Amreli : કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા, કહ્યું- પોસ્ટ મુદ્દે મારે..!
- IFFCO ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના નામથી પોસ્ટ બાદ રાજકારણ ગરમાયું! (Amreli)
- આ વાઇરલ પોસ્ટ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા
- દીકરીની હાય લાગી તેવી દિલીપભાઈએ પોસ્ટ કરી: પ્રતાપભાઈ દુધાત
- ભૂતકાળમાં કોઈ બનાવ બન્યા હશે તે મુદ્દે પોસ્ટ કરી હશે: પ્રતાપભાઈ દુધાત
- પોસ્ટ મુદ્દે મારે કંઈ કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો: પ્રતાપભાઈ
- આજે કેટલી બહેન-દીકરીઓ ખેતરમાં કામ કરે છે: પ્રતાપભાઈ દુધાત
Amreli : IFFCO ના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના (DILEEP SANGHANI) નામથી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે, જે બાદ રાજકારણ ગરમાયું છે. આ પોસ્ટ મુદ્દે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની (Pratapbhai Dudhat) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, દીકરીની હાય લાગી તેવી દિલીપભાઈએ પોસ્ટ કરી છે. ભૂતકાળમાં કોઈ બનાવ બન્યા હશે તે મુદ્દે પોસ્ટ કરી હશે. પોસ્ટ મુદ્દે મારે કંઈ કહેવું નથી મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે. આજે કેટલી બહેન-દીકરીઓ ખેતરમાં કામ કરે છે. ટાઢ, તડકા, ચોમાસામાં પરસેવો પાડે છે. ત્યારે તેમના મોઢે આવેલો કોળિયો જુટવાઈ ગયો છે. ખેતી બચાવો અભિયાનમાં (Kheti Bachao Andolan) દિલીપભાઈ સહકાર આપે તેવી વિનંતી છે.
આ પણ વાંચો - કમોસમી વરસાદથી કૃષિ પાકોને નુકસાન, Kisan Sangh એ ઉઠાવી વળતર અને સહાયની માગ
Amreli, 'દિકરીના નિહાપા..... લાગ્યા !' પોસ્ટ વાઇરલ થતા ચર્ચાઓ શરૂ!
તાજેતરમાં સોશિયલ મીડિયા પર IFFCO નાં ચેરમેન દિલીપભાઈ સંઘાણીના (DILEEP SANGHANI) નામથી એક પોસ્ટ 'દિકરીના નિહાપા..... લાગ્યા !' વાઇરલ થઈ છે, જે બાદ રાજનીતિ ગરમાઈ છે. જો કે, હવે આ પોસ્ટ મામલે કોંગ્રેસ નેતા પ્રતાપભાઈ દુધાતની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, ટ્વીટની મને હમણાં જાણકારી મળી, એ વિશે મારે કંઈ કહેવું નથી. મારો મુખ્ય મુદ્દો ખેડૂતોનો છે. ટ્વીટમાં ઉલ્લેખ કર્યો છે કે એક દીકરીની હાય લાગી, ભૂતકાળમાં કાઈ બનાવ જિલ્લામાં બન્યા હશે એ બારામાં ટ્વીટ હોઈ શકે છે.
આ પણ વાંચો - Real-time monitoring : 70 ટકા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેની કામગીરી પૂર્ણ
માત્ર પીડાની વાત નથી જોઈતી, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ : પ્રતાપભાઈ દુધાત
પ્રતાપભાઈ દુધાત (Pratapbhai Dudhat) મીડિયા સાથે વાત કરતા આગળ જણાવ્યું કે, આજે કેટલી બહેન-દીકરીઓ ખેતરમાં કામ કરે છે. ટાઢ, તડકા, ચોમાસમાં માતા-બહેનો પરસેવો પાડે ત્યારે એમના હાથમાં આવેલો કોળિયો જુટવાઈ ગયો છે. આ 'ખેતી બચાવો અભિયાન'માં દિલીપભાઈ પણ અમોને સહકાર આપે તેવી વિનંતી કરીએ છીએ અને વિશ્વાસ રાખીએ અમને સહકાર આપશે. આજે ફી ભરવાનાં પૈસા નથી. વેકેશન ખુલ્યું છે. હમણાં એક બાપા મારી પાસે આવ્યાને મારી દીકરીને ભણાવવી છે પણ પૈસા નથી આ કરુણતા કેટલી ગંભીર છે. સરકારે સમજવાની જરૂર છે. બટકું નથી જોતું, માત્ર પીડાની વાત નથી જોઈતી, ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ, તેવી વિનંતી છે.
આ પણ વાંચો - ખેડૂતોની વ્હારે કોંગ્રેસ! Pareshbhai Dhanani એ સમજાવ્યું વળતરનું ગણિત