Porbandar: ઇન્ડિયન આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો યુવક, SOG એ ઝડપ્યો તો જાણવા મળ્યું કે...
- સૈનિક હોવાના રૂઆબ સાથે ફરતો હતો સંજય ચના ડોડીયા
- એસ.ઓ.જી.ને ખાનગી રાહે મળી હતી બાતમી
- સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે યુનિફોર્મ પહેરી ફરતા વ્યક્તિને ઝડપ્યો
Porbandar: ગુજરાતમાં કોઈ એવું ક્ષેત્ર બાકી રહ્યું નથી જેમાં નકલીનો પર્દાફાશ નથી થયો. પરંતુ હવે તો હદ થઈ ગઈ છે. પોરબંદરમાં આર્મીમેનના યુનિફોર્મમાં એક શખ્સ ઝડપાયો છે. વિગતો એવી સામે આવી છે કે, આ વ્યક્તિ આર્મીનો યુનિફોર્મ પહેરીને ફરી રહ્યો હતો. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ વ્યક્તિને ઝડપી પાડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવ્યો છે, પોરબંદર ચોપાટી પર આર્મીના યુનિફોર્મ પહેરી આંટાફેરા કરતો શખ્સને સ્પેસ્યલ ઓપરેશન ગ્રુપે દબોચી લીધો છે.
આ પણ વાંચો: Mehsana: ઠાકોર પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો, દોરીથી ગળું કપાઈ જતા યુવકનું મોત
આર્મીનો યુનિફોર્મ પહેરવાનો શોખ હતો આ યુવનાને
આ મામલે પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું કે, યુવાનને આર્મીના યુનિફોર્મ પહેરવાનો શોખ હોવાનું જણાવી રહ્યો હતો. એસ.ઓ.જી.ને મળેલ ખાનગી માહિતીના આધારે 10 પાસ સંજય ચના ડોડીયા ની ધરપકડ કરી તપાસ શરૂ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, ચોપાટી પર ઇન્ડિયન આર્મીના યુનિફોર્મમાં સૈનિક હોવાના રૂઆબ સાથે સંજય ચનાભાઈ ડોડીયા ફરતો હતો. જેની સામે અત્યારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: Amreli: ભાજપ નેતા ડૉ.ભરત કાનાબારે Jio સામે બાંયો ચઢાવી, કહ્યું - શહેરના 33% વિસ્તારમાં...
રાજ્યમાં વધી રહ્યો છે નકલીનો સિલસિલો
ખાસ કરીને વાત કરવામાં આવે તો, અત્યારે ખુબ જ નકલી નકલીનો સિલસિલો ખુબ જ વધી ગયો છે. પરંતુ સાથે પોલીસ દ્વારા પણ કાર્યવાહી અને તપાસ કરીને આવા લોકોની ધરપકડ કરી લેવામાં આવે છે. રાજ્યમાંથી અનેક વખત નકલી પોલીસ અધિકારીઓ પણ ઝડપાયા છે, જે અત્યારે જેલની હવા ખાઈ રહ્યાં છે. આ પહેલા નકલી ઓફિસ, નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ અને નકલી અધિકારીઓ પણ ઝડપાયા છે. પરંતુ અત્યારે તો એક વ્યક્તિ એવો ઝડપાયો છે જેને આર્મીનો યુનિફોર્મ પહેરીનો ફરી રહ્યો હતો.
આ પણ વાંચો: Gujarat: રાજ્યભરમાં વધી રહ્યો છે ઠંડીનો ચમકારો, મોડાસામાં નોંધાયું સૌથી ઓછુ તાપમાન