Jamnagar: વડાપ્રધાન દ્વારા હાપા અને લીંબડી નવનિર્મિત રેલવે સ્ટેશનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરાયું
- જામનગરમાં બે પ્રોજેક્ટનું PM મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
- 94 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટનું કરવામાં આવ્યું લોકાર્પણ
- લીંબડી રેલવે સ્ટેશનનું સ્ટેશનનું PM મોદીના હસ્તે લોકાર્પણ
- CM ભૂપેન્દ્રભાઇ પટેલ લોકાર્પણ કાર્યક્રમમાં રહ્યા હાજર
- 10.55 કરોડના ખર્ચે તૈયાર થયું લીંબડી રેલવે સ્ટેશન
જામનગર (Jamnagar news) માં બે પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ (Virtual inauguration by Prime Minister Modi) કરવામાં આવ્યું હતું. જામનગર હાપા રેલવે સ્ટેશન (Jamnagar Hapa Railway Station) ખાતે યોજાયેલ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ લોકાર્પણ (Virtual inauguration) કરવામાં આવ્યું હતું. 94 કરોડ રૂપિયાના બે પ્રોજેક્ટનું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. દેશમાં કુલ 103 રેલવે સ્ટેશનનું લોકાર્પણ (inauguration of railway station) કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે રેલવેના અધિકારી, સાંસદ, ધારાસભ્ય સહિત ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજસ્થાનના બિકાનેર ખાતેથી #AmritBharatStationScheme હેઠળ નવીનીકરણ પામેલ ગુજરાતના 18 સહિત દેશના કુલ 103 અમૃત ભારત રેલવે સ્ટેશનોનું તેમજ ₹26,000 કરોડના અન્ય પ્રકલ્પોનું વર્ચુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું તે સમયે મુખ્યમંત્રી શ્રી… pic.twitter.com/7oK9rvScOW
— CMO Gujarat (@CMOGuj) May 22, 2025
વિકસિત ભારત બની રહ્યું છે, આપણે તેના સાક્ષી છીએ: સાંસદ
સાંસદ પૂનમ માંડમે (MP Poonam Mandam) જણાવ્યું હતું કે, વડાપ્રધાન દ્વારા આટલા બધા રેલવે સ્ટેશનને વિકસીત કરવામાં આવ્યા છે. તેમજ રેલવેની માળખાકીય સુવિધાને ધ્યાને રાખી આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જામનગર સંસદીય મત વિસ્તારના છ નવ નિર્માણ પામેલ રેલવે સ્ટેશનોનું લોકાર્પણ (inauguration of railway stations) કરવામાં આવ્યું છે. મીડીયાના માધ્મય દ્વારા હું જામનગર સંસદીય ક્ષેત્રના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.
માનનીય વડાપ્રધાનશ્રીએ આ અવસરે પાછલા 11 વર્ષમાં દેશમાં પરિવહન ક્ષેત્રે આવેલ અભૂતપૂર્વ પરિવર્તનની રૂપરેખા આપી, અમૃત ભારત રેલવે સ્ટેશનોને ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને સાર્થક કરવા સાથે કલા, સંસ્કૃતિ અને વૈવિધ્યપૂર્ણ વારસાને ઉજાગર કરનાર ગણાવ્યા હતા. તેમણે દેશવાસીઓને આ સુવિધાયુક્ત… pic.twitter.com/vcJrhzXknB
— CMO Gujarat (@CMOGuj) May 22, 2025
લીંબડી રેલ્વે સ્ટેશનને રૂપિયા 10.55 કરોડને પુનવિકસીત કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar district) ના લીંબડી ખાતે આવેલ રેલ્વે સ્ટેશન (Limbdi Railway Station) નું અમૃત સ્ટેશન યોજના અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી (PM narendra Modi)ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendra Patel) ની ઉપસ્થિતિમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અધતન સુવિધાઓથી સજ્જ લીંબડી રેલ્વે સ્ટેશન (Limbdi Railway Station)ને રૂપિયા 10.55 કરોડને પુનવિકસીત કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ₹164 કરોડના ખર્ચે ગુજરાતના પુનર્વિકસિત થયેલા 18 રેલવે સ્ટેશનો પૈકી ₹10.55 કરોડના ખર્ચે પુનર્વિકસિત થયેલા લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણની તકતીનું અનાવરણ કરી રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક યાત્રી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.#AmritStation pic.twitter.com/0SG5m2gN85
— CMO Gujarat (@CMOGuj) May 22, 2025
આ પણ વાંચોઃ Corona Case: રાજકોટમાં વિદેશથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ
મુસાફરો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી
અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા (Surendranagar District) ના લીંબડી (limbdi) ખાતે આવેલ રેલ્વે સ્ટેશન (Railway Station)નું રૂપિયા 10.55 કરોડથી વધુના ખર્ચે પુનવિકાસ કરવામાં આવ્યો છે. ત્યારે આજે PM નરેન્દ્રભાઈ મોદી (PM narendra modi)ના હસ્તે વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ (CM bhupendra Patel) લીંબડી ખાતે ઉપસ્થિત રહ્યા્ હતા. અને સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે ઓપરેશન સિંદૂર (Oparation Sindoor) અંતર્ગત ભારતીય સેનાએ કરેલી કાર્યવાહી માટે સમગ્ર ગુજરાત તેમજ દેશના લોકોને ભારતીય સેના માટે ગર્વની લાગણી છે. તેમજ હાલ જિલ્લામાં કાળઝાળ ગરમીને લઇને પણ લોકોને જણાવ્યું હતું કે, અહી એટલી ગરમી લાગે છે તો આપને ત્યાં મંડપમાં વધારે લાગતી હશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ પોતાના ઉદબોધનમાં સ્વામી વિવેકાનંદ લીંબડી ખાતે આવ્યા હતા. તે પ્રસંગને પણ યાદ કર્યો હતો. લીંબડી રેલ્વે સ્ટેશનનું રૂપિયા ૧૦.૫૫ કરોડથી વધુના ખર્ચે આધુનિકરણ કરવામાં આવ્યું છે. જેમાં અધતન નવું બિલ્ડિંગ, દિવ્યાંગ મુસાફરો માટે ખાસ સુવિધાઓ, મહિલાઓ અને પુરૂષો માટે અલગ અલગ એ.સી. વેઇટીંગ રૂમ, પીવાનું શુધ્ધ પાણી તેમજ શૌચાલય સહીતની સુવિધાઓ ઉભી કરવામાં આવતા મુસાફરોને આ તમામ સુવિધાઓનો લાભ મળશે.
આ પણ વાંચોઃ ગુજરાત ફર્સ્ટની ડિજિટલ ક્ષેત્રે ઐતિહાસિક ઉડાન!, Instagram પર ગુજરાત ફર્સ્ટના 10 લાખ ફૉલોઅર્સ
મુખ્યમંત્રીએ લીંબડી રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી
મુખ્યમંત્રીએ તકતી અનાવરણ કર્યાં બાદ લીંબડી રેલ્વે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અને તમામ નવી સુવિધાઓનું નિરિક્ષણ પણ કર્યું હતું. આ તકે લોકસભાના સાંસદ ચંદુભાઈ શિહોરા, જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, ધારાસભ્યો કિરીટસિંહ રાણા, જગદીશભાઈ મકવાણા, પ્રકાશ વરમોરા, પી.કે.પરમાર સહિત રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો સહિત ભાવનગર રેલવે વિભાગના ડીઆરએમ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોનાની રી-એન્ટ્રી! અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ