Prafull Pansheriya Civil Hospital: ઈજાગ્રસ્તોની વહારે આવ્યા મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયા, સિવિલ હોસ્પિટલ પહોંચી કરી મુલાકાત
Prafull Pansheriya Surat Civil Hospital: બારડોલી ખાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓની સ્થિતિને ધ્યાને લઈ, રાજ્યના મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા ગાંધીનગરથી સીધા જ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે હોસ્પિટલમાં દાખલ થયેલા તમામ દર્દીઓને પ્રત્યક્ષ મળીને તેમના સ્વાસ્થ્ય અંગેની વિગતવાર જાણકારી મેળવી હતી.
પરિવારજનોને પાઠવી સાંત્વના
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ ઈજાગ્રસ્તોના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી અને આ કઠિન સમયમાં તેમને ધીરજ તેમજ હિંમત રાખવા સાંત્વના પાઠવી હતી. મંત્રીએ જણાવ્યું હતું કે, "આ મુશ્કેલ સમયમાં હું અને સમગ્ર સરકાર ઈજાગ્રસ્તો તથા તેમના પરિવારજનોની સાથે છીએ."
Prafull Pansheriya એ તંત્રને આપી જરૂરી સૂચનાઓ
સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ મંત્રી પ્રફુલભાઈ પાણશેરીયાએ નિવેદન આપતા કહ્યું હતું કે, "હોસ્પિટલના તબીબો અને તમામ આરોગ્યકર્મીઓ દ્વારા ઈજાગ્રસ્તોને ખૂબ જ શ્રેષ્ઠ સારવાર આપવામાં આવી રહી છે. મેં હોસ્પિટલ તંત્રને સ્પષ્ટ સૂચના આપી છે કે દર્દીઓને તમામ જરૂરી આરોગ્ય સુવિધાઓ અને દવાઓ સમયસર મળી રહે તેમાં કોઈ કચાસ ન રહેવી જોઈએ." અંતમાં તેમણે ઈશ્વર પાસે તમામ દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.
આ પણ વાંચો: Mehsana Railway Accident: માલગાડીની અડફેટે ત્રણ માસૂમ કિશોરોના કરુણ મોત


