Sunita Williams returns: 286 દિવસ બાદ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પરત ફર્યા , સુનિતા વિલિયમ્સનાં વતનમાં ખુશીનો માહોલ
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી 286 દિવસ બાદ પૃથ્વી પર પરત ફરેલા સુનિતા વિલિયમ્સ અંગે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યુ છે. વડાપ્રધાન મોદીએ કહ્યું ક્રૂ-9નું સ્વાગત છે. ધરતીએ તમને યાદ કર્યા. વડાપ્રધાને કહ્યું કે સુનિતા વિલિયમ્સ અને ક્રૂ-9 અવકાશયાત્રીઓએ ફરી એકવાર આપણને બતાવ્યું છે કે દ્રઢતાનો ખરેખર અર્થ શું થાય છે. PM મોદીએ કહ્યું અવકાશ સંશોધનનો અર્થ છે માનવ ક્ષમતાની સીમાઓને ઓળંગવી, સ્વપ્ન જોવાની હિંમત કરવી અને તે સપનાઓને વાસ્તવિકતામાં ફેરવવાની હિંમત રાખવી. સુનિતા વિલિયમ્સ એક અગ્રણી અને પ્રતિષ્ઠિત વ્યક્તિ, તેમણે તેમની કારકિર્દી દરમિયાન આ ભાવનાનું ઉદાહરણ આપ્યું છે. PM મોદીએ કહ્યું કે સુરક્ષિત વાપસી માટે અથાક મહેનત કરનારા તમામ પર અમને ખૂબ ગર્વ છે.
અમદાવાદમાં વિદ્યાર્થીઓએ વિજય રેલીનું આયોજન કર્યું
સુનિતા વિલિયમ પૃથ્વી પર પરત સફળ લેન્ડિંગને લઈ સ્કુલ ના વિદ્યાર્થી દ્વારા વિજય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. રાણીપ ગામની શ્રી અંબિકા વિધાલય ના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાથમા તિરંગા અને સુનિતા વિલિયમ ના પોસ્ટરો સાથે માર્ગ પર વિજય રેલી યોજી હતી. શાળાના પ્રાંગણમાં રંગબેરંગી આતશબાજી સાથે ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી. એક બીજાને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી ઉજવણી કરવામાં આવી હતી. સુનિતા વિલિયમ્સ શાળાની યુવતીઓ માટે પ્રેરણાદાયી મહિલા બનશે.
સુનિતા વિલિયમ્સ પરત આવતા પરિવારમાં ખુશીની લાગણી
સુનિતા વિલિયમ્સ પરત આવતા તેમનાં પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સનાં પિતરાઈ ભાભી જાગૃતિ પંડ્યા સાથે વાતચીત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે સુનિબેન પરત આવતા પરિવારમાં ખુશીની લાગણી છે. સુનિતાબેન ત્રણવાર ભારત આવ્યા અને તેમની સાથે મુલાકાત થઈ છે. પરિવારમાં આવી દીકરી હોવાનો ખૂબ જ ગર્વ છે. હરેન પંડ્યાજી જીવિત હતા. ત્યારે ભારત આવ્યા હતા.
વિધાનસભા અધ્યક્ષે ગૃહમાં અભિનંદન આપ્યા
સુનિતા વિલિયમ્સને વિધાનસભા હૃહમાં અભિનંદન અપાયા હતા. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગૃહમાં અભિનંદન આપ્યા હતા. તેમજ મુખ્યમંત્રીએ પણ શુભેચ્છા પાઠવી હતી. સુનિતા વિલિયમ્સનાં સફળ લેન્ડિંદગને લઈને અભિનંદન પાઠવ્યા હતા. 9 મહિના બાદ ધરતી પર સુનિતા વિલિયમ્સ પરત ફર્યા છે. ગુજરાતની અને ભારતની બેટીએ વિશ્વમાં નામ રોશન કર્યું છે. ગુજરાતની બેટી ઉપર એક એક ગુજરાતીને ગર્વ છે. ગુજરાતની બેટીને શુભેચ્છા પાઠવું છું.
Sunita Williams ના સફળ લેન્ડિંગ મુદ્દે Harsh Sanghavi ની પ્રતિક્રિયા
ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ કહ્યું હતું કે, આપણા માટે આ ખૂબ જ ગર્વની ક્ષણ છે. સુનિતા વિલિયમ્સ 9 મહિના સુધી અંતરિક્ષમાં રહ્યા. સુનિતા વિલિયમ્સે દુનિયાને નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સુનિતા વિલિયમ્સે ગુજરાતનું નામ રોશન કર્યું છે: ગેનીબેન
સુનિતા વિલિયમ્સનાં સફળ લેન્ડિગને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ નિવેદન આપ્યું હતું. ગેનીબેને સુનિતા વિલિયમ્સને શુભકામનાઓ પાઠવી હતી. સુનિતા વિલિયમ્સ 9 મહિના બાદ પરત આવ્યા છે. તેમજ સુનિતા વિલિયમ્સે ગુજરાતનું નામ રોશન કર્યું છે.
સુનિતા ઉત્તર ગુજરાતની દીકરીઃ કીરીટ પટેલ
સુનિતા વિલિયમ્સના સફળ લેન્ડિંગને લઇ કોંગ્રેસ નેતાનું નિવેદન સામે આવ્યું છે. કિરીટ પટેલે નિવેદન આપતા કહ્યું કે, સુનિતા ઉત્તર ગુજરાતની દીકરી છે. સુનિતાએ ગુજરાતની નામના વધારી છે. શક્તિશાળી મહિલા તરીકે તેમણે નામના મેળવી છે. સુનિતા વિલિયમ્સના સ્વાસ્થ્ય માટે હું શુભકામનાઓ પાઠવું છું. ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ મંગળવારે રાત્રે 3:27 વાગ્યે તેમના ચાર સાથીદારો સાથે પૃથ્વી પર પાછા ફર્યા.
આ પણ વાંચોઃ પૃથ્વી પર પાછા ફર્યા બાદ સુનિતા વિલિયમ્સને પહેલા ક્યાં લઈ જવામાં આવ્યા ? જાણો ક્યારે મળી શકશે પરિવારને?
દુનિયાને નારીશક્તિનો સંદેશ આપ્યો: પ્રફૂલ પાનસેરિયા
સુનિતા વિલિયમ્સનાં સફળ લેન્ડિગને લઈ પ્રફુલ પાનસેરિયાએ નિવેદન આપ્યું હતું કે, ભારત માટે આ ગૌરવની ક્ષણ છે. સુનિતા વિલિયમ્સે દુનિયાને નારી શક્તિનો સંદેશ આપ્યો છે.
સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ઉજવણીનો માહોલ
સુનિતા વિલિયમ્સનાં વતન ઝુલાસણમાં પણ લોકોમાં બારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઝુલાસણ કેળવણી મંડળ સંચાલિત ચીમનલાલ પુરૂષોત્તમદાસ ગજ્જર હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સુનિતા વિલિયમ્સનાં સુરક્ષિત પૃથ્વી પર આગમનને લઈ ગ્રામજનો સહિત વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ ઢોલના તાલે ગરબે ઝૂમ્યા હતા. સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ફટાકડા અને ગરબા ગાઈ ઉજવણી કરી હતી.
ફટાકડા ફોડી ઝુલાસણવાસીઓએ ઉજવણી કરી
કડી તાલુકા ના ઝુલાસણમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુનિતા વિલિયમ્સના વતન ઝુલાસણમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અવકાશ યાત્રી સુનિતા વિલિયમ્સનું યાન સફળ લેન્ડ થતા વતનવાસીઓ ઘેલા બન્યા હતા. 9 મહિના અને 13 દિવસ બાદ સુનિતા વિલિયમ્સ પૃથ્વી ઉપર પરત ફર્યા છે. સુનિતા વિલિયમ્સના વતનમાં સફળ યાન લેન્ડિંગને તાળીઓથી મોડી રાત્રે વધાવ્યું હતું. ઝુલાસણ વાસીઓએ ફટાકડા ની આતિષબાજી કરી પોતાનો હર્ષ અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ગામની દીકરી સુનિતાની સફળતાથી ઝુલાસણ વાસીઓની છાતી ગદગદ થઈ હતી.
વધુ વાંચોઃ જાણો સુનીતા વિલિયમ્સની વાપસી પર એલન મસ્કે શું કહ્યું ?