PM Modi in Gujarat : અમદાવાદમાં PM મોદીનો 2 કિમીનો ભવ્ય રોડ શો, લોકોએ કર્યું ઉષ્માભેર સ્વાગત
- ભુજ બાદ પીએમ મોદીનો અમદાવાદમાં રોડ શો (PM Modi in Gujarat)
- શહેરનાં એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન
- 50 હાજર વધુ પાર્ટી કાર્યકર્તા, રાજ્યભરમાંથી લોકો હાજર રહ્યા
- રોડ શોનાં રૂટ પર અલગ-અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા
- 'ઓપરેશન સિંદુર'ની સફળતા બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે
PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. કચ્છ જિલ્લાનાં ભુજની (BHUJ) મુલાકાત બાદ સાંજે પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદ (Ahmedabad) આવ્યા છે. અહીં, એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા છે. જ્યારે, 50 હાજરથી વધુ કાર્યકર્તા હાજર રહ્યા છે. રોડ શો રૂટ પર અલગ-અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Pm Modi : PM મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ,જાણો 11 મોટી સિદ્ધિ વિશે
PM Modi Gujarat Visit: Ahmedabadમાં PM મોદીનો ભવ્ય રોડ શો, જુઓ લોકોનો જોમ અને જુસ્સો https://t.co/G0hXLq4tYi
— Gujarat First (@GujaratFirst) May 26, 2025
અમદાવાદમાં 2 કિમી ભવ્ય રોડ શો, રાજ્યભરમાંથી લોકો આવ્યા
વડોદરા (Vododara), દાહોદ (Dahod) અને ભુજમાં રોડ શો અને વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાંજે અમદાવાદ આવ્યા છે. અહીં, એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી પીએમ મોદીના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિશાળ જનમેદની જોવા મળી છે. રાજ્યભરમાંથી લોકો પીએમ મોદીને જોવા માટે અમદાવાદ પહોંચ્યા છે. જ્યારે, 50 હજારથી વધુ કાર્યકર્તા પણ હાજર રહ્યા છે. રોડ શોનાં રૂટ પર અલગ-અલગ 26 જેટલા સ્ટેજ તૈયાર કરાયા છે. જ્યાં વિવિધ ઝાંખી અને સાંસ્કૃતિક નૃત્યનું પ્રદર્શનનું આયોજન કરાયું છે. અંદાજિત 2 કિમી લાંબો રોડ શો પીએમ મોદી કરવાનાં છે.
PM Modi Kutch Visit : કચ્છમાં મોદીજી... પુષ્પોથી સ્વાગત... | Gujarat First@narendramodi @PMOIndia #PMModiInKutch #KutchWelcomeModi #ModiInGujarat #NarendraModi #GujaratVisit #GujaratFirst pic.twitter.com/nUiX367Ywk
— Gujarat First (@GujaratFirst) May 26, 2025
આ પણ વાંચો- ચોરવાડ નગરપાલિકાના કરાર આધારિત કર્મચારીને ACB એ લાંચ લેતા રંગે હાથ પકડ્યો
વડોદરા અને ભુજમાં પણ યોજાયો હતો ભવ્ય રોડ શો
નોંધનીય છે કે , 'ઓપરેશન સિંદુર' ની (Operation Sindoor) સફળતા બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પીએમ મોદીને આવકારવા લોકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે અમદાવાદ પહેલા વડોદરા અને કચ્છમાં પણ ભવ્ય રોડ શો (PM Modi Road Show) યોજાયો હતો, જેમાં પણ લોકોએ હર્ષોલ્લાસ સાથે પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ પણ ઉત્સાહપૂર્વક લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.
આ પણ વાંચો- Amul Dairy : અમૂલે પશુપાલકોના હિતમાં લીધો મોટો નિર્ણય, દૂધનાં ખરીદ ભાવમાં કર્યો વધારો