Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાણીયારા Porbandar માં પાણીયારા નેતાઓ હવે નથી ! કે પોરબંદરનું પાણી બચાવે.....!! 

Deep Sea Disposal Pipeline Project તાત્કાલીક અસરથી રદ કરાવવા ગુજરાત સરકારને ખારવા સમાજની રજૂઆત છે.
પાણીયારા porbandar માં પાણીયારા નેતાઓ હવે નથી   કે પોરબંદરનું પાણી બચાવે        
Advertisement
  1. ગુજરાત ખારવા સમાજની પોરબંદરમાં ઇમરજન્સી બેઠક
  2. દરિયાઇ પટ્ટીનાં દરેક ગામનાં પ્રમુખો અને આગેવાનો ઉપસ્થિતિ રહ્યા
  3. પોરબંદર જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી
  4. ગુજરાત ખારવા સમાજ સરકારને ચીમકી, જો યોજના રદ નહી થાય તો ઉગ્ર આંદોલન થશે

જેતપુર પ્રદુષિત પાણી મુદ્દે ગુજરાત ખારવા સમાજ (Kharwa Samaj) હવે એક મંચ પર આવ્યુ છે. જેતપુર Deep Sea Disposal Pipeline Project રદ કરવા ખારવા સમાજ અને પોરબંદરનાં નગરજનોની પ્રબળ માંગ છે. 'Save Porbandar Sea' અને ખારવા સમાજની સફળ જનજાગૃતિ રેલી બાદ હવે ગુજરાત ખારવા સમાજ દ્વારા પોરબંદરમાં (Porbandar) શનિવારનાં રોજ દરિયાઇ પટ્ટીનાં ગામની ઇમરજન્સી બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. સૌ પ્રથમ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.

ગુજરાત ખારવા સમાજનાં (Gujarat Kharwa Samaj) પ્રમુખ પવનભાઇ શિયાળ અને ઉપપ્રમુખ જિતુભાઇ કુહાડાની આગેવાનીમાં પોરબંદરમાં આજથી બે દિવસીય ખારવા સમાજની બેઠક શરૂ કરવામાં આવી છે. ગુજરાત ખારવા સમાજે ભાજપ સરકારને (BJP Government) સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો આ પ્રોજેકટ રદ નહી થાય તો ખારવા સમાજ ગુજરાતભરમાં ઉગ્ર આંદોલન કરશે અને કોર્ટનાં દ્વાર પણ ખખડાવાશે.

Advertisement

ગુજરાત ખારવા સમાજે જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન પત્ર

ગુજરાત ખારવા સમાજે જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, સરકાર હમેંશા સાગરખેડૂતનાં હિતને અને એના સર્વાગી વિકાસને લઈ ચિંતિત રહી છે તથા તેના ઉકેલ માટે હમેંશા સતત પ્રયત્નો કર્યા છે. ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) અને નેશનલ ગ્રીન ટ્રીબ્યુલને (National Green Tribunal) ફેકટરીઓ દ્વારા ભાદર નદી તથા અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીમાં કેમિકલયુક્ત પાણી નાખવાનું બંધ કરવાનો આદેશ કર્યા પછી સરકાર દ્વારા ઔદ્યોગિક કંપનીઓને આ કેમિકલયુક્ત પાણી પ્રોપર ટ્રીટ કરી રિયૂઝનાં આદેશ કરવાનાં બદલે આ કેમિકલ વેસ્ટ રાજ્યનાં સમુદ્રમાં નાખવા "Deep Sea Disposal Pipeline Project”ની પરવાનગી અપાતા રાજ્યનાં માછીમાર પરિવારોની આજીવિકા સાથે સમગ્ર દરિયાઈ જીવસૃષ્ટિનાં અસ્તિત્વ પર મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે.

Advertisement

આ પણ વાંચો - Rajkot : કડકડતી ઠંડીમાં બુટલેગરોની ઠંડી રૂરલ LCB એ ઉડાડી! વિદેશી દારૂ, 5 ગાડી સાથે 3 ઈસમની ધરપકડ

'ફેકટરીઓનાં કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે'

જેતપુર ખાતે 2 હજાર ઉપરાંત ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ ઉદ્યોગ ફેકટરીઓ આવેલ છે. આ તમામ ફેકટરીઓનાં કેમિકલ વેસ્ટ સમુદ્રમાં જતા સમગ્ર રાજ્યનો કાંઠા વિસ્તાર મત્સ્ય વિહોણો બની જશે. તેમ જ ખોરાકમાં ઉપયોગમાં લેવાતી માછલીઓ આ કેમિકલ વેસ્ટથી પ્રભાવિત થતાં લાખો પરિવારો ભયંકર અસાધ્ય રોગોનાં પણ શિકાર બની શકે છે. તદઉપરાંત, જેતપુરથી (Jetpur) પોરબંદર (Porbandar) સુધી ઉપલેટા, માણાવદર, કુતીયાણા વિસ્તારનાં ખેડૂતોની જમીનમાં નાખવામા આવનાર જમીની પાઈપલાઈન જો ક્યાંય પણ લીકેજ થાય તો ખેડૂતોની જમીન પણ ઝેરી કેમિકલયુક્ત બની બંજર બની શકે છે. ભૂતકાળમાં અમેરિકા જેવા દેશોએ આપણા દરિયાઈ પાણીની ગુણવત્તાની ખામીને લઈને ગુજરાતની દરિયાઈ સીમામાં જોવા મળતા કાચબા પર માઠી અસરને ધ્યાને રાખી રાજ્યમાંથી એકસપોર્ટ થતી મરીન પ્રોડકટ પર પ્રતિબંધ લાદવામાં આવેલ હતો.

આ પણ વાંચો - Ahmedabad : MLA Amit Shah શાસનાધિકારી પર બરોબરનાં બગડ્યા, કહ્યું - આને કાઢી મૂકો..!

Deep Sea Disposal Pipeline Project રદ કવા ખારવા સમાજની માગ

વધુમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠા વિસ્તારમાં જોવા મળતી વ્હેલશાર્ક, ગ્રીન સી, દરિયાઈ કાચબા, ડોલ્ફીન જેવી "Wildlife Protection" હેઠળ "શેડયુઅલ-1* માં આવતા આ દરિયાઈ જીવોનાં સંરક્ષણ પ્રત્યે માછીમારો સભાન રહી સક્રિય પણે તેનું જતન કરી રહ્યાં છે. ત્યારે આ કેમિકલ વેસ્ટ દરિયામાં ઠલવાતા આ દરિયાઈ જીવસૃષ્ટિ પણ ભૂતકાળ બની જશે. એક તરફ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત "સ્વચ્છ સમુદ્ર સમૃધ્ધ સમુદ્ર” દ્વારા સમુદ્ર સ્વચ્છતા માટે જાગૃતિ ફેલાવવાનો અવિરત પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે રાજ્યનાં વિવિધ વિભાગો દ્વારા જ નિયમોની એસીતેસી કરી 'Deep Sea Disposal Pipeline Project' ને મંજૂરી આપવાની બાબત સૌરાષ્ટ્રનાં સમુદ્રી જીવોની સાથે સાથે પરંપરાગત માછીમારોનાં અસ્તિત્વ પર ખતરો બની રહેશે. આ બાબત ધ્યાને લઈ રાજ્યનાં માછીમારો, મત્સ્યોદ્યોગનાં અસ્તિત્વ અને કાંઠા વિસ્તારનાં લોકોનાં આરોગ્ય સામે ખતરારૂપ Deep Sea Disposal Pipeline Project તાત્કાલીક અસરથી રદ કરાવવા ગુજરાત સરકારને ખારવા સમાજની રજૂઆત છે તેમ પત્રના અંતમાં જણાવ્યું હતું.

અહેવાલ : કિશન ચૌહાણ, પોરબંદર

આ પણ વાંચો - Surat : કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR Patil ના હસ્તે 2959 આવાસોની ફાળવણી, વિપક્ષ પર આકરા પ્રહાર!

Tags :
Advertisement

.

×