Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gondal માં લોકોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર, જાણો શું છે કારણ

દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા કરી અપીલ ગાંધી ચીંધ્યા રહે આંદોલનની ચીમકી અપાઇ Gondal: ગોંડલના ઘોઘાવદર રોડ ઉપર આવેલા હાડકા ધાર વિસ્તાર જ્યાં મૃત પશુઓના વિછેદનોની ક્રિયા કરવામાં આવતી હોવાના...
gondal માં લોકોએ પ્રાંત અધિકારીને આપ્યું આવેદનપત્ર  જાણો શું છે કારણ
  1. દસ દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી
  2. આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા કરી અપીલ
  3. ગાંધી ચીંધ્યા રહે આંદોલનની ચીમકી અપાઇ

Gondal: ગોંડલના ઘોઘાવદર રોડ ઉપર આવેલા હાડકા ધાર વિસ્તાર જ્યાં મૃત પશુઓના વિછેદનોની ક્રિયા કરવામાં આવતી હોવાના પરિણામે ઉદ્ભવતી ગંદકી અને દુર્ગંધ માથા ફાડ હોવાથી આસપાસના લતાવાસીઓ તથા કારખાનેદાર વેપારીઓ દ્વારા ચિફ ઓફિસર તથા પ્રાંત અધિકારીને રોષભેર આવેદનપત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા અન્યથા આંદોલન ની ચિમકી અપાઇ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat ACB : ઇન્ચાર્જ ફાયર ઑફિસર અને પરિવાર માટે ઑગસ્ટ મહિનો અપશુકનિયાળ

ઘોઘાવદર રોડ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું

આ સાથે સાથે ઘોઘાવદર રોડ પર હાડકાધાર વિસ્તારને કારણે લોકો પરેશાન બન્યા છે. અહીં મૃતક પશુઓના વિચ્વીછેદન કરાતા હોય હાડકાનાં ઢગ પડ્યા હોય છે. જેને કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે. દુર્ગંધથી ત્રસ્ત બનેલા આ વિસ્તારના રહીશો અને વેપારીઓ પ્રાંત કચેરી તથા નગરપાલિકાએ દોડી ઉઠ્યા હતા. ધીરુભાઈ ગજેરા, વી.પી.ઝાલા સહિતનાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઘોઘાવદર રોડ પરથી પસાર થવું પણ દુષ્કર બન્યું છે. મૃત પશુઓના વિછેદન બાદ ભયંકર દુર્ગંધ 24 કલાક ફેલાઈ રહી છે. પરિણામે અહીંના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા છે.

Advertisement

આ પણ વાંચો: મહિલાઓએ જાણવું જરૂરી છે! આ જાણકારી નહીં હોય તો થશે ચામડીનો રોગ

Advertisement

દસ દિવસ બાદ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

નોંધનીય છે કે, દુર્ગંધને કારણે કારખાનાઓમાં મજુરો પણ ટકતા નથી. તાકીદે આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે, અન્યથા દસ દિવસ બાદ ગાંધીચીંધ્યા માર્ગે આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવું જણાવ્યું હતું. વધુમાં હાડકા ધારે મૃત પશુઓના વિચ્છેદનની પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં IPL દાખલ કરવામાં આવેલ છે. જે સંદર્ભે કોર્ટ દ્વારા આ પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા અંગેનાં હુકમ પણ ફરમાવવામાં આવી છે. તેમ છતાં પણ આ પ્રવૃત્તિ બેરોકટોક ચાલે છે તેવા આક્ષેપો કર્યા હતા. બીજી બાજુ મેઘવાળ સમાજ નાં પ્રમુખ ગિરધરભાઈ સોલંકીએ જણાવ્યું કે, આ જગ્યા રાજાશાહી સમય થી ફાળવાયેલી છે. સાફસફાઇની જવાબદારી નગરપાલિકાની છે. અમે અન્યત્ર જગ્યા ફાળવવા નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે. આ અંગે તંત્રએ ગંભીરતા દાખવવી જરુરી છે.

આ પણ વાંચો: Bhavnagar: ‘અમારે ભણવું છે મરવું નથી’ જીવના જોખમે ભણવા મજબૂર બન્યા છે આ 76 વિદ્યાર્થીઓ

Tags :
Advertisement

.