Gujarat: આગામી સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી, ખેડૂતો માટે રાહતના સમાચાર
- સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નથી
- સાત દિવસ એટલે કે દિવાળી સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે
- વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું
Gujarat: ગુજરાતમાં અત્યારે વરસાદ ઓછો થયો હોય તેવું લાગી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સાત દિવસ સુધી વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સાત દિવસ એટલે કે દિવાળી સુધી રાજ્યમાં સૂકું વાતાવરણ રહેવાનું છે. જેથી ખેડૂતો માટે આગામી સાત દિવસ પોતાનો પાક લેવા માટે ઉત્તમ રહેવાના છે. કારણ કે, વરસાદના કારણે રાજ્ય (Gujarat)ના અનેક ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જો કે, તે માટે સરકારે 1400 કરોડની સહાય પણ જાહેર કરી છે.
આ પણ વાંચો: Cyclone Dana આજે રાત્રે ભારે તબાહી મચાવશે, પશ્ચિમ બંગાળમાં અસર શરુ
‘દાના’ વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર નહીં થાય
બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થઈ જેના કારણે ‘દાના’ નામનું વાવાઝોડૂં ઝડપથી આગળ વધી રહ્યું છે. જો કે, ગુજરાતમાં તેની વધારે અસર રહેવાની નથી. માવઠાના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને મધ્યમથી ભારે વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મગફળી, કપાસ અને સોયાબીનનો પાક વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે. જેના કારણે જગતના તાતને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આ વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર જોવા મળશે
દાના નામનું જે વાવાઝોડૂ આવી રહ્યું છે તેની ગુજરાત પર કેવી અસર થશે? હવામાન વિભાગે આપેલી જાણકારી પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર એમ બે દરિયામાં વાવાઝોડાની અસર રહેવાની છે. જો કે, બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કોઈ અસર થવાની નથી. પરંતુ અરબ સાગરવાળા વાવાઝોડાની ગુજરાત પર સીધી અસર જોવા મળશે. અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદની પણ સંભાવનાઓ છે.
આ પણ વાંચો: LCB સ્કવૉડની કરામત, આરોપી પકડાયો અને મિનિટોમાં ગાયબ પણ થઈ ગયો
ગુજરાતમાં માત્ર એક વાવાઝોડાની અસર જોવા મળશે
ભારતના દરિયાઈ વિસ્તારમાં બે વાવાઝોડા સક્રિય થયા છે પરંતુ ગુજરાત (Gujarat)માં માત્ર એક વાવાઝોડાની અસર જોવા મળશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા ‘દાના’ વાવાઝોડાની વાત કરવામાં આવે તો, આ વાવાઝોડાની સીધી અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ અને તામિલનાડુને જોવા મળશે. ગુજરાતમાં તો આગામી સાત દિવસ વાતાવરણ ચોખ્ખુ રહેવાનું છે. જેથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે.
આ પણ વાંચો: Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે