ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Ahmedabad: બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા મુદ્દે અમદાવાદમાં વિરોધ, ખોખરા સર્કલ ખાતે પ્રદર્શન

Ahmedabad: અમદાવાદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ખોખરા સર્કલ ખાતે દેખાવ કરવામાં આવ્યો.
09:20 PM Dec 03, 2024 IST | VIMAL PRAJAPATI
Ahmedabad: અમદાવાદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ખોખરા સર્કલ ખાતે દેખાવ કરવામાં આવ્યો.
Ahmedabad
  1. હિન્દુ હિત રક્ષક સમિતિએ ખોખરા સર્કલ ખાતે કર્યા દેખાવ
  2. લાંભા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય સહિત સમર્થકો જોડાયા
  3. સરકાર હિન્દુઓ પર થતાં અત્યાચાર રોકવા પ્રયાસ કરે તેવી માગ

Ahmedabad: અમદાવાદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ખોખરા સર્કલ ખાતે દેખાવ કરવામાં આવ્યો. આ પ્રદર્શન હિન્દુ હિત રક્ષક સમિતિ કર્ણાવતી મહાનગર દ્વારા આયોજિત હતું, જેમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં વિવિધ બેનર સાથે સક્રિય ભાગીદારી અપાઈ હતી. "ચિન્મય કૃષ્ણ દાસજી ને મુક્ત કરો", "બાંગ્લાદેશ સરકાર જાગો", "માનવતા થઈ શરમ સાર, હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો" જેવા બેનર સાથે લોકોએ વિરોધ કર્યો.

આ પણ વાંચો: સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના Prix Versailles 2024 માં વૈશ્વિક સ્તરે માન્યતા

‘બાંગ્લાદેશ સરકાર જાગો’ના નારા સાથે થયું વિરોધ પ્રદર્શન

નોંધનીય છે કે, આ દેખાવમાં લંભા સ્વામિનારાયણ મંદિરના આચાર્ય હેમેન્દ્ર પ્રસાદ, નાગર વેલ હનુમાન મંદિરના મહંત હીરાલાલ મહારાજ, ગતરાડ ગૌ શાળા ના શિવનારાયણ દાસ અને અન્ય સમર્થકો પણ જોડાયા હતા. લોકોએ આદરપૂર્વક સરકારને આ વિધાનના પ્રતિક તરીકે જાગૃત થવા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અન્યાયને રોકવા માટે પ્રયત્ન કરવા માંગણી કરી છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાાચાર થઈ રહ્યો છે. જેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.

આ પણ વાંચો: BZ Group Scam : મંત્રી ભીખુસિંહ પરમારે બોલવાનું ટાળ્યું, કહ્યું- અમારા પ્રવક્તાએ..!

સુરત રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું

બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યારે ખુબ જ અત્યાચાર થઈ રહ્યો હોવાનું અવારનવાર સામે આવે છે. નોંધનીય છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના પડઘા હવે સુરત ખાતે પણ પડ્યાં છે. ગઈ કાલે સુરત રેલવે સ્ટેશન પાસે VHP કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. નોંધનીય છે કે, અત્યારે બાંગ્લાદેશના હિંદુઓના સમર્થનમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. આ સાથે બાંગ્લાદેશમાં હિંદુઓ સાથે થતી હિંસનો વિરોઘ પણ કરી રહ્યાં છે.

આ પણ વાંચો: Bhavnagar : વ્હેલ માછલીની 'ઊલટી' ની તસ્કરી મામલે વધુ 3 ઝડપાયા, કુલ 5 ની ધરપકડ

Tags :
AhmedabadAhmedabad Latest NewsAhmedabad NewsBangladeshBangladesh HinduGuarari NewsGujarat Firsthindu in BangladeshLatest Gujarati News
Next Article