Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Porbandar: દરિયાઈ વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન

Porbandar: પોરબંદર દરિયાઇ વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોવાની તસવીરો સામે આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે દરિયામાંથી બીમાર વ્યક્તિનું કોસ્ટ ગાર્ડની ટીમે રેસ્ક્યુ કર્યુ છે. મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટરને ઇમજન્સી હોવાની માહિતી મળી હતી ....
porbandar  દરિયાઈ વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન
Advertisement

Porbandar: પોરબંદર દરિયાઇ વિસ્તારમાં ભારતીય કોસ્ટ ગાર્ડનું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હોવાની તસવીરો સામે આવી રહીં છે. મળતી વિગતો પ્રમાણે દરિયામાંથી બીમાર વ્યક્તિનું કોસ્ટ ગાર્ડની ટીમે રેસ્ક્યુ કર્યુ છે. મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટરને ઇમજન્સી હોવાની માહિતી મળી હતી . નોંધનીય છે કે, ROS પોરબંદર તરફથી મેડિકલ ઇમરજન્સી માટેની માહિતી મળી હતી. આથી પોરબંદરથી 60 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક વ્યક્તિની તબિયત લથડી હતી. જેથી તેમને ભારતીય કોસ્ટ ગાર્ડનું દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

સમુદ્રમાંથી બીમાર નાવિકનું રેસ્ક્યું કરવામાં આવ્યું

મળતી વિગતો પ્રમાણે દરિયામાં ભારે પવન અને વરસાદ વચ્ચે પણ વ્યક્તિને બચાવી લેવાયો હોવાની સામે આવી છે. નોંધનીય છે કે, વિઝિબિલિટી 100 મીટરથી ઓછી હોવાથી મુશ્કેલી સર્જાઇ હતી. ઉલ્લેખનીય છે કે, દર્દીને વિમાન મારફતે પોરબંદર લાવવામાં આવ્યો હતા. ભારતીય કોસ્ટ ગાર્ડનું સમૃદ્રમાંથી દિલ ધડક રેસ્કયું કરવામાં આવ્યું છે. જેથી સમુદ્રમાંથી બીમાર નાવિકનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

દર્દીને વિમાનમાં તરત જ પોરબંદર ખાતે લાવવામાં આવ્યો

નોંધનીય છે કે, મેરીટાઇમ રેસ્ક્યુ સબ સેન્ટર, પોરબંદરને આરઓએસ (પોરબંદર) તરફથી MT ઝીલના ઓનબોર્ડ મેડિકલ ઇમરજન્સી માટેની માહિતી મળી હતી. જાણકારી એવી મળી હતી કે, પોરબંદરથી 60 નોટિકલ માઈલ દૂર દરિયામાં એક જહાજના નાવિકની તબિયત લથડી છે. જેથી MT ઝીલ પર તબીબી સ્થળાંતર માટે અજમાયશ હવામાન પરિસ્થિતિઓ હેઠળ લોન્ચ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઉચ્ચ તીવ્રતાના પવનો સાથે દરિયામાં ભારે વરસાદને કારણે વિઝિબિલિટી 100 મીટરથ ઓછી થઈ ગઈ હોવાને કારણે એરક્રાફ્ટ પોરબંદરથી લગભગ 20 કિમી દૂર એમટી ઝીલ પહોંચ્યું હતું.

આ પણ વાંચો: Guru Purnima: રાજ્યભરમાં ગુરૂ પૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી, દ્વારકા અને પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર

આ પણ વાંચો: Guru Purnima 2024: પવિત્ર તહેવાર ગુરુ પૂર્ણિમાનું મહત્વ, સદીઓથી ઉજવાઈ રહ્યો છે આ પર્વ

આ પણ વાંચો: અમદાવાદ, ગાંધીનગર સહિત મધ્ય Gujarat આવશે મુશળધાર વરસાદ, અંબાલાલ પટેલે આપી આગાહી

Tags :
Advertisement

.

×