Patan: ચાણસ્મા શહેરમાં સ્પોર્ટ્સ કલબની આડમાં ચલતું હતું જુગારધામ, SMCએ પાડી રેડ
- જુગારધામ મામલે કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરની પ્રતિક્રિયા
- અગાઉ જનમંચ કાર્યક્રમમાં જાહેરમાં કહ્યું હતું: દિનેશ ઠાકોર
- મારા વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃતિઓ ચલાવવા દઈશ નહીંઃ ધારાસભ્ય
Patan: ચાણસ્મા શહેરમાં સીટી કોમ્પ્લેક્સના અંદર નવજીવન સ્પોર્ટ્સ ક્લબ ચાલતી હતી, અને સ્પોર્ટ્સ કલબની આડમાં મોટું જુગારધામ ચાલતું હતું. SMCને બાતમી મળે છે કે અહીં મોટું જુગારધામ ચાલી રહ્યું છે તો, SMC દ્વારા રેડ કરી મોટું જુગારધામ ઝડપી પાડ્યું હતું. એટલું જ નહીં પરંતુ નવજીવન સ્પોર્ટ ક્લબની આડમાં ચાલતા આ જુગારધામમાંથી પોલીસે 33 જુગારીયાઓની ધરપકડ પણ કરી હતી. જ્યારે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુ અમૃતલાલ પટેલ સહિત પાંચ મુખ્ય આરોપીઓ હજુ ફરાર છે.આ બાબતને લઈને ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોર મહત્વની વાત જણાવી છે.
આ પણ વાંચો: Surat: 15 ફેબ્રુઆરીથી હેલ્મેટના કાયદાનું ચુસ્ત પાલન, પોલીસની 40 જેટલી ટીમે રહેશે તૈનાત
SMC એ રેઇડ કરી તેમની કામગીરીને આવકારું છુંઃ કોંગ્રેસ ધારાસભ્ય
ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્ય દિનેશ ઠાકોરે જણાવ્યું હતું કે, ચાર પાંચ મહિના પહેલા ચાણસ્મા શહેર ખાતે જનમંચ કાર્યક્રમ હતો તેમાં જાહેરમાં કહ્યું હતું કે ચાણસ્મા શહેરમાં દારૂ જુગાર અને અસામાજિક પ્રવૃતિઓ ફૂલીફાલી હતી. એટલે એ વખતે જણાવ્યું હતું એ આજે સાચું પડ્યું હતું’ ચાણસ્માના કોંગ્રેસના ધારાસભ્યે વધુમાં કહ્યું કે, ચાણસ્મા નવજીવન સ્પોર્ટ્સ કલબમાં SMC એ રેઇડ કરી તેમની કામગીરીને આવકારું છું, પરંતુ રેઇડ કરવાનું કામ સ્થાનિક પોલીસનું હોય છે પરંતુ SMC એ કર્યું એટલે હું ધન્યવાદ પાઠવું છું. ચાણસ્મા શહેરમાં ખુલે આમ દૂષણો ચાલતા હતા વારંવાર સ્થાનિક પોલીસ તેમજ જિલ્લા પોલીસને જણાવ્યા છતાં નિષફળ રહી છે.
આ પણ વાંચો: Porbandar : કુખ્યાત મેરામણ ખુંટીની હત્યા મામલે પોલીસનાં ચોંકાવનારા ખુલાસા!
ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ
ધારાસભ્ય વધુમાં જણાવતા કહ્યું હતું કે, મારા વિધાનસભા વિસ્તારમાં ગેરકાનૂની પ્રવૃતિઓ ચલાવવા દઈશ નહી! જો ચાલતી હશે અને મને જાણવા મળશે તો સ્થાનિક પોલીસને રજુઆત કરીશ જો સાંભળવામાં નહી આવે તો ગાંધીનગર મુખ્યમંત્રીને રજુઆત કરીશ. ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજુભાઇ પટેલએ હાલ ભાગેડુ છે અને પોલીસ તેમનો શોધખોળ કરી રહી છે પરંતુ રાજકીય આગેવાનો આવા કામોમાં સંડોવાય તે યોગ્ય બાબત નથી. નોંધનીય છે કે, અત્યારે ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, મળતી જાણકારી પ્રમાણે તેમને શહેર પ્રમુખ અને પક્ષના સભ્યપદેથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો