Jamnagar: બંગાળમાં ભવ્ય વિજય બાદ PM મોદી ગુજરાત પ્રવાસે, 'છોટે કાશી'માં રાત્રિ રોકાણની શક્યતા
- બંગાળમાં ભવ્ય વિજય બાદ PM મોદીનો Jamnagar પ્રવાસ!
- આગામી 10 મેના રોજ ગુજરાત આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- જામનગરના ઐતિહાસિક સર્કિટ હાઉસમાં કરી શકે છે રાત્રિ રોકાણ
- તડામાર તૈયારીઓ વચ્ચે રંગમતી ભવનને અપાઈ રહ્યો છે આધુનિક લુક
- કમિશનર અને એસપી દ્વારા સંભવિત રૂટનું કરાયું ઝીણવટભર્યું નિરીક્ષણ
- વડાપ્રધાનના આગમનને પગલે શહેરનું વહીવટી તંત્ર પૂરજોશમાં સક્રિય
Jamnagar: પશ્ચિમ બંગાળમાં ભવ્ય વિજય મેળવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM Narendra Modi) આગામી 10 મેના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાનના આ પ્રવાસને લઈને જામનગરમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી જામનગરના પ્રવાસે આવી રહ્યા હોવાથી વહીવટી તંત્ર (District Administration) દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
Jamnagar માં આગમનને લઈને તૈયારી
મળતી વિગતો મુજબ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 10 મેના રોજ જામનગર આવશે અને અહીં તેઓ રાત્રિ રોકાણ (Night Stay) કરે તેવી પણ પ્રબળ શક્યતા છે. આ માટે શહેરના ઐતિહાસિક સર્કિટ હાઉસ (Historic Circuit House) એટલે કે રંગમતી ભવનને આધુનિક બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. વડાપ્રધાનના રોકાણને ધ્યાનમાં રાખીને સર્કિટ હાઉસમાં તમામ સુવિધાઓને અપગ્રેડ કરવામાં આવી રહી છે અને સુરક્ષાના (Security Measures) કારણોસર પણ વિશેષ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે.
તંત્ર એક્શન મોડમાં
વડાપ્રધાનના આગમનને પગલે જામનગર મ્યુનિસિપલ કમિશનર (Municipal Commissioner) અને જિલ્લા પોલીસ વડા (SP) સહિતના ઉચ્ચ અધિકારીઓ એક્શન મોડમાં આવી ગયા છે. અધિકારીઓ દ્વારા વડાપ્રધાનના સંભવિત રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. રસ્તાઓનું સમારકામ, સફાઈ અને રંગરોગાનની કામગીરી પણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. બંગાળમાં જીત બાદ વડાપ્રધાન પ્રથમ વખત પોતાના વતન ગુજરાત આવી રહ્યા હોવાથી ભાજપના કાર્યકરો અને જામનગરના નાગરિકોમાં તેમના સ્વાગત માટે ભારે અને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Ahmedabad: ધો-12ની વિદ્યાર્થિનીનો આપઘાત, ધાર્યા કરતા ઓછુ પરિણામ આવતા ભર્યુ અંતિમ પગલું


