Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat By-Election : કડી-વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામશે

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની (Shankarsinh Vaghela) પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ પોતાનાં ઉમેદવારનાં નામની જાહેરાત કરી છે.
gujarat by election   કડી વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિકોણીય નહીં ચતુષ્કોણીય જંગ જામશે
Advertisement
  1. કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં જામશે ચતુષ્કોણીય જંગ (Gujarat By-Election)
  2. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી
  3. કડી બેઠક પર ડો. ગિરીશ કાપડિયા અને વિસાવદર પર કિશોરભાઈ કાનકડનું નામ જાહેર કર્યું
  4. કડી અને વિસાવદર બંને વિધાનસભા બેઠક પર લડશે શંકરસિંહ બાપુની પાર્ટી
  5. AAP એ કડી વિધાનસભા પેટા ચૂંટણી માટે જગદીશ ચાવડાના નામ પર મોહર લગાવી

Gujarat By-Election : કડી અને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીને લઈ મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. હવે ચૂંટણી મેદાને ત્રિકોણીય નહીં પણ ચતુષ્કોણીય જંગ જામશે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની (Shankarsinh Vaghela) પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પણ પોતાનાં ઉમેદવારોનાં નામની જાહેરાત કરી છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ (Prajashakti Democratic Party) કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ડો. ગિરીશ કાપડિયા જ્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં કિશોરભાઈ કાનકડ (કાનપરિયા) ને પાર્ટીનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Advertisement

પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનાં ઉમેદવારોની જાહેરાત કરી

કડી અને વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીને (Gujarat By-Election) લઈ તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરાઈ રહી છે. ત્યારે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. આ બંને બેઠકો પર હવે ત્રિકોણીય નહીં પણ ચતુષ્કોણીય જંગ જામશે. કારણ કે, હવે ચૂંટણી મેદાનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એન્ટ્રી થઈ છે. પહેલા BJP, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ચૂંટણી જંગ હતો પરંતુ, હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનો પ્રવેશ થતાં બંને ચૂંટણી વધુ રસપ્રદ બનશે એમ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : કડી-વિસાવદર વિધાનસભા મત વિસ્તારની ગ્રામ પંચાયતની ચૂંટણી સ્થગિત

પાર્ટીએ ડો. ગિરીશ કાપડિયા, કિશોરભાઈ કાનકડનું નામ કર્યું જાહેર

માહિતી અનુસાર, શંકરસિંહ વાઘેલા બાપુની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીએ પોતાનાં ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી દીધી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી (Kadi By-Elections) માટે ડો.ગિરીશ કાપડિયા પર પાર્ટી વિશ્વાસ દાખવ્યો છે. જ્યારે, વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે કિશોરભાઈ કાનકડ (કાનપરિયા) ના નામની જાહેરાત થઈ છે. જણાવી દઈએ કે, મહેસાણા જિલ્લાની (Mehsana) કડી અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર (Visavadar) બેઠક પર 19 જૂનનાં રોજ મતદાન યોજાશે અને પરિણામ 23 મી જૂને જાહેર કરાશે.

આ પણ વાંચો - MGNREGA Scam : ચૈતર વસાવાના BJP-કોંગ્રેસ નેતાઓ પર 400 કરોડનાં ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ

AAP પાર્ટીએ યુવા ચહેરો જગદીશ ચાવડાના નામ પર મહોર લગાવી

જણાવી દઈએ કે, કડી વિધાનસભા પેટાચૂંટણી માટે આમ આદમી પાર્ટી દ્વારા પણ ઉમેદવારનાં નામની જાહેરાત કરવામાં આવી છે. AAP પાર્ટીએ યુવા ચહેરો એવા જગદીશ ચાવડાના (Jagdish Chavda) નામ પર મહોર લગાવી છે. આપ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ (Isudan Gadhvi) ઉમેદવારનું નામ જાહેર કરી કહ્યું કે, કડીમાં જગદીશ ચાવડા મજબુતાઈથી લડશે અને જીતશે. તેમણે કહ્યું કે, કડી અને વિસાવદરમાં AAP નો ડંકો વાગશે. જણાવી દઈએ કે, વિસાવદર પેટાચૂંટણી માટે પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાને (Gopal Italia) મેદાને ઉતાર્યા છે.

આ પણ વાંચો - Kajal Maheriya : કાજલ મહેરિયા હવે ચૂંટણી મેદાને! લોકગાયિકાએ માંગી ટિકિટ

Tags :
Advertisement

.

×