Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM Modi Kutch Visit : PM મોદીના કાર્યક્રમને સફળ બનાવવા મહત્ત્વની બેઠક યોજાઈ

બેઠકમાં વડાપ્રધાનનાં રોડ-શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છનાં નાગરિકોને સહયોગ આપવા અપીલ કરવામાં આવી હતી.
pm modi kutch visit   pm મોદીના કાર્યક્રમને સફળ બનાવવા મહત્ત્વની બેઠક યોજાઈ
Advertisement
  1. આગામી 26 મેનાં રોજ ભુજ આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Kutch Visit)
  2. પીએમ મોદીના કાર્યક્રમને સફળ બનાવવા યોજાઈ મહત્ત્વની બેઠક
  3. કચ્છનાં વિવિધ સામાજિક આગેવાના, અધિકારીઓની જિલ્લા કલેક્ટર સાથે બેઠક
  4. કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતા અને દેશભક્તિનાં રંગો સાથે PM ને આવકારવા સર્વ સમાજમાં ઉત્સાહ

PM Modi Kutch Visit : કચ્છમાં 26 મે, 2025 ના રોજ યોજાનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi ) કાર્યક્રમને લઈ તૈયારીઓને અંતિમ ઓપ આપવા આજે કલેક્ટર આનંદ પટેલનાં અધ્યક્ષસ્થાને કચ્છનાં વિવિધ સમાજ, સામાજિક, ધાર્મિક તથા વ્યવસાયિક સંસ્થાઓનાં આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાનનાં રોડ-શો અને કાર્યક્રમને ઐતિહાસિક બનાવવા કચ્છનાં નાગરિકોને રચનાત્મક અને ગુણાત્મક સહયોગ આપવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી હતી.

રોડ-શોમાં એક કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાશે

બેઠકમાં સાંસદ વિનોદ ચાવડાએ (MP Vinod Chavda) જણાવ્યું કે, “ઓપરેશન સિંદૂર” ની (Operation Sindoor) સફળતા બાદ સરહદી જિલ્લા કચ્છમાં વડાપ્રધાન મોદીનું આગમન એક ગૌરવની ક્ષણ છે. ત્યારે આ કાર્યક્રમ દેશભક્તિનો સંદેશ આપવા સાથે કચ્છની સાંસ્કૃતિક વૈવિધ્યતાને વિશ્વ સમક્ષ રજૂ કરશે. રોડ-શોમાં એક કિલોમીટર લાંબો ત્રિરંગો લહેરાશે અને વિવિધ સમાજો પોતાનાં પરંપરાગત પોશાકમાં દેશપ્રેમની ઝાંખી સાથે સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરશે. કચ્છ આ કાર્યક્રમ દ્વારા એકતાનો સંદેશ વિશ્વભરમાં પહોંચાડશે.

Advertisement

'દરેક કચ્છીએ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવું જોઈએ'

આ તકે ભુજનાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે (Bhuj MLA Keshubhai Patel) જણાવ્યું કે, હાલ વહીવટીતંત્ર દ્વારા કાર્યક્રમની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં કચ્છનાં નાગરિકોનો સહયોગ આ કાર્યક્રમને યાદગાર બનાવશે. આગેવાનોએ જ્યાં જરૂરી હોય ત્યાં સ્વયંભૂ જોડાવવું જોઈએ, જેથી કચ્છની એકતા અને ઉત્સાહ વધુ ઝળકશે અને સોનામાં સુગંધ ભળશે. ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ (MLA Trikambhai Chhanga) ઉમેર્યું કે, વડાપ્રધાન કચ્છને પોતાના પરિવારનો હિસ્સો માને છે અને તેઓએ અનેક વિકાસકાર્યોની કચ્છને ભેટ આપી છે. આ કાર્યક્રમમાં પણ કરોડોના વિકાસકામોની કચ્છ જિલ્લાને ભેટ મળવા જઈ રહી છે ત્યારે આપણા સૌ સમક્ષ કચ્છની વિવિધતા અને એકતાને વિશ્વ સમક્ષ રજૂ કરવાની આ એક અનોખી તક છે. દરેક કચ્છીએ આ ઐતિહાસિક ક્ષણનો ભાગ બનવું જોઈએ.

Advertisement

આ પણ વાંચો - Jamnagar : ACB ની સફળ ટ્રેપમાં સફાયા બે લાંચિયા પોલીસકર્મી, હેરાન નહીં કરવા માગ હતી લાંચ

કચ્છની ભાતીગળ સંસ્કૃતિને આકર્ષણનું કેન્દ્ર બનાવવા સહયોગની અપીલ

કલેકટર આનંદ પટેલે આગેવાનો સમક્ષ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી અને રોડ-શોમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને (Bhatigal culture) આકર્ષણનું કેન્દ્ર બનાવવા સહયોગની અપીલ કરી હતી. તેમણે 'ઓપરેશન સિંદૂર'ની (Operation Sindoor) સફળતામાં સેના, સરકાર અને નાગરિકોની એકતાને ઉજાગર કરવાનો પણ ઉલ્લેખ કર્યો. આ બેઠકમાં આગેવાન દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે “10,000 બહેનો સિંદૂર અને એક સમાન સાડીમાં આ કાર્યક્રમનાં માધ્યમથી દેશભક્તિનો સંદેશ આપશે, જ્યારે નિવૃત્ત સૈનિકો પણ સેનાનાં શૌર્યને સલામી આપવા હાજર રહેશે. દરેક કચ્છીએ આ કાર્યક્રમમાં જોડાવું જોઈએ.

આ પણ વાંચો - Porbandar : હીરલબા જાડેજા રિમાન્ડ મંજૂર, નિવાસસ્થાને મારામારીનાં CCTV વાઇરલ થતાં ચકચાર!

આ અગ્રણીઓ પણ બેઠકમાં હાજર રહ્યા

બેઠકમાં હાજર વિવિધ સમાજો અને સંસ્થાઓનાં આગેવાનોએ મૂલ્યવાન સૂચનો આપ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ. નાં (Gujarat Urja Vikas Nigam Ltd.) એમ.ડી. જયપ્રકાશ શિવહરે, PGVCL ના એમ.ડી. કેતન જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં નિયામક નિકુંજ પરીખ, સર્વ પ્રાંત અધિકારીઓ તથા કચ્છનાં વિવિધ સમાજો અને સંસ્થાઓનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : કૌશિક છાંયા, કચ્છ 

આ પણ વાંચો - Tapi : ધાર્મિક વિધિના નામે છેતરપિંડી કરનાર ઢોંગી તાંત્રિક ઝડપાયો, 1ને વોન્ટેડ જાહેર કરાયો

Tags :
Advertisement

.

×