PM Modi in Gujarat : PM મોદીએ રૂ.150 નો સ્મારક સિક્કો, સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું, રૂ.1220 કરોડના પ્રોજેક્ટ્સની ભેટ આપી
- PM મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે (Pm Modi in Gujarat)
- પીએમ મોદીએ કેવડિયા ખાતે ઈ-બસોને લીલી ઝંડી આપી
- રૂ.150 નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ પણ બહાર પાડી
- પીએમ મોદીએ એકતા નગરમાં રૂ. 1220 કરોડનાં વિવિધ પ્રોજેક્ટ્સની આપી ભેટ
- આવતીકાલે 31 ઓક્ટોબરે સવારે 8 વાગ્યે SOU ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે
- રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં PM મોદી ભાગ લેશે
PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી બે દિવસ ગુજરાતનાં પ્રવાસે છે. સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) 150 મી જન્મજયંતી નિમિત્તે પીએમ મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. આજે તેમણે એકતા નગર (Ekta Nagar) ખાતે ઈ-બસોને લીલી ઝંડી બતાવી અને ત્યાર બાદ નર્મદા ડેમ વ્યું-પોઇન્ટ નં-1 ની મુલાકાત લીધી. પીએમ મોદીએ (PM Narendra Modi) એકતા નગરમાં રૂ.150 નાં સ્મારક સિક્કા અને સ્ટેમ્પનું લોકાર્પણ કર્યું. સાથે રૂ.1220 કરોડનાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ પણ આપી. આવતીકાલે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીને (SOU) પુષ્પાંજલિ અર્પણ કરશે અને ત્યારબાદ એકતા પરેડનું નિરીક્ષણ કરી દેશને સંબોધિત કરશે.
PM Modi in Gujarat, કેવડિયામાં પીએમ મોદીએ ઇ-બસોનું લોકાર્પણ કર્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજથી વતન ગુજરાતનાં બે દિવસની મુલાકાતે (PM Modi in Gujarat) છે. ગુજરાત પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ કેવડિયાની મુલાકાત લીધી. વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupnedra Patel), યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (Harsh Sanghavi) સહિત અન્ય નેતાઓ દ્વારા પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. જો કે, ઉતરાણ બાદ પીએમ મોદી હેલિકોપ્ટર દ્વારા કેવડિયા (Kevadia) જવાના હતા, પરંતુ ખરાબ હવામાનને પગલે વડાપ્રધાન મોદી બાય રોડ કેવડિયા પહોંચ્યા હતા. કેવડિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ ઇ-બસોનું લોકાર્પણ કર્યું હતું.
રૂ.150 નો સ્મારક સિક્કો, ટપાલ ટિકિટ બહાર પાડી, વિકાસકામોની ભેટ આપી
ઈ-બસોને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદીએ ર્મદા ડેમ વ્યું-પોઇન્ટ નં-1 ની મુલાકાત લીધી. અહીં, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ (PM Narendra Modi) સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતી નિમિત્તે એકતા નગરમાં રૂ. 150 નાં સ્મારક સિક્કા અને ટપાલ ટિકિટનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાનાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ કલ્ચરલ પ્રોગ્રામને નિહાળ્યો હતો. દરમિયાન, પીએમ મોદીએ એકતા નગર અને રાજપીપલામાં રૂ. 1,220 કરોડનાં વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું.
આ પણ વાંચો - PM Modi in Gujarat : એકતાનગર ખાતે PM Modi એ વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું
આ રહ્યા આવતીકાલનાં કાર્યક્રમો
આવતીકાલે 31 ઓક્ટોબરનાં રોજ સવારે 8 વાગ્યે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની (Sardar Vallabhbhai Patel) 150 મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય પ્રતિમા સ્ટેચ્યું ઓફ યુનિટીને (SOU) પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યાર બાદ એકતા દિવસની (National Unity Day) પ્રતિજ્ઞા લેવડાવશે અને પરેડનું નિરીક્ષણ કરશે. દરમિયાન, 'વિવિધતામાં એકતા'ની થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. માહિતી અનુસાર, પીએમ મોદી SOU ખાતે IAS-IPS સહિત 800 જેટલા તાલીમાર્થી અધિકારીઓ, લોકો સાથે વાર્તાલાપ પણ કરી શકે છે. આ કાર્યક્રમ બાદ બપોરે 12.20 વાગ્યે પીએમ મોદી કેવડિયાથી વડોદરા (Vadodara) જશે અને વડોદરાથી બપોરે 1 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો - Bhavnagar : મત્સ્યોદ્યોગ મંત્રી પુરષોત્તમભાઈ સોલંકીનો ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર, કરી આ ખાસ અપીલ