Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : રીલબાજ અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી, 300 થી વધુ એકાઉન્ટ ડીલીટ

સુરત પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં રીલ મુકી દહેશત ઉભી કરનાર 300 થી વધુ એકાઉન્ટ ડિલીટ કર્યા છે. તેમજ પોલીસ દ્વારા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
surat   રીલબાજ અસામાજિક તત્વો પર પોલીસની કાર્યવાહી  300 થી વધુ એકાઉન્ટ ડીલીટ
Advertisement
  • સુરત પોલીસે 300થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા
  • અસામાજિક તત્વોના સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યા
  • ક્રાઈમ બ્રાન્ચ પોલીસે સોશિયલ મીડિયા પર રાખી હતી વોચ

સોશિયલ મીડિયામાં અસામાજીક તત્વો દ્વારા રીલ બનાવી અપલોડ કરી લોકોમાં દહેશત ઉભી કરવામાં આવતી હોય છે. ત્યારે આવા અસામાજીક તત્વો સામે સુરત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા છેલ્લા કેટલાય સમયથી આવા અસામાજીક તત્વોનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પર નજર રાખવામાં આવી રહી હતી. પોલીસ દ્વારા તેઓની સામે ગુનો નોંધી તેઓનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરવાની તજવીજ હાથ ધરી હતી.

Advertisement

રિલબાજ અસામાજિક તત્વો પર રાખી રહી છે બાજ નજર

સુરત શહેર પોલીસ દ્વારા રિલબાજ અસામાજીક તત્વો સામે લાલ આંખ કરી છે. જેમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં રીલ બનાવી લોકોમાં દહેશત ઉભી કરવામાં આવતી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર સતત વોચ રાખવામાં આવતી હતી. પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચપ્પુ સહિત લોકોમાં દહેશત ફેલાય તેવી રીલ મળી આવી હતી. જે તમામ અસામાજીક તત્વોને પોલીસ દ્વારા પકડી પાડી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. પોલીસે રિલબાજ અસામાજિક તત્વો વિરૂદ્ધ ગુનો નોંધી તેમના 300 થી વધુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કર્યા છે. તેમજ પોલીસની આ કાર્યવાહીથી લોકોમાં ભય ફેલાવનાર અસામાજિક તત્વોમાં જ હવે ભય ઉભો થયો છે. આવા અસામાજિક તત્વો પોલીસ કાર્યવાહીથી બચવા જાતે જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ડીલીટ કરતા થયા છે. હાલ પણ પોલીસ દ્વારા આવા રિલબાજ અસામાજિક તત્વો પર બાજ નજર રાખવામાં આવી રહી છે.

Advertisement

આ પણ વાંચોઃ Rajkot: ગુજરાતની "આંટીવાળી પાઘડી" PM મોદીને ભેટ આપશે, જાણો પાઘડીની ખાસિયતો

લોકોમાં અવરનેસ આવતા 300 થી વધુ લોકોએ એકાઉન્ટ ડીલીટ કર્યા

આ બાબતે સુરત ક્રાઈમ બ્રાન્ચ DCP પી.બી. રોજિયાએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર કેટલાક લોકો અલગ અલગ પ્રકારની રીલ્સ બનાવીને મુકતા હોય છે. જેમાં ચપ્પુ સાથે, પિસ્તલ સાથે તેમજ અન્ય સાધનો સાથે રીલ્સ બનાવી લોકોને પ્રભાવિત કરવામાં આવતા હોય છે. તેમજ ગેરમાર્ગે પણ દોરવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે આવા લોકોને પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા. તેમજ તેઓને સમજાવવામાં પણ આવ્યું હતુ જે બાદ તેઓ દ્વારા સોશિયલ મીડિયા પરથી પોતાના એકાઉન્ટ ડીલીટ કર્યા હતા. જે બાદ લોકોમાં અવરનેસ આવતા 300 થી વધુ લોકોએ પોલીસની હાજરીમાં પોતાના એકાઉન્ટ ડીલિટી કર્યા હતા.

આ પણ વાંચોઃ Narmada: જો ભાઈ....એ શર્મા....સભ્યતાથી વાત કર, ધારાસભ્ય ચૈતર વસાવા અને DySp વચ્ચે ઘર્ષણ

Tags :
Advertisement

.

×