Patan: 'પાણી નહીં તો વોટ નહીં'ના ગામ લોકોએ લગાવ્યા નારા, નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની હાકલ
- Patan: પાણી મુદ્દે પાટણના નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની હાકલ!
- નર્મદાનું સિંચાઈનું પાણી ન મળતા ગ્રામજનોમાં ભારે રોષ
- ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને અધિકારીઓની સમજાવટ નિષ્ફળ
- છેલ્લા 10 વર્ષથી પાણી વગર 700 વીઘા જમીન બની સુકીભઠ્ઠ
- ગામમાં લાગ્યા 'પાણી નહીં તો વોટ નહીં' ના આક્રમક બેનરો
- ખેતી ચોપટ થતા અનેક પરિવારો ગામમાંથી હિજરત કરવા મજબૂર
Patan: રાધનપુર (Radhanpur): ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાનું નજુપુરા (Najupura) ગામ અત્યારે સરકાર અને તંત્ર માટે ચિંતાનો વિષય બન્યું છે. છેલ્લા એક દાયકાથી સિંચાઈના પાણી (Irrigation Water) થી વંચિત રહી ગયેલા આ ગામના લોકોએ હવે મક્કમ નિર્ધાર કર્યો છે કે જો પાણી નહીં મળે, તો તેઓ આગામી ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર (Election Boycott) કરશે.
Patan: 'પાણી નહીં તો વોટ નહીં' ના બેનરો લાગ્યા
નજુપુરા ગામમાં 'પાણી નહીં તો વોટ નહીં' (No Water No Vote) ના બેનરો લાગતા જ વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી તેઓને નર્મદાનું સિંચાઈનું પાણી (Narmada Water) મળતું નથી. આ સમસ્યાને કારણે ગામની આશરે 700 વીઘા (700 Bigha Land) જેટલી ફળદ્રુપ જમીન અત્યારે સુકીભઠ્ઠ અને વેરાન બની ગઈ છે. ખેતી પર નભતા આ ગામમાં સિંચાઈના અભાવે પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક પરિવારો રોજગારી માટે હિજરત (Migration) કરવા મજબૂર બન્યા છે.
ધારાસભ્ય અને ગ્રામજનોની બેઠક
આ ગંભીર પરિસ્થિતિની જાણ થતાં સ્થાનિક ધારાસભ્ય લવિંગજી ઠાકોર (MLA Lavingji Thakor) અને નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓ (Narmada Department Officials) તાત્કાલિક નજુપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે બેઠક કરી લાંબી ચર્ચાઓ કરી હતી અને ખાતરી આપવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, વર્ષોથી મળેલા પોલા આશ્વાસનોથી કંટાળેલા ગ્રામજનોએ અધિકારીઓની વાત માનવાનો ઈન્કાર કરી દીધો છે. ગામ લોકો પોતાની માગણી પર મક્કમ છે અને જ્યાં સુધી પાણીની નક્કર વ્યવસ્થા નહીં થાય ત્યાં સુધી મતદાન નહીં કરવાનો નિર્ણય યથાવત રાખ્યો છે.
આ પણ વાંચો: Vadodara: મહિલા અનામત મુદ્દે DyCM હર્ષભાઈ સંઘવીના વિપક્ષના 'પરિવારવાદ' પર આકરા પ્રહાર


