PM મોદીએ આજે રાજકારણની શકલ બદલી નાખી : CR Patil
લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) પહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ (BJP state president CR Patil) ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહ્યા છે. આજે તેઓ સુરતના ઉધનામાં આવ્યા, જ્યા તેમણે કોંગ્રેસ (Congress) ના પૂર્વ હોદ્દેદારો તથા તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટી (BJP) માં સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ની વિચારધારા સાથે જોડાવા બદલ તમામનો સ્વાગત કરું છું.
પ્રદેશ અધ્યક્ષ CR Patil એ શું કહ્યું ?
સુરત ઉધનામાં ભાજપની ઓફિસ ખાતે આજ રોજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો તથા તેમના સમર્થકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યા પ્રદેશ અધ્યક્ષે કોંગ્રેસના પૂર્વ હોદ્દેદારો તથા તેમના સમર્થકોને પોતે ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કરાવ્યું હતું. વળી આ દરમિયાન તેમણે કહ્યું કે, ભાજપમાં આપ સૌનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા સાથે જોડાવા બદલ તમામનું હું સ્વાગત કરું છું. આગળ તેમણે કહ્યું કે, આજે PM મોદીની વિચારધારાથી માત્ર દેશ જ નહીં પણ સમગ્ર વિશ્વ પણ પ્રભાવિત છે. આજે દેશને એક એવા વડાપ્રધાન મળ્યા છે કે, મોટાભાગના રાષ્ટ્રપતિઓ પણ તેમના કામની ચર્ચા કરવામાં અચકાતા નથી. તેઓ જે બોલે છે તે કરે છે. ત્યારે આવી વિચારધારા સાથે જોડાઈને ગુજરાતને અને ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ અને 2047 સુધી વિકાસ માટે આપણે પ્રયત્ન કરવાના છે.
PM મોદીએ જ્ઞાતિવાદ ખતમ કરાવ્યો : CR Patil
પ્રદેશ અધ્યક્ષ CR Patil એ કહ્યું કે, આજ દિન સુધી તમે જોયુ હશે કે રાજકારણમાં જ્ઞાતિના આધારે, ભણતરના આધારે, પ્રાંતના આધારે રાજકારણમાં પૈસાના જોર પર ઇલેક્શન જીતાડવા માટે લોકો જોર લગાડતા હતા. પણ મોદી સરકારે આજે રાજકારણની શકલ બદલી નાખી છે. યુપી અને બિહાર જેવા સ્ટેટમાં કે જ્યા જ્ઞાતિવાદ ચરમસીમાએ હતો ત્યા પણ PM મોદીએ જ્ઞાતિવાદ ખતમ કરાવ્યો છે. PM મોદીએ વિકાસના પુષ્કળ કામો કર્યા. તેમણે રામ મંદિર બનાવ્યું, 370 ની કલમ રદ કરી, અગાઉ આપેલા તમામ વચનો તેમણે પુરા કર્યા છે. 1980 થી તમામ વચનો PM મોદીએ પુરા કર્યા છે. પાટીલે કહ્યું કે, દેશના અલગ-અલગ સેક્ટરોમાં કામ કરવા માટે PM મોદી સંકલ્પબદ્ધ થયા હતા. તેમણે પહેલો સંકલ્પ ક્યો કે, મહિલાઓને અધિકાર અપાવવો જોઇએ અને તે તેઓ આપી રહ્યા છે. મહિલાઓને આર્થિકરીતે પણ સશક્ત બનાવી. અને આજ મહિલાઓને સુરક્ષિત પણ કરી. આનાથી આગળ મહિલાઓ પણ આપણા દેશનું રક્ષણ કરી શકે તેવી સંક્ષમ બની છે. અને એટલા જ માટે મહિલાઓ બોર્ડર પર જઇને કામ પણ કરી રહી છે. અને તેમને જવાબદારી પણ આપવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : ST પછી AMTS બસ ચોરી ગયો શખ્સ
આ પણ વાંચો - તરભ વાળીનાથ ધામ ખાતે ઉમટી રહ્યું છે ભક્તોનું ઘોડાપુર, પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં PM આપશે હાજરી
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ