Ahmedabad: પતંગ હોટલના માલિકને સુરત જેલમાં ધકેલાયો, પ્લોટ આપવાની લાલચ આપી 1.56 કરોડ પડાવ્યા હતા
અમદાવાદના જાણીતા ઉદ્યોગપતિ અને ચર્ચાસ્પદ કૌભાંડના મુખ્ય આરોપીની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો સાથે લાખો-કરોડો રૂપિયાની ઠગાઈ આચરવાના કેસમાં પોલીસ કસ્ટડી પૂરી થતાં તેને સીધા જેલના સળિયા પાછળ મોકલી આપવામાં આવ્યા છે.
Advertisement
Patang Hotel Owner Arrest: અમદાવાદ (Ahmedabad) શહેરની ચકચારી પતંગ હોટલ (Patang Hotel) ના માલિક ઉમંગ ઠક્કર (Umang Thakkhar) ની મુશ્કેલીઓ વધુ એકવાર વધી ગઈ છે. છેતરપિંડીના એક ગંભીર ગુનામાં પોલીસ કસ્ટડી અને પૂછપરછના રિમાન્ડ પૂર્ણ થતા સુરત (Surat) ની કોર્ટ દ્વારા ઉમંગ ઠક્કરને સુરત જિલ્લાની કુખ્યાત લાજપોર જેલ (Lajpore Jail) માં મોકલી આપવાનો સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે, જેના પગલે તેને જેલ હવાલે કરાયા છે.

