Porbandar : પહલગામમાં આતંકી હુમલા બાદ હાઇએલર્ટ! પોલીસની 7 ટીમનું સર્ચ ઓપરેશન
- પહલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં (Porbandar)
- પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું
- ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ
- પોરબંદરમાં 29 જેટલા શંકાસ્પદ ઈસમોની તપાસ કરાઈ
Porbandar : જમ્મુ-કાશ્મીરનાં (Jammu and Kashmir) પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ દેશભરમાં ઘૂસી આવેલા પાકિસ્તાનીઓ અને બગ્લાદેશીઓને શોધવાની કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે ગુજરાતનાં સમુદ્ર કાંઠે વસેલું પોરબંદર શહેર હાઇ એલર્ટ પર છે. પોરબંદર પોલીસ દ્વારા મરછીનાં દંગા સહિતનાં વિસ્તારમાં કામ કરતા મજૂરોની ઓળખ માટેની કામગીરી શરૂ કરાઈ છે. જે હેઠળ 29 જેટલા શંકાસ્પદ ઇસમોની જરૂરી પુરવા એકત્રિત કરી તપાસ કરવામાં આવી છે. ઉપરાંત, સમુદ્રમાં માછીમાર કરતી માછીમારી બોટનું ચેકિંગ તેમ જ ડોક્યુમેન્ટ વેરિફિક્શન કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો -Ahmedabad: વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે ધર્મસભા યોજાઈ, પહલગામ આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલી અર્પી
શંકાસ્પદ જણાતા ઇસમોના પુરાવાની ચકાસણી કરાઈ
પહલગામમાં થયેલા આતંકી હુમલા (Pahalgam Terror Attack) બાદ સરકાર દ્વારા પાકિસ્તાનીઓને દેશ છોડવા આદેશ કરવામા આવ્યો છે અને દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલા પાકિસ્તાની અને બાગ્લદેશીઓની શોધ કરવા ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે. દરમિયાન, પોરબંદર પોલીસે (Porbandar Police) પણ બાગ્લાદેશીનોને શોધવાની કામગીરી હાથ ધરી છે. પોલીસ વિભાગ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં DySP સુરજી મહેડુ એ વિગત આપતા જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં બાંગ્લાદેશીઓને શોધવા માટે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે માટે LCB, SOG, પેરોલ ફર્લો સ્કોડ અને હાર્બર મરીન પોલીસની કુલ 7 જેટલી ટીમ બનાવી આવી છે.
આ પણ વાંચો -Gondal Controversy : અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલ વિવાદ મામલે બંને પક્ષ સામે ફરિયાદ
LCB, SOG, મરીન પોલીસની ટીમે તપાસ હાથ ધરી
DySP એ વધુમાં જણાવ્યું કે, સુભાષનગર સહિતનાં વિસ્તારમાં આવેલા મરછીનાં દંગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને શંકાસ્પદ જણાતા ઇસમોનાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતનાં જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે તેમ જ તેમના અન્ય રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ પોરબંદરનાં (Porbandar) દરિયાકાંઠા વિસ્તારમાં પણ ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. વાહન ચેકિંગ સાથે દરિયામાં હાર્બર મરીન પોલીસ (Harbor Marine Police) દ્વારા બોટનું પણ ચેંકિંગ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો -Gondal Controversy : અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડનો મામલો, 20 સામે નોંઘાયો ગુનો