Police Commemoration Day : રાજ્યભરમાં શહીદ પોલીસજવાનોને શ્રદ્ધાંજલિ આપી તેમની બહાદુરીને યાદ કરાઈ
- Police Commemoration Day એ શહીદોને શ્રદ્ધાંજલિ
અમદાવાદ કમિશનર કચેરી ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો
વિકાસ સહાયની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી
સુરતના અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન
કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરી
Police Commemoration Day : રાજ્યમાં આજે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો. અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), સુરત સહિતનાં જિલ્લાઓમાં આજે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. અમદાવાદમાં પોલીસ કમિશનર કચેરી ખાતે રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાય (Vikas Sahay) તેમ જ અમદાવાદ અને ગાંધીનગરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહીદ સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું હતું. જ્યારે સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harsh Sanghvi) સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ, જવાનોએ શહીદ સંભારણા પરેડ કાર્યક્રમમાં ભાગ લઈ શૂરવીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પણ વાંચો - Diwali દરમિયાન સમગ્ર રાજ્યમાં 108 ઈમરજન્સી સેવામાં નોંધપાત્ર વધારો
Surat માં Police Parade Ground ખાતે પોલીસ શહીદ સંભારણા પરેડ | Gujarat First
પોલીસ શહીદ દિવસ નિમિત્તે શૂરવીર જવાનોને શ્રદ્ધાંજલિ
કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હાજર
શહીદોના પરાક્રમને નમન કરવા સુરત પોલીસની વિશેષ પરેડ
દેશ માટે બલિદાન આપનારા શહીદોને સલામી સાથે… pic.twitter.com/J7rd37oOqA— Gujarat First (@GujaratFirst) October 21, 2025
અમદાવાદ કમિશનર કચેરી ખાતે Police Commemoration Day યોજાયો
અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતે આજે પોલીસ સંભારણા દિવસ (Police Commemoration Day) મનાવવા સાથે શહીદ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે. વર્ષ 2024-25 દરમિયાન ગુજરાત સહિત દેશભરમાં ફરજ દરમિયાન શહીદ બહાદુર પોલીસકર્મીઓને યાદ કરવામાં આવ્યા. રાજ્યનાં પોલીસવડા વિકાસ સહાય તેમ જ અમદાવાદ અને ગાંધીનગરનાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં શહીદોનાં સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી મૌન પાળવામાં આવ્યું. અલગ-અલગ રાજ્યોમાં ચાલુ વર્ષ દરમિયાન 100 થી વધુ પોલીસકર્મીઓ શહીદ થયા છે. તેમની બહાદુરી અને ફરજ પ્રત્યેની સમર્પણ ભાવનાને સલામ કરવા માટે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાયા. પોલીસ સંભાવના દિવસની સાથે દિવાળીનો તહેવાર પણ હોવાથી રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં સ્થાનિક પોલીસ દ્વારા શહીદ થયેલા પોલીસકર્મીઓનાં પરિવારજનોને મળીને સાંત્વના પણ આપવામાં આવી.
આ પણ વાંચો - Gujarat BJP: પ્રદેશ ભાજપ સંગઠનનો તખ્તો તૈયાર થશે, જાણો કોને મળશે સ્થાન
સુરતમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી
સુરતમાં (Surat) અઠવા લાઇન્સ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે શહીદ સંભારણા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવી (DyCM Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસનાં જવાનો હાજર રહ્યા હતા. પોલીસ શહીદ દિવસ (Police Martyrs' Day) નિમિત્તે શૂરવીર જવાનોએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહીદોનાં પરાક્રમને નમન કરવા સુરત પોલીસ તંત્રે વિશેષ પરેડનું આયોજન કર્યું હતું. દેશ માટે બલિદાન આપનાર શહીદોને સલામી સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા.
આ પણ વાંચો - Gujarat: નવા વર્ષની શરૂઆત થતા અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી


