ઓર્ગેનાઈઝડ ક્રાઇમ આચરતી મહાવીર સિંધવ ગેગ વિરુદ્ધ ગુજસીટોક હેઠળ કાર્યવાહી
અહેવાલ : ગજેન્દ્ર ખાચર, બોટાદ
બોટાદ જિલ્લા પોલીસે ચુડાના ચોકડી ગામના ઓર્ગેનાઈઝ ક્રાઇમ આચરતી મહાવીર સિંધવ ની ગેગ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધ્યો, બોટાદ એસપી એ પત્રકાર પરિષદ યોજી આપી માહિતી, 5 આરોપીઓ બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ 30 જેટલા ગુનામાં સંડોવાયેલા, એકની ધરપકડ કરાઈ તો ત્રણ જ્યુડિશિયલ કસ્ટડીમાં તો એકની શોધખોળ હાથ ધરાઈ.
5 આરોપી, 30 ગુન્હા
બોટાદ જિલ્લા પોલીસ વડા કિશોર બળોલીયા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવેલ હતી જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામના ઓર્ગેનાઈઝ ક્રાઇમ આચરતી મહાવીર સિંધવ ની ગેગ સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધ્યો હોવાની માહિતી આપી હતી જેમાં "organized crime syndicate" બનાવેલ હોય અને બોટાદ તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં મહાવીર સિંધવ ,ભરત કમેજળીયા,જાવેદ ઉફ્રે ટકો ડોન જાગડ,મયુરસિંહ ડોડીયા, અને રોશન શર્મા નામના 5 આરોપીઓ 30 જેટલા ગુનાઓ આચરેલા હોય.
બોટાદ SP ની પત્રકાર પરિષદ
જેને લઈ બોટાદ એસપી ના સૂચન અનુસાર ડીવાયએસપી મહર્ષિ રાવલ અને એલસીબી શાખાને કામગીરી સોંપાઈ હતી જે અંતર્ગત કરાયેલ કાર્યવાહી મુજબ મહાવીર સિંધવ ,ભરત કમેજળીયા,જાવેદ ઉફ્રે ટકો ડોન જાગડ,મયુરસિંહ ડોડીયા, અને રોશન શર્મા સામે ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.
GUJCITOK હેઠળ ફરિયાદ
જિલ્લા પોલીસ દ્વારા મયુરસિંહ ડોડીયાની ધરપકડ કરવામાં આવેલ છે અને મહાવીર સિંધવ, ભરત કમેજળીયા, જાવેદ ઉફ્રે ટકો ડોન જાગડ એમ 3 આરોપીઓ હાલ જ્યુડીશ્યલ કસ્ટડીમાં હોય તે બાબતે હાલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે અન્ય એક આરોપી રોશન શર્માને અલગ અલગ ટીમો ઝડપવાની કામગીરી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું ત્યારે નોંધનીય છે કે, અગાઉ પણ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા સિરા ડોન ગેંગ વિરુધ્ધ પણ ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : ગોંડલના ખેડુતો માટે અગત્યની સુચના, માર્કેટિંગ યાર્ડ શ્રાવણ મહિનામાં 11 દિવસ રહેશે બંધ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.