Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Patan : વર્ગખંડમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ Reel બનાવી અને સો. મીડિયા પર અપલોડ કરી!

વિદ્યાર્થી નેતા દ્વારા આ વાઇરલ વીડિયો મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસપાનો હોવાનો દાવો કરાયો છે.
patan   વર્ગખંડમાં ચાલુ પરીક્ષામાં વિદ્યાર્થીએ reel બનાવી અને સો  મીડિયા પર અપલોડ કરી
Advertisement
  1. Patan નાં સમીમાં કોલેજમાં ચાલુ પરીક્ષાનો વીડિયો વાઇરલ થતાં વિવાદ!
  2. મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ બાસપાનો વાઇરલ વીડિયો હોવાનો દાવો
  3. સમાજશાસ્ત્રનાં પેપર દરમિયાન વિદ્યાર્થી દ્વારા ફોનનો ઉપયોગ કરી રીલ બનાવી હોવાનો દાવો
  4. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સો. મીડિયા પર પોસ્ટ કરી તપાસ કરવા કરી માગ

Patan : રાજ્યમાં પરીક્ષા પહેલા પેપર ફૂટ્યાની અનેક ઘટનાઓ અગાઉ આપણી સમક્ષ આવી ચૂકી છે. ત્યારે રાજ્યમાં શિક્ષણ વિભાગની (Gujarat Education Department) કામગીરી સામે સવાલ ઊભા કરતો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી છે, તેમણે સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી દાવો કરતા લખ્યું કે, પાટણનાં સમીમાં આવેલ બાસપાની મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પરીક્ષા વર્ગખંડની અંદર એક વિદ્યાર્થી મોબાઇલ લઈને પહોંચે છે અને પ્રશ્ન પત્રની રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ મામલે વિદ્યાર્થી નેતાએ તપાસની માગ પણ કરી છે.

આ પણ વાંચો - Gujarat Congress : વધુ એક કોંગી નેતાનાં બગાવતી સૂર! મલ્લિકાર્જુન ખડગેને લખ્યો પત્ર અને કરી આ માગ

Advertisement

પાટણનાં સમીમાં ચાલુ પરીક્ષાનો વીડિયો વાઇરલ!

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા (Yuvrajsinh Jadeja) દ્વારા સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં એક વીડિયો અપલોડ કરી દાવો કરતા તેમણે લખ્યું કે, 'કોલેજની ચાલુ પરીક્ષા દરમિયાન ફક્ત વિદ્યાર્થી ફોન લઈ જાય એટલું નહીં, ચાલુ પરીક્ષા દરમિયાન ઈન્સ્ટાગ્રામમાં રીલ પણ બનાવે અને બિન્દાસ અપલોડ પણ કરે.. આ કોઈ કોલેજની બેદરકારી કે લાપરવાહી નથી, વિદ્યાર્થીઓનું સારું રિઝલ્ટ આવે, આવનાર વર્ષમાં વધારે વિદ્યાર્થીઓ એડમિશનનાં ધંધા હેડે તે માટે દરેક જગ્યાએ આવું જ ચાલે છે. ચાલુ પરીક્ષામાં બેફામ ચોરી અને ગેરરીતિ ચાલે છે, અહીંયા તો આ એક રીલ સામે આવી બાકી બધું બંધ દરવાજામાં ચાલે છે.'

Advertisement

આ પણ વાંચો - Ahmeadbad : સાતિર બંટી-બબલીની ધરપકડ, ચોરી કરવાની રીત જાણી ચોંકી ઉઠશો!

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે સો. મીડિયા પર પોસ્ટ કરી તપાસની કર માગ

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે આગળ લખ્યું કે, 'તકેદારી કે ધ્યાન રાખવાની જવાબદારી તો HNGU યુનિવર્સિટીનાં (Patan) નેજા હેઠળ આવે પરંતુ, તે પણ બધું જાણતા હોવા છતાં આંખ આડા કાન કરે છે. જોવાનું રહ્યું કે શિક્ષણ વિભાગ અને યુનિ. આ વીડિયો બહાર આવ્યા પછી શું એક્શન લે છે ?' આ સાથે વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે એમ પણ લખ્યું કે, 'મને ખોટો પાડવો હોય તો અને કોલેજ પાકસાફ હોઈ તો સંસ્થા પોતાના તમામ પેપરનાં CCTV જગજાહેર કરી શકે છે.' આ સાથે યુવરાજ સિંહે રાજ્ય શિક્ષણ વિભાગ અને શિક્ષણ મંત્રીને આ મામલે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માગ કરી છે. ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયો કે રીલની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો - Gyan Prakash Swami : જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કર્યા બાદ સ્વમીને થયું જ્ઞાન! જાણો શું કહ્યું?

Tags :
Advertisement

.

×