Porbandar: કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના પુત્ર અને પુત્રવધુ સામે દાખલ થયો ગુનો, જાણો કારણ
- રાણાવાવ પોલીસ સ્ટેશનમાં બંન્ને સામે નોંધાયો ગુનો
- હથિયારોના લાયસન્સની શરતનો ભંગ કરતાં નોંધાઈ FIR
- પિતા બાદ પુત્ર અને પુત્રવધુ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો
Porbandar: પોરબંદર પોલીસે ગઈ કાલે કુખ્યાત ગેંગ લીડર Bhima Dula સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. પોરબંદર જિલ્લાના બોરીચા ગામથી બખરલા ગામની આસપાસ એક વ્યક્તિને ઢોર માર મારીને તેને મારી નાખવાની ધમકી આપી હતી. જે મામલે કાર્યવાહી કરવામાં આવી અને Bhima Dula ની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ અત્યારે કુખ્યાત ગેંગસ્ટર પરિવારને લઈને મહત્વના સમાચાર સામે આવ્યાં છે.
Porbandarના કુખ્યાત ગેંગસ્ટર Bhima Dulaના પરિવારની બેઠી માઠી | Gujarat First#PorbandarGangsterCrackdown #BheemaDulaUnderSiege #FamilyTroubleForBheemaDula #LicenseViolation #RanavavPolice #LakhmanOdedraFIR #SantokOdedraFIR #PorbandarCrime #BJPLeaderInTrouble #IllegalAmmunition… pic.twitter.com/tcH0Mz0ZAn
— Gujarat First (@GujaratFirst) October 19, 2024
આ પણ વાંચો: 48 ગુનાનો આરોપી Bhima Dula આખરે પોરબંદર પોલીસના સકંજામાં
હથિયારોના લાયસન્સની શરતનો ભંગ કરવા બાબતે ગુનો દાખલ
સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર પરિવાર સામે કાર્યવાહી થઈ છે. ભીમા દુલા ઓડેદરાના પુત્ર લખમણ ઓડેદરા અને પુત્રવધુ સંતોકબેન ઓડેદરા સામે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. મળતી જાણકારી પ્રમાણે હથિયારોના લાયસન્સની શરતનો ભંગ કરવા બાબતે પોલીસે ગુનો દાખલ કર્યો છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, નિયમ મુજબથી વધારે કારતુસ રાખ્યાં હતા. આ બાબતે FIR થઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: Baba Siddiqui ની હત્યાની સોપારી કેમ આ શાર્પશૂટર્સને અપાઇ ?
પોરબંદરના માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે લખમણ દુલા ઓડેદરા
મહત્વની વાત એ છે કે, ગઈ કાલે ભીમા દુલાના સામે ગુનો નોંધાયો અને તેની ધરપકડ કરવામાં આવી જ્યારે હવે તેના પુત્ર લખમણ અને પુત્રવધુ સામે FIR નોંધવામાં આવી છે. ભીમા દુલાનો પુત્ર લખમણ દુલા ઓડેદરા પોરબંદર (Porbandar)ના માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે કામગીરી કરે છે. તેના પાસે નિયમ કરતા વધારે કારતુસ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
આ પણ વાંચો: આક્ષેપોની વાત વધુ વણસી! પદ્મિનીબાએ પારસબાને આપ્યો સણસણતો જવાબ, જુઓ આ video