PM Modi's Birthday : આવતીકાલે 'સેવા દિવસ' તરીકે ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલનો ખાસ સંદેશ
- આવતીકાલે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ઊજવાશે (PM Modi's Birthday)
- ગુજરાત સહિત દેશભરમાં રક્તદાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ સંદેશ આપી રાજ્યની જનતાને કરી અપીલ
- રાજ્યભરમાં 'નમો કે નામ રક્તદાન' કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
Ahmedabad : આવતીકાલે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ (PM Modi's Birthday) છે. વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણીનાં ભાગરૂપે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક, સામાજિક અને રક્તદાન સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે, ગુજરાતમાં પણ સમગ્ર જિલ્લાઓમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણીને લઈ તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ખાસ સંદેશ આપ્યો છે.
આ પણ વાંચો - દિવ્યાંગ ઉમેદવારો માટે ખુશખબર , GSRTCમાં 571 દિવ્યાંગ ઉમેદવારોની કંડકટર કક્ષા માટે ભરતી કરાશે
PM Modi's Birthday, CM ભૂપેન્દ્ર પટેલનો ખાસ સંદેશ
આવતીકાલે એટલે કે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસને લઈને 'સેવા દિવસ'ની ઉજવણી કરાઈ રહી છે. રાજ્યભરમાં 'નમો કે નામ રક્તદાન' (Namo Ke Naam Raktadan) કાર્યક્રમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી રહ્યા છે. CM ભૂપેન્દ્ર પટેલે મહત્તમ લોકોને રક્તદાન (Blood Donation) કરવાની અપીલ કરી છે.
આ પણ વાંચો - જૂનાગઢ કેશોદમાં નિવૃત નાયબ મામલતદારે કૂવામાં ઝંપલાવીને જીવન ટુંકાવ્યું
રક્તદાન કરી દેશના વીરો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અપીલ
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાર પાડવામાં આવેલા 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) ની સફળતા બદલ દેશની વીર સેના પ્રત્યે કૃતજ્ઞતા તેમ જ ગૌરવ વ્યક્ત કરીએ. સીએમએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યું કે, સેનાના વીર જવાનોને વંદનરૂપે આજે રાજ્યભરમાં વિવિધ સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પનું (Blood Donation Camp) આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રેકોર્ડ સંખ્યામાં નાગરિકો રક્તદાન કરીને દેશના વીરો પ્રત્યે કૃતજ્ઞતા અને રાષ્ટ્રભક્તિ વ્યક્ત કરે.
આ પણ વાંચો - સુરતના પાંડેસરા વિસ્તારમાં તબીબ પર કરાયો હુમલો, બાળકને દાખલ કરવાના મામલે વાલીએ માર્યા લાફા