Porbandar: 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી અનોખી ઉજવણી, મધદરિયે ધ્વજવંદન
- Porbandar: દરિયામાં કડકડતી ઠંડીમાં ધ્વજવંદન
- 26 જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી
- દરિયાનો ભય દૂર થાય તે પ્રકારની ઉજણવી
Porbandar: આજે દેશમાં 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરના ઘૂઘવતા દરિયામાં તરવૈયાઓ ઉત્સાહભેર દરિયામાં કડકડતી ઠંડીમાં ધ્વજવંદન કરી 26 જાન્યુઆરીની અનોખી રીતે ઉજવણી કરી હતી. પોરબંદર સહિત સમગ્ર ભારતમાં આજે 77માં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહ ઉમંગ સાથે ઊજવણી થઈ રહી છે.
ઘૂઘવાતા દરિયામાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન
દરેક જિલ્લામાં 77માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિતના કાર્યકમો યોજાયા રહ્યા છે. તેમજ દેશને આઝાદીમાં જેમનો મહત્વનો ફાળો છે એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી જન્મભૂમિ પોરબંદરમાં 75માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના તરવૈયાઓ દ્વારા ઘૂઘવાતા દરિયામાં કડકડતી ઠંડી વચ્ચે ધ્વજવંદન કરી અનોખી રીતે ગણતંત્ર દિવસની ઉજવણી કરી હતી. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા છેલ્લા 25 વર્ષથી મધદરિયે ધ્વજવંદન કરી 26મી જાન્યુઆરી અને 15 ઓગસ્ટ ઉજવણી કરવામાં આવે છે. મધ દરિયે ધ્વજવંદન કરવાનો હેતુ યુવાનોને દરિયાનો ભય દૂર થાય અને તરણમાં રસ જાગે તે છે.
Porbandar: આજ રોજ સવારે 7.00 મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત ઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તારીખ 24 જાન્યુઆરી 2025ના રોજ 1 કિલોમીટરની સ્પર્ધા યોજાયેલી હતી જેમાં 90 સ્પર્ધકો ભાઈઓ બહેનો અને બાળકોએ ભાગ લીધેલ હતો તો 25 જાન્યુઆરી 2026ના રોજ 5 કિલોમીટરની સ્પર્ધા યોજાયેલ હતી જેમાં 32 સ્પર્ધકો ભાઈઓ બહેનો અને બાળકોએ ભાગ લીધેલ હતો.
તરવૈયાઓએ દરિયા સાથે બાથ ભીડીને પોતાનું સાહસિક પણુ દેખાડેલ
શિયાળાની કડકડતી ઠંડીમાં પોરબંદરના તરવૈયાઓએ દરિયા સાથે બાથ ભીડીને પોતાનું સાહસિક પણુ દેખાડેલ હતું. આ સ્પર્ધામાં તમામ વિજેતા ખેલાડીઓને 26 જાન્યુઆરી 2026 ના રોજ સ્વિમિંગ પોઇન્ટ ચોપાટી ખાતે સવારે મેડલ ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 26 જાન્યુઆરીના રોજ સવારે 7.00 મધદરિયે ધ્વજવંદન કરવામાં આવ્યું છે.


