ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM AASHA : રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ

ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે
01:38 PM Aug 28, 2025 IST | Kanu Jani
ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે

PM AASHA : ચાલુ સિઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો આગામી તા. ૧ થી ૧૫ સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી શકશે
*************
ટેકાના ભાવે વેચાણનો મહત્તમ ખેડૂતો લાભ લઇ શકે તે માટે આગોતરા આયોજનના ભાગરૂપે અત્યારથી જ નોંધણી શરૂ કરાઇ: કૃષિ મંત્રી  રાઘવજી પટેલ (Raghavaji Patel)
*************
* રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા અનુરોધ કરતા મંત્રી શ્રી રાઘવજી પટેલ*

* ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ-સમૃદ્ધી પોર્ટલ પર વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે*
*************

PM AASHA : કૃષિ મંત્રી રાઘવજી પટેલે(Raghavaji Patel) એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પોતાના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવ પૂરા પાડવાના આશય સાથે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ વિવિધ જણશીઓની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. ચાલુ સિઝનમાં રાજ્યના મહત્તમ ખેડૂતો ટેકાના ભાવે વેચાણનો લાભ લઇ શકે તે માટે અગાઉથી જ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકની નોંધણી શરુ કરવામાં આવશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુક ખેડૂત મિત્રો આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે.

PM AASHA-વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે

આ અંગે વિગતવા-ર માહિતી આપતા કૃષિ મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બજારમાં જે તે જણસીઓના બજારભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન- Pradhan Mantri Annadata Aay Sanrakshan Abhiyan(PM AASHA) અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે. જે અંતર્ગત ચાલુ સીઝનમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનનું ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઇ શકે. એટલા માટે જ, હવેથી ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે.

રાજ્યના તમામ ખેડૂતો ખરીફ પાકો એટલે કે, મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો લાભ લઇ શકે તે માટે આગામી તા. ૧ સપ્ટેમ્બરથી ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરુ કરવામાં આવી રહી છે. ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે વિનામૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવી શકશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

PM AASHA-રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી

"ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના ૮.૫૩ લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી રૂ. ૧૬,૨૨૩ કરોડથી વધુના મૂલ્યના કુલ ૨૩.૪૭ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે. "રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લખનીય છે કે, રાજ્યમાં પાક વાવેતર શરુ થાય તે પહેલા જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂતો પાકના લઘુત્તમ ભાવને ધ્યાને રાખીને વિવિધ જણશીઓનું વાવેતર કરી શકે છે. ચાલુ વર્ષે ભારત સરકાર દ્વારા ખરીફ પાક મગફળી માટે રૂ. ૭,૨૬૩ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૪૫૨ પ્રતિ મણ), મગ માટે રૂ. ૮,૭૬૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૭૫૩ પ્રતિ મણ), અડદ માટે રૂ. ૭,૮૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૫૬૦ પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. ૫,૩૨૮ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧,૦૬૫ પ્રતિ મણ) ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : રાષ્ટ્રીય શાયર Jhaverchand Meghani ની આજે 129મી જન્મજયંતિ, જાણો તેમની નોકરીથી પત્રકારત્વ સુધીની સફર

Tags :
PM AASHAraghavaji patelSupport Price for Farmers
Next Article