ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PI Padariya: જયંતિ સરધારા સામાન્ય વાતચીતમાં જ ઉશ્કેરાઇ ગયા હતા

સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે bns ની કલમ 115(2), 351(2), 352 સહિતની કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ પીઆઇ સંજય પાદરીયા દ્વારા નોંધાવવામાં આવી વળતી ફરિયાદ 25 નવેમ્બરના રોજ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે...
07:43 AM Dec 05, 2024 IST | Vipul Pandya
સરદારધામ સૌરાષ્ટ્રના ઉપપ્રમુખ જયંતિ સરધારા વિરુદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે bns ની કલમ 115(2), 351(2), 352 સહિતની કલમ હેઠળ નોંધાઈ ફરિયાદ પીઆઇ સંજય પાદરીયા દ્વારા નોંધાવવામાં આવી વળતી ફરિયાદ 25 નવેમ્બરના રોજ શ્યામ પાર્ટી પ્લોટ ખાતે...
PI Sanjay Padariya

PI Sanjay Padariya : રાજકોટના પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર પીઆઇ પાદરીયા (PI Sanjay Padariya)એ હુમલો કર્યો હોવાના કેસમાં હવે પીઆઇ સંજય પાદરીયાએ જયંતિ સરધારાની સામે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી છે. પીઆઇ પાદરીયાએ પોલીસ ફિયાદમાં આરોપ લગાવ્યો કે જયંતિ સરધારા દ્વારા ખોડલધામ સંસ્થાને ગાળો આપી પોલીસ વિભાગ દ્વારા ઘસાતુ બોલવામાં આવ્યું હતું. સરધારાએ ખોટા આક્ષેપો કરતા ધાર્મિક સંસ્થા અને પોલીસ ડિપાર્ટમેન્ટ વિશે ન બોલવા કહેતા તેમણે ઉશ્કેરાઈ મારો કાંઠલો પકડી લાત મારી હતી.તાલુકા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી.

જયંતિભાઈ સરધારા સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ ગયા

તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં પીઆઇ સંજય પાદરીયાએજણાવ્યું હતું કે, હું હથિયારી પોલીસ ઈન્સપેકટર તરીકે જૂનાગઢ જિલ્લાના ચોકી (સોરઠ) ખાતે ફરજ બજાવું છું. ગઈ તા.25/11/2024ના રોજ લગ્ન પ્રસંગે કણકોટ રોડ ઉપર આવેલા શ્યામ પાર્ટી પ્લોટમાં ગયો હતો. ત્યારે રાત્રિના 8:30 વાગ્યા આસપાસ જયંતિભાઈ સરધારા મને મળ્યા હતા અને મારી સાથે ઉભા હતા, ત્યારે જયંતિભાઈ સરધારા સામાન્ય વાતચીતમાં જ ઉશકેરાઇ ગયા અને ખોડલધામ વિશે ખરાબ બોલવાનું ચાલુ કર્યું હતું અને ખોડલધામ સંસ્થાને ગાળો દેવા લાગ્યા તેથી મેં તેઓને કોઈ ધાર્મિક લાગણી ન દુભાય તેવુ સમજાવતા તે વધુ ઉશ્કેરાય ગયા અને પોલીસ વિભાગનું ઘસાતું બોલવા લાગ્યા હતા. જેથી મેં તેઓને આવું ન બોલવાનું સમજાવતા અને મારી સાથે હતા ત્રણેય વ્યક્તિઓએ આવું ન બોલવાનું સમજાવતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને મારો કાઠલો પકડી મને ધક્કો મારી અને પાટા પણ માર્યા હતા જેથી હું તરત જ ત્યાંથી ચાલ્યો ગયો હતો.

રાજકોટ તાલુકા પોલીસે તપાસ શરુ કરી

બનાવના દિવસે સંસ્થાનું નામ બદનામ ન થાય તેથી મેં ફરિયાદ કરવાનું ટાળ્યું હતું અને જયંતિભાઈએ મારા વિરૂધ્ધ તદ્દન ઉપજાવી કાઢેલી અને ખોટી ફરિયાદ આપી અને ત્યાર બાદ મેં મારી સાચી તપાસ કરવાની લેખિત રજુઆતો જે તે અધિકારીઓને પણ આપી છે. પીઆઇની ફરિયાદના પગલે રાજકોટ તાલુકા પોલીસે જયંતિ સરધારા વિરૂધ્ધ ભારતીય ન્યાય સહીતાની કલમ-299, 115(2), 351(3), 352, 61 મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો---Rajkot: જયંતિ સરધારા પર હુમલાને લઈને મોટા સમાચાર, Gujarat First ને હાથ લાગ્યા CCTV ફૂટેજ

Tags :
Cross FIRGujaratGujarat FirstJayanti SardharaJayanti Sardhara attackKhodaldhamPI Sanjay PadariyaRAJKOTRajkot taluka policeSardardham Saurashtra
Next Article