Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM Modi ની અપીલમાં જોડાશે Kutch University, ''નો મોટર વ્હિકલ ડે' ઉજવાશે

PM Modi ની અપીલની દેશભરમાં વ્યાપક અસર જોવા મળી છે, દુનિયા અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઇ રહી છે. ખાસ કરીને ઇંધણ અને સોના સહિતના ભાવોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જેની અસર દેશના અર્થતંત્ર અને ચલણ પર મોટી પડી રહી છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉર્જા, વિદેશ પ્રવાસ, સોનાની ખરીદી જેવા અનેક મુદ્દે કરકસર કરવા જણાવ્યું છે.
pm modi ની અપીલમાં જોડાશે kutch university    નો મોટર વ્હિકલ ડે  ઉજવાશે
Advertisement
  • PM Modi ની અપીલની દેશભરમાં વ્યાપક અસર જોવા મળી
  • કચ્છ યુનિવર્સિટી પણ વડાપ્રધાનની અપીલમાં જોડાશે
  • તમામે એક દિવસ ફરજિયાત વાહન વગર આવવાનું રહેશે
  • દર મહિને પાંચમી તારીખે રિપોર્ટ બનાવીને યુનિ.માં રજૂ કરાશે

PM Modi : વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendrabhai Modi) દ્વારા ઉર્જા, વિદેશ પ્રવાસ, સોનાની ખરીદી જેવા અનેક મુદ્દે કરકસર કરવા જણાવ્યું છે (Save Resources Appeal). તેમની અપીલની દેશભરમાં અસર જોવા મળી રહી છે. હવે કચ્છ યુનિવર્સિટી (Kutch University) પણ વડાપ્રધાનની અપીલમાં જોડાવવા જઇ રહી છે. કચ્છ યુનિવર્સિટી દ્વારા ઇંધણ બચત માટે કડક અમલીકરણ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને યુનિવર્સિટી દ્વારા અઠવાડિયામાં એક દિવસા માટે ​ફરજિયાત 'નો મોટર વ્હિકલ ડે' (No Motor Vehicle Day) ની જાહેરાત કરાઇ છે. આ સાથે અનેક પગલાં લેવામાં આવનાર છે.

આ પણ વાંચો - ગાંધીનગર-અમદાવાદને મળશે કરોડોની ભેટ, કેન્દ્રિય ગૃહ મંત્રી Amit Shah 16 અને 17 મેના રોજ રોકાશે ગુજરાતમાં

Advertisement

PM Modi, વ્યાપક અસર દેશના ખૂણે ખૂણે જોવા મળી રહી છે

દુનિયા મોટી અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઇ રહી છે. ખાસ કરીને ઇંધણ અને સોનાના ભાવોમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. જેની અસર દેશના અર્થતંત્ર અને ચલણ પર મોટી પડી રહી છે. આ વચ્ચે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ઉર્જા, વિદેશ પ્રવાસ, સોનાની ખરીદી જેવા અનેક મુદ્દે કરકસર કરવા જણાવ્યું છે. જેની વ્યાપક અસર દેશના ખૂણે ખૂણે જોવા મળી રહી છે. આ અપીલમાં ગુજરાતની કચ્છ યુનિવર્સિટી પણ જોડાઇ છે. કચ્છ યુનિ. દ્વારા અઠવાડિયામાં એક દિવસ ફરજીયાત નો મોટર વ્હીકલ ડેની ઉજવણીની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારીઓ સાઇકલ, પગપાળા અથવા તો જાહેર પરિવહનનો ફરજિયાત ઉપયોગ કરશે.

Advertisement

યુવાનોમાં જાગૃતિ અને રાષ્ટ્રભાવના જગાડવાનો હેતુ

આ સાથે કચ્છ યુનિવર્સિટીની તમામ વહીવટી મિટિંગો શક્ય હોય ત્યાં સુધી વીડિયો કોન્ફરન્સીંગ દ્વારા યોજવાની જાહેરાત કરવામાં આવી છે. તથા કચેરીઓમાં લાઇટ, પંખા અને એસીનો બિનજરૂરી ઉપયોગ ટાળીને વિજળી બચાવવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે. આ પગલાંને અસરકારતાથી લાગુ કરવા માટે દર મહિનાની પાંચ તારીખ સુધીમાં બચેલા ઇંધણનો રિપોર્ટ યુનિવર્સિટીનો મોકલવો પડશે. આ પગલાંનો મુખ્ય હેતું યુવાનોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રભાવના જગાડવાનો છે. આ આદેશને કચ્છ યુનિવર્સિટી હસ્તકની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને સંલગ્ન કોલેજોને તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યું છે.

આ પણ વાંચો - Rajkot: ધોરાજીના સુપેડીમાં સંતના અપમાનનો મામલો ગરમાયો, સાધુ સમાજના શક્તિ પ્રદર્શનથી તંત્ર દોડતું થયું

Tags :
Advertisement

.

×