Porbandar: માધવપુર ઘેડમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, બે દિવસમાં 13 ઇંચ વરસાદથી જળબંબાકાર
પોરબંદરના માધવપુર ઘેડમાં છેલ્લા બે દિવસમાં 13 ઇંચ જેટલો મુશળધાર વરસાદ પડતા જનજીવન ખોરવાઈ ગયું છે. મધવંતી નદીમાં આવેલા પૂરને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે, જેમાં અનેક દુકાનો અને મકાનો ડૂબી ગયા છે. પ્રખ્યાત મેળા ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
Advertisement
Heavy Rain in Madhavpur: પોરબંદર જિલ્લાના ઐતિહાસિક માધવપુર ઘેડ પંથકમાં છેલ્લા 48 કલાકથી મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. માત્ર બે દિવસના ટૂંકા ગાળામાં 13 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ખાબકતા સમગ્ર પંથક જળબંબાકારની સ્થિતિમાં મુકાઈ ગયો છે. આ અતિવૃષ્ટિના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે અને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

