PM Modi 11 મેના રોજ આવશે ગુજરાત, સોમનાથમાં 'સ્વાભિમાન પર્વ' અને વડોદરાને મળશે નવી ભેટ
- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ફરી એક વખત આવશે ગુજરાત
- 11 મેના રોજ સોમનાથ સ્વાભિમાન પર્વમાં આપશે હાજરી
- સોમનાથ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ થતા ભવ્ય ઉજવણી
- પીએમ મોદીના હસ્તે વડોદરામાં સરદારધામનું થશે લોકાર્પણ
- શ્રદ્ધા અને વિકાસના સંગમ સાથે વડાપ્રધાનનો ગુજરાત પ્રવાસ
- સોમનાથ અને વડોદરામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ફરી એકવાર પોતાના હોમ સ્ટેટ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી 11 મે ના રોજ વડાપ્રધાનના હસ્તે રાજ્યમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે.
'સોમનાથ સ્વાભિમાન પર્વ'નું ભવ્ય આયોજન
આ પ્રવાસનું મુખ્ય આકર્ષણ પ્રભાસ પાટણ ખાતે આવેલું વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિર (Somnath Temple) છે. સોમનાથ મંદિરના પુનઃનિર્માણને આ વર્ષે 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઐતિહાસિક અવસરને ઉજવવા માટે મંદિર ટ્રસ્ટ અને રાજ્ય સરકાર દ્વારા 'સોમનાથ સ્વાભિમાન પર્વ' (Somnath Swabhiman Parv) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદી પોતે સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ છે, તેથી તેઓ આ ગૌરવશાળી પ્રસંગે હાજર રહી મહાદેવની વિશેષ પૂજા-અર્ચના કરશે. આ પર્વ દ્વારા સોમનાથના ભવ્ય ઈતિહાસ અને ભારતીય સંસ્કૃતિના પુનરુત્થાનનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડવામાં આવશે.
PM Narendra Modi Vadodara Visit May 11
PM Narendra Modi 11 મેના રોજ આવશે વડોદરા
મધ્ય ગુજરાતના 'સરદારધામ'નું PMના હસ્તે થશે લોકાર્પણ
ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ PM પ્રથમવાર વડોદરા આવશે
વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કરાશે ભવ્ય અભિવાદન
અભિવાદનમાં પાટીદાર સમાજના લોકો રહેશે… pic.twitter.com/1yzwZxjimW— Gujarat First (@GujaratFirst) April 29, 2026
PM Modi વડોદરાની લેશે મુલાકાત
સોમનાથની મુલાકાત બાદ વડાપ્રધાન વડોદરા (Vadodara Visit) ની પણ મુલાકાત લેશે. વડોદરામાં તેઓ સામાજિક ઉત્થાનના પ્રતીક સમાન સરદારધામ (Sardardham) નું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ યુવાનોના શિક્ષણ અને રોજગાર માટે અત્યંત મહત્વનો સાબિત થવાનો છે. વડાપ્રધાનના આગમનને પગલે સોમનાથ અને વડોદરા બંને સ્થળોએ વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગુજરાતની જનતામાં વડાપ્રધાનના આ પ્રવાસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ મુલાકાત શ્રદ્ધા અને વિકાસના સમન્વય સમાન છે.
આ પણ વાંચો: Banaskantha : થરાદ સેશન્સ કોર્ટેનો મહત્ત્વનો ચુકાદો, દુષ્કર્મ કેસના આરોપીને સજા ફટકારીને દંડ કરાયો


