ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Porbandar : 5 થી 6 યુવાન દરિયામાં નહાવા ગયા, અચાનક એક ઊંડા પાણીમાં ખેંચાયો, થયું મોત

યુવાનને બચાવવા ફાયર બ્રિગેડ મદદ લેવામાં આવી હતી. જો કે, તેમ છતાં યુવકનો જીવ બચી શક્યો નથી.
07:12 PM May 27, 2025 IST | Vipul Sen
યુવાનને બચાવવા ફાયર બ્રિગેડ મદદ લેવામાં આવી હતી. જો કે, તેમ છતાં યુવકનો જીવ બચી શક્યો નથી.
Porbandar_Gujarat_first
  1. Porbandar માં તોફાની દરિયામાં નહાવા પડેલો યુવાન ડૂબ્યો
  2. દરિયામાં 5 થી 6 યુવાન નહાવા માટે ગયા હતા
  3. ચોપાટી લોડ્સ હોટલ પાછળ નહાવા પડેલ યુવાન ડૂબ્યો
  4. યુવાનને બચાવવા ફાયર બ્રિગેડ મદદ લેવામાં આવી

પોરબંદર (Porbandar) સહિત રાજ્યનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. માવઠાનાં કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. વાવાઝોડા અને વરસાદી માહોલમાં પોરબંદરનો દરિયો પણ તોફાની બન્યો હતો. દરમિયાન, 5 થી 6 યુવક દરિયામાં ન્હાવા ગયા હતા, જ્યાં એક યુવક ડૂબ્યો હોવાની માહિતી છે. યુવાનને બચાવવા ફાયર બ્રિગેડ મદદ લેવામાં આવી હતી. જો કે, તેમ છતાં યુવકનો જીવ બચી શક્યો નથી. સ્થાનિક પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Abortion Scam : 10 થી 25 હજારમાં ગેરકાયદે ગર્ભપાત કરાવી આપતી નર્સ રંગે હાથ પકડાઈ

મિત્રો સાથે નહાવા ગયેલો યુવક દરિયામાં ડૂબ્યો

પોરબંદર જિલ્લામાં (Porbandar) એક ગોઝારી દુર્ઘટના ઘટી છે. માહિતી અનુસાર, ચોપાટી લોડ્સ હોટેલ પાછળ દરિયામાં 5 થી 6 યુવાન નહાવા માટે ગયા હતા. દરમિયાન, એક યુવક ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં ડૂબ્યો હતો. મિત્રો અને સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને (Fire Brigade) જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતા સમજી ફાયર બ્રિગેડની ટીમ ત્વરિત સ્થળે પહોંચી હતી અને યુવકની શોધખોળ આદરી હતી. કલાકોની શોધખોળ બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.

આ પણ વાંચો - Vedio: Rajkot ગોકુલધામ આવાસમાં હચમચાવી નાખે તેવી ઘટના, પોલીસે મહિલાનું નિવેદન નોંધ્યું

યુવકના મોતથી પરિવાર પર આભ તૂટ્યું!

ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ પહોંચી હતી. પોલીસે (Porbandar Police) યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી કરી છે. પોલીસનાં જણાવ્યા મુજબ, મૃતક યુવકની ઓળખ સાહિલ મલેક તરીકે થઈ છે. સાહિલ તેનાં 5 થી 6 મિત્રો સાથે દરિયામાં નહાવા માટે આવ્યો હતો, દરમિયાન તોફાની દરિયામાં તે ડૂબ્યો હતો. સાહિલનાં આકસ્મિક મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ પણ વાંચો - CCTV : Morbi ના આમરણ નજીક એસટી બસની પાછળ કાર ઘુસી જતા બે ના મોત, બે ઈજાગ્રસ્ત

Tags :
Boy drowned in Seafire brigadeGUJARAT FIRST NEWSMonsoonPorbandarPORBANDAR POLICEPorbandar SeaSahil MalekTop Gujarati News
Next Article