ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ બન્યું રાજયનું પ્રથમ "દીકરી ગામ"

અહેવાલ - વિશ્વાસ ભોજાણી "દીકરી ગામ..." જી હા.. "દીકરી ગામ..." રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું પ્રથમ "દીકરી ગામ" તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે "દીકરી ગામ"ની તકતીનું અનાવરણ કરવામાં...
08:40 PM Nov 03, 2023 IST | Hardik Shah
અહેવાલ - વિશ્વાસ ભોજાણી "દીકરી ગામ..." જી હા.. "દીકરી ગામ..." રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું પ્રથમ "દીકરી ગામ" તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે "દીકરી ગામ"ની તકતીનું અનાવરણ કરવામાં...

અહેવાલ - વિશ્વાસ ભોજાણી

"દીકરી ગામ..." જી હા.. "દીકરી ગામ..." રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ રાજ્યનું પ્રથમ "દીકરી ગામ" તરીકે જાહેર થયું છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના હસ્તે "દીકરી ગામ"ની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ તકે ગામમાં સંપૂર્ણ આગવી કહી શકાય એવી "સમરસ બાલિકા પંચાયત"ની રચના કરવામાં આવી હતી.

આ અવસરે આયોજિત કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં પ્રથમ એવા "દીકરી ગામ" પાયલોટ પ્રોજેક્ટનો પાટીદડ ગામથી પ્રારંભ થઈ રહ્યો છે, તે આનંદની વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહિલા સશક્તિકરણ માટે થયેલા પ્રયાસો અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, પાટીદડ ગામથી દીકરી ગામની શરૂ થયેલી આ પહેલ સમગ્ર રાજ્યના લોકો માટે પ્રોત્સાહનરૂપ બનશે.

જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવની દવેએ પ્રાસંગિક સંબોધન કરતા કહ્યું હતું કે, સમગ્ર રાજ્યમાં આ નવતર પ્રયોગ છે. જે અંતર્ગત સમગ્ર ગામમાં, જેમના દીકરી છે, ત્યાં દીકરીની નેમ પ્લેટ લગાવવામાં આવી છે. ઉપરાંત સમરસ બાલિકા પંચાયતની રચના કરાઈ છે. તેમજ ગામમાં મહિલા સશક્તિકરણ સહિતના કાર્યક્રમો પર ભાર મુકાશે.

આ તકે પી.એમ.સી. સિમેન્ટ કંપનીના પ્રતિનિધિ સંજયભાઈ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ વચ્ચે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે અન્વયે પી.એમ.સી સિમેન્ટ કંપની તેના (CSR) સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ગામની દરેક દીકરીના જન્મ સમયે સુકન્યા સમૃધ્ધિ યોજના અંતર્ગત ખાતું ખોલાવી તેમાં પ્રથમ હપ્તો જમા કરાવશે તેવી જાહેરાત કરાઈ હતી.

આ પ્રસંગે સમરસ બાલિકા પંચાયતના સરપંચ, ઉપસરપંચ તેમજ આઠ સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ નવજાત બાળકી તથા માતાઓનું વિશેષ સન્માન કરાયું હતું. તેમજ વ્હાલી દીકરી મંજૂરી હુકમોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

પાટીદડ ગામને દીકરી ગામ ઘોષિત કરવા માટે આંગણવાડીની બહેનોએ ઉઠાવેલી જહેમત અને ઘરે ઘરે જઈને કરેલા સર્વેની વિશેષ નોંધ લેવાઈ હતી અને આંગણવાડી બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં "બેટી બચાવો, બેટી પઢાઓ"ના શપથ પણ લેવામાં આવ્યા હતા

આ કાર્યક્રમમાં ગોંડલ પ્રાંત અધિકારી રાહુલ ગમારા, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદ બા ખાચર, ગામના સરપંચ મુકેશભાઈ વિરડિયા, ગોંડલ તાલુકા વિકાસ અધિકારી મિલન ઉકાવડા, દહેજ પ્રતિબંધક અધિકારી સીમાબેન શિંગાળા, ગોંડલ તાલુકા પંચાયત ઉપપ્રમુખ ચિરાગભાઈ ગોલ, ગામના ઉપસરપંચ કોકિલાબેન ખાચર, તેમજ સખી મંડળની બહેનો, મહિલાઓ, બાલિકાઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

મહત્વનું છે કે, ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત "બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના સહયોગ અને જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીના સહકાર થકી રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટીદડ ગામથી રાજ્યના પ્રથમ પાયલટ પ્રોજેક્ટ “દીકરી ગામ”નો પ્રારંભ થયો છે. આ ગામનું દરેક ઘર પોતાની દીકરી નામે ઓળખાય તે માટે તમામ ઘર પર દીકરીના નામની પ્લેટ લગાવવામાં આવી છે.

આ પણ વાંચો - ભરૂડી : ટોલનાકાના કર્મચારીઓનો યુવક પર હુમલો, વાહનમાં કરી તોડફોડ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
daughter villageGondalgondal newsGondal talukaGujarat FirstPatidad villageRajkot districtRajkot News
Next Article