Porbandar માં હચમચાવનારી ઘટના, નવજાત બાળકની હત્યા અને પુરાવા મિટાવવાનું ષડયંત્ર
- Porbandar માં નવજાત બાળકની હત્યાની આશંકાએ ચકચાર
- રિસામણે બેઠેલી પરણીતાએ પ્રેમી સાથે માણ્યું હતું સુખ
- ગર્ભ રહી જતા પાપ છુપાવવા રચાયું મોટું ષડયંત્ર
- પતિને જાણ થતા માધવપુર પોલીસ સ્ટેશને કરી ફરિયાદ
- જન્મેલા બાળકને હાઈવે પર દાટી દીધાની આશંકા
- પોલીસે FSLની મદદથી બાળકની શોધખોળ શરૂ કરી
પોરબંદર (Porbandar) જિલ્લાના માધવપુર ઘેડ પંથકમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. રિસામણે બેઠેલી એક પરણીતાએ પોતાના પાપને છુપાવવા માટે નવજાત બાળકની હત્યા કરી તેને દાટી દીધું હોવાની આશંકાએ સમગ્ર પંથકમાં ચકચાર મચાવી દીધી છે. આ મામલે પતિની ફરિયાદના આધારે પોલીસે તપાસનો ધમધમકાર તેજ કર્યો છે.
Porbandar: નવજાત શિશુને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત વિગતો અનુસાર, પરણીતા લાંબા સમયથી પોતાના પિયરમાં રિસામણે હતી. આ દરમિયાન તેણે પોતાના પ્રેમી (Lover) સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા, જેના પરિણામે તે ગર્ભવતી બની હતી. ગેરકાયદે સંબંધોથી જન્મેલા બાળકને કારણે સમાજમાં બદનામી થવાના ડરે પરણીતા અને તેના મળતિયાઓએ મળીને નવજાત શિશુને મોતને ઘાટ ઉતારી, તેને હાઈવે નજીક દાટી દીધું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
Porbandar Crime: પોરબંદરમાં નવજાત બાળકની હત્યાની આશંકાએ ચકચાર
રિસામણે બેઠેલી પરણીતાએ પ્રેમી સાથે માણ્યું હતું સુખ
ગર્ભ રહી જતા પાપ છુપાવવા રચાયું મોટું ષડયંત્ર
પતિને જાણ થતા માધવપુર પોલીસ સ્ટેશને કરી ફરિયાદ
જન્મેલા બાળકને હાઈવે પર દાટી દીધાની આશંકા
પોલીસે FSLની મદદથી બાળકની… pic.twitter.com/S42y9csrmK— Gujarat First (@GujaratFirst) May 1, 2026
FSL અને ડોગ સ્કોડની મદદ લેવાઈ
જ્યારે આ બાબતની જાણ પરણીતાના પતિને થઈ, ત્યારે તેણે તાત્કાલિક માધવપુર પોલીસ સ્ટેશન (Madhavpur Police Station) માં આ અંગે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એફ.એસ.એલ (FSL) અને ડોગ સ્ક્વોડ (Dog Squad) ની મદદ લેવામાં આવી છે. મેજિસ્ટ્રેટની હાજરીમાં શંકાસ્પદ સ્થળોએ ખોદકામ કરી બાળકના મૃતદેહને શોધવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કેસમાં મહિલા પોલીસ દ્વારા પરણીતાની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ હત્યાનો ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો; Rajkot માં Nursing College ની લાયબ્રેરીમાં છત પરથી પંખો પડ્યો, 3 વિદ્યાર્થિનીઓ ઇજાગ્રસ્ત


