Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: ‘પતિ, પત્ની ઔર વો’ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ, યુવતીની હત્યા કરી મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને...

Rajkot: પતિની પ્રેમિકાની પત્નીએ કરી કરપીણ હત્યાં, યુવતીની હત્યા કરી પ્રેમીની પત્ની પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હત્યાની કબુલાત કરી હતી.
rajkot  ‘પતિ  પત્ની ઔર વો’ પ્રકરણમાં ખેલાયો ખૂની ખેલ  યુવતીની હત્યા કરી મહિલા પહોંચી પોલીસ સ્ટેશન અને
Advertisement
  1. પતિની પ્રેમિકાની પત્નીએ કરી કરપીણ હત્યાં
  2. પ્રેમિકાની હત્યા કરી પત્ની જાતે જ પહોંચી પોલીસ સ્ટેશન
  3. પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હત્યાની કર્યાની કરી કબુલાત

Rajkot: ગોંડલના ધારેશ્વર મહાદેવ મંદિર પાસે વાછરારોડ પર આવેલી સ્કૂલની સામે બપોરના સુમારે રાજકોટથી પ્રેમીને મળવા આવેલી યુવતી પર પ્રેમીની પત્નીએ પાવડાનાં આડેધડ વાર કરતા યુવતીનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ. યુવતીની હત્યા કરી પ્રેમીની પત્ની પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હત્યાની કબુલાત કરી હતી. નોંધનીય છે કે, આ બનાવના પગલે એ ડીવીઝન પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.

પહેલા બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ અને પછી ખેલાયો ખૂની ખેલ

પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કોઠારીયા રણુજા મંદિર પાસે રહેતી જલ્પા ગીરધરભાઇ ભાલીયા (ઉ.24) રાજકોટથી ગોંડલ તેના પ્રેમી કિશન હાડાને મળવા આવી હતી.કિશને વાછરારોડ સ્કુલ સામે આવેલી ધીરુભાઈ ઠુમરની વાડી ભાગમાં વાવવા રાખીને બેઠી હતી. જલ્પા બપોરના ત્રણના સુમારે વાડીએ પહોંચી હતી. આ દરમિયાન કિશનની પત્ની જીજ્ઞાબેને પતિના પ્રેમ પ્રકરણની જાણ થઈ અને જલ્પાને જોઇને ઉશ્કેરાઇ હતી. રોડ પર બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વેળા ઉશ્કેરાયેલા જીજ્ઞાબેને વાડીમાંથી પાવડા વડે માથા પર આડેધડ ઘા કરતા લોહીલુહાણ હાલતમાં જલ્પા ઢળી પડી હતી.

Advertisement

આ પણ વાંચો: BZ ગ્રુપ મામલે CID ક્રાઈમે પોલીસ અધિકારીના ખાનગી બંગલામાં સર્ચ કર્યુ, સૂત્રો દ્વારા મળી જાણકારી

Advertisement

સોશિયલ મીડિયાથી પરિચયમાં આવ્યાં અને પછી થયો પ્રેમ

નોંધનીય છે કે, માથામાં ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યું હતું. કિશનનાં પિતાએ પોલીસમાં જાણ કરતા એ ડીવીઝન પોલીસના પીઆઇ. આનંદ ડામોર અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. બીજી બાજું પતિની પ્રેમિકાનું ઢીમ ઢાળી દઇ જીજ્ઞાબેન પોલીસ સ્ટેશન પહોંચી હતી. સૂત્રો અનુસાર મૃતક જલ્પા અને પરણિત કિશન સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવ્યં અને ત્યારબાદ પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને પ્રેમી પંખીડા થોડા સમય પહેલા નાશી છુટ્યા હતા. પણ પોલીસ ફરિયાદ થતા ગોંડલ પોલીસે જડપી લીધા હતા. ત્યારબાદ પણ બન્ને વચ્ચે પ્રેમ સબંધ ચાલુ રહ્યો હતો.

આ પણ વાંચો: Morbi: ટંકારા જુગારધામમાં ગેરરીતિ મામલે DGP વિકાસ સહાયની કડક કાર્યવાહી, વાંચો આ અહેવાલ

આ મામલે પોલીસ વધુ કાર્યવાહી હાથ ધરી

સવારે ગોંડલ ચોકડીએ કામ છે તેવુ તેની માતાને કહી જલ્પા ઘરેથી નીકળી અને ગોંડલ પહોંચી હતી. આ દરમિયાન બપોરે પ્રેમીને મળવા વાડીએ પહોંચતા પ્રેમીની કાળજાળ બનેલી પત્નીએ પાવડાનાં ઘા મારી હત્યા નિપજાવી હતી. પોલીસે બનાવ અંગે મૃતક જલ્પાની માતાને બનાવ અંગે જાણ કરતા રાજકોટથી તેની માતા અને ભાઇ ગોંડલ દોડી આવ્યા હતા.પોલીસે જીજ્ઞાની અટકાયત કરીને પુછપરછ શરુ કરી છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Banaskantha: દુષ્કર્મીઓની સાન ઠેકાણે લાવવા પોલીસની આકરી કાર્યવાહી! નરાધમીઓનું જાહેરમાં કાઢ્યું સરઘસ

Tags :
Advertisement

.

×