Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ RE-ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન

ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પોનું અનાવરણ ભારતના નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારાશે ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ્સ યોજાશે Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના નવીન અને નવીનીકરણીય...
gandhinagar  મહાત્મા મંદિર ખાતે ચોથી ગ્લોબલ re ઇન્વેસ્ટનું પીએમ મોદીએ કર્યું ઉદ્ઘાટન
Advertisement
  1. ચોથી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ મીટ અને એક્સ્પોનું અનાવરણ
  2. ભારતના નવીનીકરણ ઊર્જા ઉત્પાદનને 500 ગીગાવોટ સુધી વધારાશે
  3. ઇવેન્ટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ, 115થી વધુ B2B મિટિંગ્સ યોજાશે

Gandhinagar: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત સરકારના નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE) દ્વારા આયોજિત ચોથી RE-ઇન્વેસ્ટ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી મીટ એન્ડ એક્સ્પો (RE-INVEST)નું ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ 16થી 18 સપ્ટેમ્બર, 2024 દરમિયાન ગુજરાતના Gandhinagar સ્થિત મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતના કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી અને ગુજરાતના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈ આ પ્રસંગે હાજર રહ્યાં હતાં.

140 દેશોના 25,000 પ્રતિનિધિઓ કાર્યક્રમમાં ભાગ લીધો

નોંધનીય છે કે, આ સમિટમાં 40થી વધુ સત્રો, 5 પ્લેનરી ચર્ચાઓ અને 115થી વધુ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) મીટિંગ યોજાઈ હતી. આમાં 140 દેશોના 25,000 પ્રતિનિધિઓ, 200થી વધુ વક્તાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમના સહયોગી દેશો ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, જર્મની અને નોર્વે છે, જ્યારે સહયોગી રાજ્યોની વાત કરવામાં આવે તો, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને તેલંગાણાનો સમાવેશ થાય છે.

Advertisement

આ પણ વાંચો: ‘સોમ-મંગળ બે દિવસ ફરજિયાત જનતાને સાંભળો’ તમામ પોલીસ અધિકારીઓને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ

Advertisement

નોંધનીય છે કે, આ કાર્યક્રમમાં યુએસએ, યુકે, બેલ્જિયમ, યુરોપિયન યુનિયન, ઓમાન, યુએઈ, સિંગાપોર અને હોંગકોંગના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ આ સમિટમાં હાજર રહેશે. આ ઉપરાંત, આ કાર્યક્રમ ભારત અને વિશ્વભરની અગ્રણી નાણાકીય સંસ્થાઓ, રોકાણકારો, સ્ટાર્ટઅપ્સ અને પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રની મહત્વની વ્યક્તિઓને એકસાથે લાવશે.

આ પણ વાંચો: PM મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ, જુઓ આજના કાર્યક્રમની રૂપરેખા

Tags :
Advertisement

.

×