ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Hanuman Jayanti : 11-12 એપ્રિલે સાળંગપુર ધામમાં પૂજા, ફાયર શૉ, લાઇવ કોન્સર્ટ, શૃંગાર દર્શન સહિતના કાર્યક્રમો

આ કાર્યક્રમને લઈ 10 લાખ ભક્તો માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 10 લાખ ભક્તો મહાપ્રસાદ લેશે.
05:46 PM Apr 04, 2025 IST | Vipul Sen
આ કાર્યક્રમને લઈ 10 લાખ ભક્તો માટે વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 10 લાખ ભક્તો મહાપ્રસાદ લેશે.
Hanuman_Gujarat_first main 3
  1. હનુમાન જયંતિ નિમિત્તે વિશ્વવિખ્યાત સાળંગપુર ધામમાં તડામાર તૈયારીઓ (Hanuman Jayanti)
  2. કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામીએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત
  3. 11 મીએ સવારે રાજ ઉપચાર પૂજા, બપોરે 3 કલાકે જલયાત્રા યોજાશે : કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામી
  4. 11 મીએ સાંજે ફાયર શૉ, ગાયક જિગરદાનનો ભવ્ય લાઈવ કૉન્સર્ટ યોજાશે : કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામી
  5. '12 મી એપ્રિલે હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી, સવારે ભવ્ય શ્રૃંગાર દર્શન યોજાશે'

Salangpur Dham : વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ ખાતે હનુમાન જયંતિને (Hanuman Jayanti) લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 12 એપ્રિલે હનુમાન દાદાનો જન્મદિવસ એટલે કે હનુમાન જયંતિ છે. આથી, 11 અને 12 એપ્રિલનાં રોજ સાળંગપુર ધામ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંગેની વિગતવાર માહિતી સાળંગપુર હનુમાનજી મંદિરનાં કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામીએ ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) સાથે કરેલી ખાસ વાતચીત દરમિયાન જણાવી છે. તેમણે જણાવ્યું કે, આ બે દિવસ દરમિયાન 10 લાખ જેટલા ભક્તો ઘામ ખાતે પધારીને દર્શનનો ભાગ લે તેવા અનુમાન છે.

આ પણ વાંચો - Chaitra Navratri: મૂર્તિ વિનાનું અનોખું મંદિર,જ્યાં ગુફામાં દેવીના ઘૂંટણની થાય છે પૂજા

જળયાત્રા, જિગરદાન ગઢવીનો કોન્સર્ટ યોજાશે: કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામી

હનુમાન જયંતિને લઈ સાળંગપુર હનુમાનજી મંદિરનાં કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામી (Kothari Swami Viveksagarji Swami) સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First News) ખાસ વાતચીત કરી હતી. દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, વિશ્વવિખ્યાત સાળંગપુર ધામ (Salangpur Dham) ખાતે 11 એપ્રિલે સવારે રાજ ઉપચાર પૂજા કરવામાં આવશે. ત્યારબાદ બપોરે 3 કલાકે જળયાત્રા નીકળશે, જેમાં 5 હજાર બહેનો માથે કળશ લઈને ભગવાન માટે અભિષેકનું જળ ભરીને આવશે. આ નગરયાત્રામાં હાથી, ઘોડા, કચ્છ-ભુજની બહેનોનું બેન્ડ સામેલ થશે. ત્યાર પછી રાત્રે 9 વાગ્યે ભવ્ય ફાયર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ગાયક જિગરદાન ગઢવીનો (Jigardan Gadhvi) ભવ્ય લાઇવ કોન્સર્ટ પણ યોજાશે.

આ પણ વાંચો - Chaitri Navratri : દુર્ગાનાં નવ સ્વરૂપોનું વિજ્ઞાન અને રહસ્ય

'12 મીએ ભવ્ય ઉજવણી, દાદાને સુવર્ણ વાઘા ધારણ કરાવાશે'

કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામીએ વધુમાં જણાવ્યું કે, 12 એપ્રિલનાં રોજ એટલે કે હનુમાન જયંતિનાં (Hanuman Jayanti) દિવસે વહેલી સવારે 5 વાગ્યે દાદાની મંગળા આરતી કરવામાં આવશે. ત્યાર બાદ 7 વાગ્યે દાદાની સુંદર શૃંગાર આરતી થશે. ત્યારે હનુમાન દાદાને સુવર્ણ વાઘા ધારણ કરાવવામાં આવશે. ત્યાર પછી અભિષેક, સમુહ યજ્ઞ યોજાશે. હનુમાન દાદાનો જન્મદિવસ હોવાથી કેક કાપીને સંગીતનાં તાલે ઉજવણી કરવામાં આવશે. કોઠારી સ્વામી વિવેકસાગર સ્વામીએ જણાવ્યું કે, ગરમીને ધ્યાનમાં રાખીને ગ્રામજનોનાં સહયોગથી આવનારા ભક્તો માટે પાણી અને શરબતની પરબની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

10 લાખ ભક્તો મહાપ્રસાદનો લાભ લેશે

કોઠારી સ્વામી વિવેકસાગરજી સ્વામીએ (Kothari Swami Viveksagarji Swami) આગળ કહ્યું કે, આ બે દિવસનાં કાર્યક્રમ દરમિયાન 10 લાખ જેટલા ભક્તો દાદાનાં દર્શન કરવા માટે આવી શકે છે, ત્યારે સુરક્ષા વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, આરોગ્યલક્ષી કેમ્પ, ડોક્ટરની વ્યવસ્થા પણ ઊભી કરાશે. બે દિવસની ઉજવણી દરમિયાન 10 લાખ ભક્તો મહાપ્રસાદ લેશે. ભક્તોને મહાપ્રસાદમાં શાક, રોટલી, કેરીનો રસ અને ત્રણ મીઠાઇ પીરસવામાં આવશે.

આ પણ વાંચો - Rukmini : સ્નેહ, સંસ્કાર અને સંપ્રત્યજ્ઞાતાનો ત્રિવેણી સંગમ

Tags :
BotadGUJARAT FIRST NEWSHanuman Dada's birthdayhanuman jayantiJigardan GadhviKothari Swami Viveksagarji SwamiMahaprasadMangala AartiSalangpur DhamTop Gujarati New
Next Article