ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મા અંબાના પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપૂર, Shree Siddhi Group ના ચેરમેન Mukeshbhai Patel એ મંદિરમાં ધ્વજા અર્પણ કરી

Ambaji: Ambaji: પોષી પૂનમે જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ શુભ અસવરે USA કેમ્પના ભક્તો અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
06:04 PM Jan 13, 2025 IST | VIMAL PRAJAPATI
Ambaji: Ambaji: પોષી પૂનમે જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ શુભ અસવરે USA કેમ્પના ભક્તો અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
Ambaji
  1. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના દર્શનાર્થે પહોંચ્યા
  2. છેલ્લા 25 વર્ષથી USA કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ધજા ચઢાવે છે
  3. સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે કેમ્પના આયોજકો મંદિરે ઉપસ્થિત રહ્યા

Ambaji Temple: પોષી પૂનમે જગતજનની મા અંબાના પ્રાગટ્ય દિવસ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું. આ શુભ અસવરે USA કેમ્પના ભક્તો અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે અંબાજી મંદિરમાં ધજા અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ખાતે મોટી સંખ્યામાં માઇ ભક્તો મા અંબાના દર્શનાર્થે વહેલી સવારથી જ પહોંચ્યા હતાં. મહત્વનું છે કે, છેલ્લા 25 વર્ષથી USA કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ધજા ચઢાવે છે. સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે કેમ્પના આયોજકો અંબાજી મંદિરે ઉપસ્થિત રહ્યા હતાં.

આ પણ વાંચો: મહાકુંભમાં જોવા મળ્યા મોટી સંખ્યામાં વિદેશી શ્રદ્ધાંળુઓ, જાણો કેવો રહ્યો તેમનો અનુભવ

આજના દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે

સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલ સાથે કેમ્પના આયોજકોએ આજના વિશેષ દિવસે અંબાજી મંદિરે મા અંબાના દર્શન કરી ધજા ચઢાવી હતી. USA કેમ્પના આયોજક અને સિદ્ધિ ગ્રુપના ચેરમેન મુકેશભાઈ પટેલે મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજે પોષી પૂનમ છે તો આજના દિવસને મા અંબાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અંબાજીમાં પોષી પૂર્ણિમા મહોત્સવ દરમિયાન મંદિરમાં મહાશક્તિ યજ્ઞ, જ્યોતયાત્ર, અન્નકૂટ મહોત્સવ સહિત ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય શોભાયાત્ર પણ નીકળી હતી.

આ પણ વાંચો: શાહી સ્નાન પહેલા નાગા સાધુઓ 17 પ્રકારની વસ્તુઓનો શણગાર કરે છે, તે કઈ છે?

પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી

આજે 13 જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે ‘મા’ના જ્યોતિસ્થાન ગબ્બરની ‘અખંડ જ્યોત’માંથી જ્યોતનો અંશ લાવવામાં આવી હતી. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવી હતી. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવી હતી. ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગબ્બરથી લાવેલ જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવી હતી. ત્યાર બાદ અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે "મહાઆરતી" કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Maha kumbh 2025: પોષ પૂર્ણિમાના સ્નાન સાથે મહાકુંભનો પ્રારંભ, જુઓ PHOTOS

ભક્તજનોને દર્શન આપવા અંબાજી નગરની નગરયાત્રા નીકળવામા આવી

સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઇ અંબાજી નગરની નગરયાત્રા નીકળવામા આવી હતી. ભાદરવી પૂનમ જેવા મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે પગપાળા આવે છે. એવી જ રીતે મા અંબાના દર્શને લાખોની ભાવિક ભક્તોની ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટી પડે છે. મંદિરમાં અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને શોભાયાત્રા નગર ફરીને રંગેચંગે પુર્ણ થઈ હતી. ગુજરાત સરકારના ઉદ્યોગ મંત્રી પણ આ પ્રસંગે માતાજીના દર્શન કરવા આવ્યા હતા. ગુજરાત ફર્સ્ટ અને સિદ્ધિ ગ્રુપના મુકેશભાઈ પટેલ અને તેમના મિત્ર યુએસએ કેમ્પના હસમુખભાઈ સાથે માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતા અને શિખર ઉપર ધજા ચઢાવી હતી.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Ambaji MandirAmbaji TempleGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsPoshi PoomanPoshi Pooman AmajiProminent dayshree Siddhi Group Chairmanshree Siddhi Group Chairman Mukeshbhai PatelTop Gujarati News
Next Article