઝર કાર્યવાહી!
પાટણ જિલ્લાના (Patan) રાધનપુરમાં વોર્ડ નંબર 5 માં બિનઅધિકૃત દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે. માહિતી અનુસાર, આ કાર્યવાહી હેઠળ કુલ 5734 ચોરસ મીટર જમીન દબાણમુક્ત કરાઈ છે. સિટી સર્વે નંબર 1701 માં કેટલાક મકાનો પણ તોડી પડાયા છે. વર્ષો જૂના ગેરકાયદેસર થયેલા બાંધકામોને તંત્રે તોડી પાડ્યા છે અને સરકારી જમીન ખુલ્લી કરાઈ છે.
આ પણ વાંચો - Junagadh: બાંટવા નપા પ્રમુખ પર હુમલો, લોખંડના પાઈપથી ભરી બજારે ફટકાર્યા
તંત્રનો દાવો, રોષે ભરાયેલા સ્થાનિકોના ગંભીર આરોપ
જો કે, તંત્રની આ કાર્યવાહી સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનો આરોપ છે કે કોઈ પણ પ્રકારે જાણ કર્યા વગર આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે, બીજી તરફ તંત્રે દાવો કર્યો કે અગાઉ આ અંગે સ્થાનિકોને નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યાર બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. અંદાજે 40 વર્ષથી રહેતા એક સ્થાનિકે જણાવ્યું કે, અમને જાણ કર્યા વગર મકાન તોડવામાં આવી રહ્યા છે. અમારે રહેવા માટે કોઈ આધાર નથી. અમારા બાળકોને કયા લઇને જવું? સરકાર અમને રહેવાની વ્યવસ્થા કરી આપે એવી અમારી માગ છે.
આ પણ વાંચો - Ahmedabad: વેજલપુરમાં ગૌવંશની હત્યા કરનાર 3 પકડાયા, રૂ. 4.66 લાખનો મુદ્દામાલ જપ્ત


