PORBANDAR : નવરાત્રીમાં વિધર્મીઓએ પ્રવેશ કરવો નહી : પ્રવીણ તોગડીયા
- આંતરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડીયા પોરબંદરની મુલાકાતે : ખારવા સમાજના અગ્રણી મુકેશભાઇ પાંજરીના નિવાસ સ્થાનની મુલાકાત લીધી
- મંગળ અને શનિવારે શેરી-ગલ્લીઓમાં હનુમાન ચાલીસા વધુ વધુને થાય તેમજ હનુમાન ચાલીસ વિસ્તારમાં નાના પરિવારને અનાજ કીટ ભેટ તેમજ મેડીકલ કેમ્પ વગેરે યોજવા પ્રવીણ તોગડીયાનું આહ્વાન
- જેતપુર ઉદ્યોગોનો કદડો પોરબંદરના દરિયામાં ના ઠલવાવો જોઇએ : પ્રવીણ તોગડીયા
PORBANDAR : આંતરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના સ્થાપક અને અધ્યક્ષ પ્રવીણ તોગડીયા (Pravin Togadia) હાલ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઇ રહ્યાં છે સંગઠન સાથે વિવિધ વિવિધ પાસાઓ પર ચર્ચાઓ કરી રહ્યાં છે.તેજ અંતર્ગત પ્રવીણ તોગડીયા આજે ગાંધીભુમિ પોરબંદરની મુલાકાતે આવ્યા હતા વિશ્વ હિન્દુ પરિષદ સંગઠનના તથા માછીમાર આગેવાન મુકેશભાઇ પાંજરીના નિવાસ સ્થાનની મુલાકાત લીધી હતી અને સંગઠનના હોદેદારો અને સભ્ય સાથે ચર્ચાઓ કરી હતી આ દરમિયાન મીડીયાને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રવીણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, દરેક જિલ્લાની મુલાકાત દરમિયાન આજે પોરબંદરની મુલાકાત હતી જેમાં મંગળ અને શનિવારે શેરી-ગલ્લીઓમાં હનુમાન ચાલીસાને વધુ વધુને થાય તેમજ હનુમાન ચાલીસ વિસ્તારમાં નાના પરિવારને અનાજ કીટ ભેટ તેમજ મેડીકલ કેમ્પ વગેરે યોજવા આહ્વાન કર્યુ હતુ આ સાથે પ્રવીણ તોગડીયા આકરા શબ્દોમાં કહ્યું હતુ કે, નવરાત્રી આવી રહી છે વિર્ધમીઓએ પ્રવેશ કરવો નહી તેમજ આયોજોકેને કહ્યું હતુ કે,નવરાત્રીમાં કોઇ પર પણ શંકા જાઇ તો આધારકાર્ડ ચેક કરવુ જરૂરી છે.તેમજ હાલ દેશમાં વકફ બોર્ડનો મુદો સરળગતો પ્રશ્ન છે વકફ બોર્ડના પ્રશ્નના જવાબમા પ્રવીણ તોગડીયાએ જણાવ્યુ કે દેશમાં હિન્દુ બોર્ડ છે ? તો વકફ બોર્ડની શુ જરૂરી છે તે નાબૂદ થવી જોઇએ સુધારા વધારની જરૂરી નથી તેમ પ્રવીણ તોગડીયાએ જણાવ્યુ હતુ.
જેતપુર ઉદ્યોગોનો કદડો પોરબંદરના દરિયામાં ના ઠલવાવો જોઇએ : પ્રવીણ તોગડીયા
માછીમારોના સળગતા પ્રશ્નોએ ચર્ચાઓ કરી હતી જે બાદ પ્રવીણ તોગડીયાએ જણાવ્યુ હતુ કે, ઉદ્યોગાના પાણી જે હાલ દરીયામા ઠાલવવાની વાત છે તે બંધ કરવા જોઇએ દરિયા જીવ સુષ્ટ્રીને બચાવવા અને માછીમારી ઉદ્યોગોને ટકાવી રાખવા ઉદ્યોગા પાણી પોરબંદરના કે અન્ય જિલ્લાના દરિયામાં ના જ ઠાલવવા આપણ સૌના હીતમાં છે સાથે જેતપુર ઉદ્યોગાના પ્રશ્રે પ્રવીણ તોગડીયા જણાવ્યુ કે, સરકાર જેતપુર ઉદ્યોગોનુ પાણી ટ્રીટ કરી દરિયામાં ઠાલલવવાની આયોજન કરે છે અને માછીમારો તેનો વિરોધ કરે છે દરીયાઇ જીવસુષ્ટ્રીને બચાવવા પાણી ના ઠાલવવા અને જેતપુર પાઇપલાઇન પ્રોજેક્ટ રદ કરવા અને માછીમારોના હીતમાં સરકારે નિર્ણય લેવા જણાવ્યુ હતુ આ સાથે દરિયામા થતી રાક્ષસી ફિશિગ કે જેને લાઇન – લાઇટ તથા ઘેરા ફિશિંગ તરીકે ઓળખાય છે તે દરિયાઇ માછલીઓને મુળમાંથી નાબુદ કરે અને માછીમારોને મોટું નુકશાન પહોચાડનાર જે વિર્ધમીઓ છે તેના વિરુધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે દરિયાઇ જીવસુષ્ટ્રીને બચાવવા સરકાર માછીમારોના પ્રશ્નોએ વધુ ગંભીર બને તે જરૂરી છે.
અહેવાલ - કિશન ચૌહાણ, પોરબંદર
આ પણ વાંચો -- Operation Lake: અમદાવાદમાં 1057 ચો.કી.મી. તળાવોનો વિસ્તાર ગાયબ