PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) હાલ 3 દિવસ ગુજરાત પ્રવાસે છે. ગઈ કાલે તેઓ સ્વાભિમાન પર્વ નિમિત્તે સોમનાથમાં (Somnath Swabhiman Parv) વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહ્યા હતા. આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. તેઓ આજે સોમનાથ, રાજકોટ અને અમદાવાદમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે. અહીં PM મોદી 5.5 કિમીના મેટ્રો ફેજને લીલી ઝંડી આપશે. ગાંધીનગરના સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રો ફેજ છે. ગાંધીનગર રાજભવન ખાતે PM મોદી રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ 12મી જાન્યુ. જર્મનીના ચાન્સલર સાથે દ્વિપક્ષીય વાર્તાલાપ કરશે.
PM મોદીનો આજનો કાર્યક્રમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર સુધીની મેટ્રો સેવાની શરૂઆત કરાવશે.સાંજે 5.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર સુધીના મેટ્રો ફેઝનું પ્રધાનમંત્રી કરાવશે ઉદ્દઘાટન.ગાંધીનગરના સચિવાલય મેટ્રો સ્ટેશનથી મહાત્મા મંદિર સુધીનો ફેઝ ખુલો મુકાશે.અત્યાર સુધી ગાંધીનગર સચિવાલય સુધીનો જ મેટ્રો ફેઝ કાર્યરત હતો.સચિવાલયથી મહાત્મા મંદિરનો 5.36 કિમીનો મેટ્રો ફેઝ શરૂ થશે.સચિવાલય,અક્ષરધામ, જૂના સચિવાલ, સેક્ટર-16, સેક્ટર-24 અને મહાત્મા મંદિર રૂટ રહેશે.મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન થી સીધા જ ગાંધીનગર રેલવે સ્ટેશન પણ જઈ શકાશે.ગાંધીનગર રેલવે સ્ટેશન સુધી જવા માટે ખાસ કોરિડોર બનાવવામાં આવ્યો.
લોખંડી પીલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો
પ્રધાનમંત્રીની ગાંધીનગર પ્રવાસને લઈને લોખંડી પીલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં 10 IPS, 20 DYSP, 50 PI, 108 PSI અને 1500 કોન્ટેબલ બદોબસ્ત રહેશે. પ્રધાનમંત્રીના સ્વાગત માટે અંદાજીત 5000 જેટલા લોકો હાજર રહેશે. જેમા મીની રોડ શો જેવો માહોલ હશે.
11 જાન્યુઆરી PM મોદી કાર્યક્રમો વિગતવાર
સોમનાથ કાર્યક્રમ (સવાર)
સોમનાથ મંદિરમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે પીએમ મોદી હાજર રહેશે
સવારે 9:45 વાગ્યે: 'શૌર્ય યાત્રા'માં ભાગ લેશે. આ યાત્રામાં 108 ઘોડાઓ જોડાશે, જે સોમનાથના રક્ષણ માટે બલિદાન આપનાર શહીદોની યાદમાં યોજાશે.
સવારે 10:15 વાગ્યે: સોમનાથ મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરશે.
સવારે 11:00 વાગ્યે: સોમનાથમાં એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરશે.
2. રાજકોટ કાર્યક્રમ (બપોર)
સોમનાથથી તેઓ રાજકોટ જશે, જ્યાં આર્થિક અને ઔદ્યોગિક વિકાસના કાર્યક્રમો છે:
બપોરે 1:35 વાગ્યે: 'વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ' (VGRC) અંતર્ગત ટ્રેડ શો અને પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે.
બપોરે 2:00 વાગ્યે: મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટેની રીજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન અને સંબોધન કરશે.
જાહેરાતો: આ પ્રસંગે તેઓ 14 ગ્રીનફિલ્ડ સ્માર્ટ GIDC એસ્ટેટની જાહેરાત અને મેડિકલ ડિવાઇસ પાર્કનું લોકાર્પણ પણ કરી શકે છે.
બપોરે 3.30 કલાકે રાજકોટ થી અમદાવાદ આવવા રવાના થશે પ્રધાનમંત્રી
3. અમદાવાદ કાર્યક્રમ (સાંજ)
સાંજે 4.45 કલાકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ પહોંચશે
સાંજે 5:15 વાગ્યે: અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના બાકીના સેક્શન (સેક્ટર 10A થી મહાત્મા મંદિર સુધી) નું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રીનું રાત્રી રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે
આવતીકાલનો ખાસ કાર્યક્રમ: આવતીકાલે (12 જાન્યુઆરી) પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લેશે.
આ પણ વાંચો: Somnath Swabhiman Parv: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભવ્ય ડ્રોન શો નિહાળ્યો