Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : સમરસતાનું ઉત્તમ ઉદાહરણ, રબારી પરિવારે વાલ્મિકિ સમાજની 11 દીકરીનાં સમૂહલગ્ન કરાવ્યા

આ આયોજન અન્ય સમાજો માટે પ્રેરણાદાયી અને નવી દિશા ચીંધનારો કાર્યક્રમ યાદગાર બની રહેશે.
patan   સમરસતાનું ઉત્તમ ઉદાહરણ  રબારી પરિવારે વાલ્મિકિ સમાજની 11 દીકરીનાં સમૂહલગ્ન કરાવ્યા
Advertisement
  1. Patan માં બની અન્ય સમાજ માટે પ્રેરણાદાયી ઘટના
  2. રબારી પરિવારે વાલ્મિકિ સમાજની 11 દીકરીઓનાં કરાવ્યા સમૂહલગ્ન
  3. દાગીના-ઘરવખરી સહિત કુલ 1.25 લાખનું કરિયાવર પણ આપ્યું
  4. આજે મારા માતા-પિતાનું સ્વપ્ન સાકાર થયું છે : વિકી રબારી

Patan : રાજ્યમાં દલિતો પર અત્યાચાર થયાની અનેક ઘટનાઓ અવારનવાર આપણી સમક્ષ આવતી હોય છે, જેની નકારાત્મક અસર રાજ્યની શાંતિ અને એકતા પર પડે છે. ઘણી વખત તો ઘટના ઉગ્ર હિંસાનું રૂપ પણ ધારણ કરી લેતી હોય છે, જેના કારણે જાનમાલનું મોટું નુકસાન થતું હોય છે. જો કે, આવા માહોલ વચ્ચે સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા દ્રશ્યો પાટણ જિલ્લામાંથી સામે આવ્યા છે. સરસ્વતી તાલુકામાં વાલ્મિકિ સમાજની (Valmiki Samaj) 11 દીકરીઓનાં ભવ્ય સમૂહલગ્ન યોજાયા હતા. આ સમુહલગ્નનું આયોજન કળોતરા રબારી પરિવાર (Kalotara Rabari family) દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વાલ્મિકિ સમાજનાં આગેવાનોએ પણ સહકાર આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad: વડાપ્રધાનના રોડ શૉ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'ના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવાયું

Advertisement

કળોતરા રબારી પરિવારે વાલ્મીકિ સમાજની 11 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવ્યા

પ્રાપ્ત માહિતી અનુસાર, પાટણ જિલ્લાના (Patan) સરસ્વતી તાલુકાના ગણેશપુરા ગામે આવેલા ચેહર ફાર્મ ખાતે કળોતરા રબારી પરિવાર દ્વારા વાલ્મીકિ સમાજની 11 દીકરીઓનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાલ્મિકિ સમાજનાં આગેવાનોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો હતો. આ સમૂહલગ્ન કાર્યક્રમમાં રાજ્ય સરકારનાં પૂર્વ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કર્મશીભાઈ એ આજે તેમના ફાર્મ પર વાલ્મિકિ સમાજની 11 દીકરીઓનાં સમૂહલગ્ન કરાવી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ આયોજન અન્ય સમાજો માટે પ્રેરણાદાયી અને નવી દિશા ચીંધનારો કાર્યક્રમ યાદગાર બની રહેશે. આજનાં સમયમાં જ્યાં લોકો પોતાની દીકરીઓનાં કન્યાદાનની ચિંતા કરતા હોય છે. આવા સમયે વિકીભાઈએ વાલ્મિકિ સમાજની (Valmiki Samaj) દીકરીઓનાં કન્યાદાનની ચિતા કરી છે.

આ પણ વાંચો - PM Gujarat Visit: 71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો : PM

આજે મારા માતા-પિતાનું સ્વપ્ન સાકાર થયું છે : વિકી રબારી

આ સમૂહલગ્નમાં દીકરીઓનાં પરિવાર પાસેથી એક પણ રૂપિયો લીધા વગર દરેક દુલ્હનને શણગારથી લઈ લગ્નનાં પોશાક સહિતની તમામ જરૂરી વસ્તુઓ આપવામાં આવી હતી. દરેક દુલ્હનની જિપ્સીમાં ભવ્ય એન્ટ્રી કરાવવામાં આવી હતી. આ સમૂહલગ્ન માટે ભવ્ય મંડપ તૈયાર કરાયો હતો અને એક જ મંડપ નીચે આવેલ તમામ મહેમાનોએ પણ ભોજન લીધું હતું. લગ્ન બાદ વિદાય સમયે દરેક દુલ્હનને દાગીનાં અને ઘરવખરીની જરૂરી વસ્તુઓ સાથે રૂ.1.25 લાખનું કરિયાવર આપવામાં આવ્યુ હતું. વિકી રબારીએ (Vicky Rabari) જણાવ્યું હતું કે, આજે મારા માતા-પિતાનું સ્વપ્ન સાકાર થયું છે. તેમના હસ્તે 11 દીકરીઓનાં કન્યાદાન કરાવી મારી જિંદગી ધન્ય થઈ ગઈ છે. સમૂહલગ્નમાં મોટી સંખ્યામાં વાલ્મિકિ સમાજનાં લોકો ઊમટ્યા હતા.

અહેવાલ : અખ્તર મન્સૂરી, પાટણ

આ પણ વાંચો - PM Modi in Bhuj : રોડ શો બાદ જનસભા સંબોધી, માધાપરની વીરાંગનાઓએ PM ને સિંદૂરનો છોડ આપ્યો

Tags :
Advertisement

.

×